________________
૨૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ततोऽसौ प्रत्यायितचित्ततया ब्रूयात्-एवमेतद् भगवन् ! नास्त्यत्र सन्देहः, गुरवोऽभिदध्युः- यद्येवं भद्र ! तत्किमवधारितं भवताऽर्थकामयोर्माहात्म्यम् ? सोऽभिदधीतबाढमवधारितम्।
ઉપનયાર્થ :
કામપુરુષાર્થની ખ્યાતિ તેથી અત્યંત આદરપૂર્વક ફરી તેઓ=ધર્મગુરુઓ, કહે છે. જે લોકો ! કામ જ પ્રધાન પુરુષાર્થ છે તે પ્રકારે અન્ય કેટલાક માને છે તે આ પ્રમાણે – સુંદર સ્ત્રીઓના મુખકમળના મકરન્દના આસ્વાદનમાં ચતુર ભમરા જેવી આચરણા વગર પુરુષ પરમાર્થથી પુરુષતાને સ્વીકારતો નથી. પુરુષના પુરુષપણાનું સાફલ્ય સ્ત્રીઓના વિલાસમાં જ છે.
વળી, અર્થતા સમૂહનું, કલાકૌશલ્યનું, ધર્મના અર્જનનું અને જન્મનું પરમ ફળ વસ્તુતઃ કામ જ છે. વળી, કામવિકલ સુંદર એવા અર્થ-તિચય આદિ વડે પણ શું કરાય? અને વળી, અન્ય વિચારે છેઃ કામપ્રધાન પુરુષાર્થ માનનારા જીવો વિચારે છે. કામના સેવનમાં પ્રવણ ચિત્તવાળા પુરુષોને તેના સંપાદક એવા ધન, કતક, સ્ત્રીઆદિ યોગ્યપણાથી તે જીવમાં તેની પ્રાપ્તિનું યોગ્યપણું હોવાથી, સ્વતઃ ઉપસ્થિત થાય છે. કેમ સ્વતઃ ભોગો પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે, ભોગી જીવોને ભોગો પ્રાપ્ત થાય છે. એ ગોપાલ, બાળ, સ્ત્રીઆદિને પણ સુપ્રસિદ્ધ છે. અને વળી, લાખ મૂલ્યથી સ્મિત મળતું નથી. કોટિ મૂલ્યથી સ્ત્રીનું વચન સાંભળવા મળતું નથી. કોટિ લક્ષ દ્રવ્ય વડે સવિલાસ સ્ત્રીની દૃષ્ટિ જોવા મળતી નથી. કોટિ કોટિ ધન વડે પણ બીજાઓ વડે હદયનું ઉપગૂહા=હદયનો આશ્લેષ પ્રાપ્ત કરાતો નથી, તે ભોગ કામીઓને છે. આથી, તેઓને કામની ઇચ્છાવાળાને શું પર્યાપ્ત નથી? અર્થાત્ બધું જ પર્યાપ્ત સુખ મળે છે તે કારણથી કામ જ પ્રધાન પુરુષાર્થ છે=પ્રયત્નનું પ્રધાન ફળ છે. આથી જ, કહેવાયું છે – કામ નામનો આ પુરુષાર્થ પ્રધાનપણાથી જ ગવાય છે=જીવતા સુખના હેતુરૂપે પ્રધાનપણાથી ગવાય છે. નીરસ કાષ્ઠ જેવા કામવિકલ પુરુષને ધિક્કાર થાવ અર્થાત્ તેવા પુરુષનું જીવન નિષ્ફળ છે. તે આ સાંભળીને તે જીવ હર્ષના પ્રકર્ષથી સ્વહદયથી પણ ઉત્કલિત થયેલોબોલવા માટે તત્પર થયેલો, આ પ્રમાણે વચનો બોલે છે આ પ્રમાણે પ્રગટ બોલે છે. ભટ્ટારક એવા મહાત્મા વડે સુંદર સુંદર કહેવાયું. ઘણાકાલથી આજે સુંદર વ્યાખ્યાન આરંભ કરાયું છે, જો આ રીતે દિવસે દિવસે તમે કહેતા હો તો અક્ષણિક પણ એવા છતાં અમેeગૃહવ્યાપારમાં અત્યંત પ્રવૃત્તિવાળા હોવા છતાં અમે, અવહિત ચિત્તપણાથી=ધ્યાનપૂર્વક, સાંભળશું, તે આ ધર્મગુરુ વડે સ્વસામર્થ્યથી તે જીવનું મુખ ઉદ્ઘાટિત કરાયું તત્વપ્રીતિકર પાણી પિવડાવવા માટે મુખ ખોલ્યું. એ પ્રમાણે જાણવું અને આ પ્રમાણે તે જીવ કહે છતે પૂર્વમાં અર્થકથા અને કામકથા સાંભળીને પોતાનો હર્ષ અભિવ્યક્ત કરે એ પ્રમાણે તે જીવ કહે છતે, ધર્મગુરુઓના મનમાં આ વર્તે છે. તે આ પ્રમાણે – આશ્ચર્ય છે ! મહામોહ વિસ્મિત જુઓ જીવમાં વર્તતા મોહતા પરિણામનું કૃત્ય જુઓ, જે કારણથી તેનાથી ઉપહત થયેલા આ પ્રાણીઓ=મહામોહથી હણાયેલા એવા આ જીવો, પ્રસંગકથિત પણ અર્થ અને કામમાં