________________
૨૫૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રંજિત, થાય છે. વળી, યત્નથી પણ કહેવાયેલી ધર્મકથામાં રંજિત થતા નથી.
સામાન્યથી ધર્માચાર્ય જીવને પ્રતિબોધ અર્થે ધર્મકથા કરે છે તોપણ યોગ્ય જીવોને કોઈક કારણે ધર્મ પ્રત્યે વલણ ન દેખાય ત્યારે, ધર્મને અભિમુખ કરવા અર્થે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે; કેમ કે જીવ માત્ર સુખનો અર્થ છે અને જેઓને અર્થજન્ય સુખોને જોનારી દૃષ્ટિ છે તેઓને અર્થથી શું શું લાભો થાય છે તે જ દેખાય છે, અન્ય કંઈ દેખાતું નથી. જ્યારે વિવેકીને અર્થથી થતા લાભો પણ દેખાય છે અને ધર્મથી થતા લાભો પણ દેખાય છે અને ધર્મથી નિયંત્રિત અર્થના લાભો તેને ઇષ્ટ દેખાય છે. પરંતુ ધર્મથી અનિયંત્રિત અર્થના લાભો ક્લિષ્ટ ચિત્ત કરીને વિનાશનું જ કારણ થાય છે તેમ દેખાય છે. અને પોતાની ચિત્તની ભૂમિકા સંપૂર્ણ ધર્મ સેવવા માટે સમર્થ ન હોય તો ધર્મથી જ નિયંત્રિત અર્થ ક્લેશકારી નથી પરંતુ ઇચ્છાનું શમન કરીને ધર્મની જ વૃદ્ધિનું કારણ બને છે અને પૂર્ણ ધર્મની શક્તિ આવે ત્યારે અર્થના લાભો તેને અસાર અને તુચ્છ જણાય છે. વળી, કામને પ્રધાન રૂપે જોનારી નદૃષ્ટિવાળા જીવોને કામ જ સુખનું સાધન દેખાય છે. કામસિવાય અર્થ કે ધર્મ પણ તેને સુખરૂપે દેખાતો નથી. અને ધર્મથી નિયંત્રિત કામને જોનારા જીવોને ધર્મ જ મહાસુખનું કારણ દેખાય છે, કેમ કે ધર્મ માત્ર બાહ્ય કૃત્યરૂપ નથી. પરંતુ ક્લેશના શમનરૂપ ચિત્તની સ્વસ્થતારૂપ છે. છતાં જ્યાં સુધી કામવૃત્તિ શાંત થઈ નથી ત્યાં સુધી વિકારોના શમનનો ઉપાય ધર્મ હોવા છતાં ધર્મના સેવનથી વિકાર શાંત થાય એવા ન હોય ત્યારે કામની પ્રવૃત્તિ પણ સુખનો ઉપાય છે તેથી વિવેકી પુરુષો વિકારોની વૃદ્ધિ ન થાય તે રીતે કામની વૃત્તિને શાંત કરીને ધર્મને જ પ્રધાન સેવવા યત્ન કરે છે. તેથી અર્થને જોનારી નયદષ્ટિ, કામને જોનારી નયષ્ટિ, ધર્મને જોનારી નદૃષ્ટિ અને મોક્ષને જોનારી નયદૃષ્ટિથી વિચારવામાં આવે તો સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ મોક્ષપુરુષાર્થ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય અંતરંગ પરિણતિરૂપ ધર્મપુરુષાર્થ છે. જે સુખની વૃદ્ધિ દ્વારા મોક્ષમાં પર્યવસાન પામનાર છે અને જ્યાં સુધી સંપૂર્ણ વિકારોનો નાશ થયો નથી ત્યાં સુધી કંઈક કામની ઇચ્છા કે અર્થની ઇચ્છાને સફળ કરવામાં પણ સમ્યગુ રીતે સેવાયેલો ધર્મ કારણ છે જેથી સુખની વૃદ્ધિ દ્વારા પૂર્ણ ધર્મને સેવવાની શક્તિ આવે ત્યારે તે મહાત્મા ધર્મપુરુષાર્થને સેવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેથી મહાત્માઓ પ્રધાનરૂપે સર્વ પુરુષાર્થના સાફલ્યનું કારણ ધર્મપુરુષાર્થ જ છે તેમ બતાવીને ધર્મપુરુષાર્થની જ પ્રરૂપણા કરે છે અને કહે છે કે ધર્મ જ ધનાર્થીને ધન આપનાર છે, કામાર્થીને કામ આપનાર છે અને પરંપરાએ મોક્ષસુખને આપનાર છે. છતાં ક્યારેક યોગ્ય જીવને ધર્મને અભિમુખ કરવા માટે પ્રાસંગિક કથનરૂપે અર્થપુરુષાર્થને અને કામ પુરુષાર્થને પણ જોનારી નયષ્ટિથી તેનું સ્વરૂપ બતાવે છે. છતાં જે જીવોમાં મોહનો અતિશય છે તેઓને સર્વ પુરુષાર્થના ફળને પ્રાપ્ત કરાવનાર ધર્મકથા કહેવામાં આવે ત્યારે તેઓ ધ્યાનપૂર્વક સાંભળતા નથી. જ્યારે પ્રાસંગિક કથનરૂપે અર્થપુરુષાર્થ અને કામ પુરુષાર્થ કહેવામાં આવે ત્યારે અત્યંત ધ્યાનપૂર્વક સાંભળવા તત્પર થાય છે તે તેઓમાં વર્તતી મહામોહની દશાનું ચિહ્ન છે.
કઈ રીતે તે ચિત્ત મહામોહથી વિજસ્મિત છે? તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે. અહીં=ધર્મના ઉપદેશના પ્રસંગમાં, અમારા વડે અર્થ-કામ પ્રતિબદ્ધ ચિત્તવાળા યુદ્ધ જીવોનો અભિપ્રાય વર્ણન કરાયો. પરંતુ આ શંકડોધર્મ સાંભળવા માટે આવેલો પ્રસ્તુત ક્ષુદ્રમતિવાળો જીવ, ત્યાં જાઅર્થ-કામના વર્ણનમાં