________________
૨૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પીવાના નિમંત્રણ જેવું જાણવું.
સમ્યગ્દર્શન ગુણ પ્રત્યે પક્ષપાત થાય તો સમ્યગ્દર્શન વિષયભૂત અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને સર્વજ્ઞકથિત ધર્મ પ્રત્યે કંઈક પક્ષપાત થાય જેનાથી તીર્થોદક જેવા તત્વપ્રીતિકર પાણીને પીવામાં અનુકૂળ અંતરંગ ઉદ્યમ થાય તેનાથી અવશ્ય અરિહંતદેવાદિ તત્ત્વ પ્રત્યે તીવ્ર પક્ષપાત રૂ૫ સમ્યગ્દર્શન ગુણ પ્રગટે તેથી તેવા ગુણને અભિમુખ કરવાના યત્વરૂપે પ્રસ્તુત મહાત્માનો ઉપદેશ છે. તેથી=મહાત્માએ તીર્થોદક પીવાનું નિમંત્રણ કર્યું તેથી, આ=પ્રસ્તુત જીવ, સદ્ધર્મગુરુનાં વચન સાંભળીને=સમ્યગ્દર્શનનાં જે ગુણગાનો મહાત્માએ કર્યા તે સાંભળીને, દોલાયમાન થયેલી બુદ્ધિવાળોકંઈક સમ્યગ્દર્શન પ્રત્યે આકર્ષણ થયેલી બુદ્ધિવાળો, આ રીતે વિચારે છે=આગળમાં કહે છે એ રીતે વિચારે છે. આ મહાત્માઓ શ્રમણો, બહુ એવા આત્મીય સમ્યગ્દર્શનના ગુણના સમૂહનું વર્ણન કરે છે. કેવલ જો હું આને સ્વીકાર કરીશ તો પોતાને વશવર્તી જાણીને ધન અલ્લાદિની પ્રાર્થના કરશે તેથી શું પ્રયોજન છે?=સમ્યગ્દર્શન સ્વીકાર વડે મને શું પ્રયોજન છે ? અદષ્ટ આશયથી દષ્ટતા ત્યાગ લક્ષણ આ આત્મવંચના વડે શું પ્રયોજન છે ? એ પ્રમાણે વિચારીને આકર્ણશ્રત કરીને ગુરુના ઉપદેશને બહારથી જ માત્ર સાંભળીને તેને સ્વીકારતો નથી, છતાં તે મહાત્માના ઉપદેશને સાંભળીને તે જીવને સમ્યગ્દર્શન ઘણા ગુણવાળું છે તેવું કંઈક તેમના વચનથી જણાય છે, તોપણ ધનાદિ પ્રત્યે અત્યંત મૂચ્છ છે તેથી તેને ભય લાગે છે કે જો તે મહાત્માનાં વચન સાંભળીને હું સમ્યગ્દર્શન ઉચ્ચરાવીશ તો તે મહાત્મા મને પોતાને વશવર્તી જાણીને હંમેશાં કહેશે કે તારી પાસે આ સંપત્તિ છે તેનો સુંદર વ્યય પરમાત્માની ભક્તિમાં કર, સુસાધુની ભક્તિમાં કર ઈત્યાદિ કહીને મારા ધનનો જ વ્યય કરાવશે. તેથી ધનનાશના કારણભૂત એવા સમ્યગ્દર્શનથી મને શું પ્રયોજન છે? અર્થાત્ કોઈ પ્રયોજન નથી; કેમ કે દષ્ટ એવા ભોગોનો ત્યાગ કરીને જેનું સાક્ષાત્ કોઈ ફળ દેખાતું નથી તેવું સમ્યગ્દર્શન સ્વીકારીને આત્માને ઠગવા વડે શું? એમ વિચારીને ગુરુના ઉપદેશને હૈયામાં સ્પર્શે તે રીતે સાંભળતો નથી. પરંતુ તેની ઉપેક્ષા કરીને સમ્યગ્દર્શન સ્વીકારતો નથી. તે આકપૂર્વમાં કહ્યું કે ધનાદિમાં પરમાર્થ બુદ્ધિ હોવાને કારણે આ જીવ સમ્યગ્દર્શન સ્વીકારતો નથી તે આ, ઉદક માટે નિમંત્રિત કરાયેલા તેને= તત્વપ્રીતિકર પાણીના પાક માટે નિમંત્રિત કરાયેલા તે જીવને, તેના પાનની અનિચ્છા સમાન જાણવું=સમ્યગ્દર્શતથી અભિપ્રેત એવા તત્વના સૂક્ષ્મબોધતા ગ્રહણની અનિચ્છા સમાન જાણવું. ઉપનય :
अर्थपुरुषार्थख्यातिः ततो धर्मगुरवश्चिन्तयन्ति-कः पुनर्बोधोपायोऽस्य भविष्यति? इति ततः पर्यालोचयन्तो निजहृदये विनिश्चित्यैवं विदधते-क्वचिदवसरे तं साधूपाश्रयमागामुकमवगम्य जनान्तरोद्देशेनाग्रिमतरां प्रारभते मार्गदेशनां, यदुत-भो भो लोकाः ! विमुच्य विक्षेपान्तरमाकर्णयत यूयं, इह चत्वारः पुरुषार्था भवन्ति, तद्यथा-अर्थः कामो धर्मो मोक्षश्चेति। तत्रार्थ एव प्रधानः पुरुषार्थ इति केचिन्मन्यन्ते।