________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨પ૧ અને તેઓના પરિચયને કારણે કંઈક તત્ત્વને બતાવનાર દ્રવ્યશ્રતની પ્રાપ્તિ થાય છે. તેના કારણે ચારગતિઓના પરિભ્રમણ પ્રત્યે ભય લાગે છે. અને આત્મકલ્યાણ માટે ધર્મ કરવો જોઈએ એવો થોડો વિવેક થાય છે. તોપણ સ્પષ્ટ રીતે ધર્મ શ્રેષ્ઠ સુખનું સાક્ષાત્ કારણ છે અને તેનાથી જ સંસારમાં પણ સુખસમૃદ્ધિ મળે છે, ચિત્તની સ્વસ્થતા વધે છે અને અંતે પૂર્ણધર્મ પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્ણસુખમય અવસ્થા પ્રાપ્ત થાય છે તે પ્રકારની તત્ત્વની રુચિથી વિકલ તે જીવ છે, તેથી ધન અને ભોગની સામગ્રીમાં સુખના ઉપાયની બુદ્ધિ જતી નથી. અને જ્યાં સુખના ઉપાયની બુદ્ધિ હોય ત્યાં મૂચ્છ નિવર્તન પામે નહીં. તેથી નિઃસ્પૃહી એવા મુનિઓમાં પણ તેને શંકા થાય છે કે મને જેમ સુખના ઉપાયરૂપે ધન દેખાય છે તેમ તેઓને પણ સર્વ અનુકૂળતાઓ ધનથી જ થાય છે માટે તેઓ પણ ધનના અર્થી છે માટે મારી પાસેથી કોઈકને કોઈક પ્રસંગ નિમિત્તે ધનગ્રહણ કરશે. આ બુદ્ધિ હોવાથી જે મુનિઓ કેવલ યોગ્ય જીવને સુખની પરંપરામાં પ્રબળકારણભૂત ધર્મના પારમાર્થિક સ્વરૂપને બતાવી રહ્યા છે તે સાંભળવા માટે પણ તે બહુ યત્ન કરતો નથી. આ સ્થિતિ જીવની જોઈને તે જીવ પ્રત્યે દયાળુ સ્વભાવવાળા તે મહાત્માને અભિસન્ધિ થાય છે. અર્થાત્ અધ્યવસાય થાય છે.
શું અધ્યવસાય થાય છે ? તે બતાવે છે જે કારણથી આ જીવ વિશિષ્ટ ગુણનું ભાજન થાઓ. તે કારણથી તેઓ ક્વચિત્ સમીપવર્તી તેને જાણીને તેને સાંભળતા અવ્ય જીવને ઉદ્દેશીને સમ્યગ્દર્શન ગુણોનું વર્ણન કરે છે અને તેની દુર્લભતા બતાવે છે=સમ્યગ્દર્શન આ જીવે અનંતકાળમાં પ્રાપ્ત કર્યું નથી. તેથી આ સંસારચક્રમાં અત્યંત દુઃખી છે અને જેઓએ આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તેઓ પણ સંસારનો અંત ન કરે ત્યાં સુધી ઉત્તમ દેવભવ અને ભોગસામગ્રીથી યુક્ત મનુષ્યભવ પામે છે ત્યાં સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. તેથી રત્નચિંતામણિ કરતાં પણ અધિક ગુણવાળું સમ્યગ્દર્શન હોવા છતાં મોટાભાગના જીવો તેને પ્રાપ્ત કરી શકતા નથી. અને જેઓમાં નિર્મળદષ્ટિ પ્રગટી નથી તેઓ તેને અંગીકાર કરતા નથી. એ રીતે સમ્યગ્દર્શનની દુર્લભતાને બતાવે છે. અને સમ્યગ્દર્શનને જેઓ સ્વીકારે છે તેઓને સ્વર્ગ, અપવર્ગાદિક ફળ પ્રાપ્ત થાય છે તેમ મહાત્માઓ બતાવે છે જેઓએ પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરીને આ જ તત્વ છે શેષ અતત્વ છે અર્થાત્ સુદેવ, સુગુરુ અને સુધર્મ જ તત્ત્વ છે શેષ સર્વ અતત્વ છે તેવી સ્થિર બુદ્ધિ કરી છે તેઓને સ્વર્ગ અને અંતે મોક્ષરૂપ ફળ મળે છે તેમ બતાવે છે. અને આ લોકમાં પણ તેની સમ્યગ્દર્શનની, પરમચિરનિર્વાણની કારણતાને બતાવે છે=જેઓ દેવગુરુ અને ધર્મનું પારમાર્થિક સ્વરૂપ જેમ જેમ સૂક્ષ્મબુદ્ધિથી પર્યાલોચન કરે છે તેમ તેમ તેઓને તે સ્વરૂપ પ્રત્યે જ બદ્ધરાગ વૃદ્ધિ પામે છે જેથી ચિત્તમાં તુચ્છ પદાર્થોના થતા વિકારો શાંત-શાંતતર થાય છે એ રૂપ પરમચિત્તના નિર્વાણની કારણતા સમ્યગ્દર્શનમાં છે તેમ બતાવે છે; કેમ કે આ રીતે જ શાંત થયેલું ચિત્ત પ્રકર્ષને પામીને વીતરાગતારૂપ પરમનિર્વાણતાને પામશે. તે આ સર્વ સમ્યગ્દર્શનનું જે વિશેષ સ્વરૂપ વર્ણન કર્યું તે સર્વ, સંજાત ચૈતન્યવાળા એવા આને-પ્રતિદિન ઉપાશ્રયમાં આગમને કારણે શ્રતમાત્રનો સામાન્ય બોધ થવાથી કાંઈક વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થવા રૂપ સંજાત ચૈતન્યવાળા એવા આ જીવને, તીર્થોદક પીવાના નિમંત્રણ જેવું જાણવું તત્ત્વપ્રીતિકર પાણી