________________
૨૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
વિમલાલોક અંજન સ્વભાવથી જ આત્માને તત્ત્વનો બોધ કરાવનાર હોવાથી જેને યથાર્થ બોધ થાય છે તેનામાં આનંદ ઉત્પન્ન થાય છે. વળી, તે સમ્યજ્ઞાન આત્માને તત્ત્વનું યથાર્થ દર્શન કરાવનાર હોવાથી મોહની આકુળતાનું શમન કરનાર હોવાથી શીતલ છે અને જે જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે તે જીવોમાં સમ્યજ્ઞાન અચિંત્યગુણોને ઉત્પન્ન કરે છે. જેથી તે જીવ પૂર્વમાં તત્ત્વને અભિમુખ થયા પછી તત્ત્વથી વિમુખ પરિણામ રૂપ નષ્ટ ચેતનાવાળો હતો તેને ફરી ચેતના પ્રાપ્ત થઈ.
તેથી ચક્ષુને કંઈક ઉઘાડે છેeતત્વને અભિમુખ જોવા માટે અંતરચ કંઈક પ્રગટ થાય છે. થોડીક નેત્રની બાધા પ્રશાંત થાય છે=આત્માના હિતને અનુકૂળ તત્વને જોનારી જે દૃષ્ટિ તે રૂપ નેત્ર, તેને બાધા કરનાર જ્ઞાનાવરણીય કર્મ તે અલ્પ થવાથી કંઈક નેત્રની બાધા પ્રશાંત થાય છે. અને વિસ્મિત એવા તેના વડે તે ભિખારી વડે આ શું છે? તે પ્રમાણે વિચાર કરાયો. અર્થાત્ તે અંજનના પ્રભાવને જોઈને વિસ્મિત થયેલા તે દ્રમક વડે આ અંજન શું છે? એ પ્રકારે વિચાર કરાયું. તે અહીં પ્રસ્તુત જીવમાં, આ રીતે યોજત કરવું દષ્ટાંતમાં કહેલ કથન પ્રસ્તુત જીવમાં આગળમાં કહે છે એ રીતે યોજન કરવું, જ્યારે આ જીવ પ્રથમ ભદ્રકભાવને પામીને ભગવાનના શાસનની રુચિ કરીને, અરિહંતના બિંબોને નમસ્કાર કરીને, સાધુલોકની પર્યાપાસના કરીને, ધર્મપદાર્થની જિજ્ઞાસાને કરીને, દાનાદિ પ્રવૃત્તિ કરીને, ધર્મગ્ર આત્મ વિષયક પાત્રબુદ્ધિને ઉત્પન્ન કરીને, ફરી ક્લિષ્ટકર્મના ઉદયથી વિસ્તારવાળી ધર્મદેશનાદિ કોઈક નિમિત્તને પામીને પરિભ્રષ્ટ પરિણામવાળો થાય છે. તેથી ચૈત્યાલયમાં જતો નથી. સાધુના ઉપાશ્રયમાં આવતો નથી. જોયેલા પણ સાધુને વંદન કરતો નથી. શ્રાવકજનને આમંત્રણ આપતો નથી. સ્વઘરમાં દાનાદિ પ્રવૃત્તિનું નિવારણ કરે છે. દૂરથી જોયેલા પણ ધર્મગુરુથી પલાયન થાય છે. પાછળથી તેમના અવÍવાદાદિકને કરે છે. તેથી તેવા પ્રકારના નષ્ટવિવેક ચેતનવાળા તેને જાણીને ગુરુ સ્વબુદ્ધિરૂપી શલાકામાં તેના પ્રતિબોધતના ઉપાયરૂપ અંજનને સ્થાપન કરે છે.
પૂર્વમાં તત્ત્વજિજ્ઞાસા થયા પછી પાછળથી જીવો અનેક તત્ત્વને વિમુખ રીતે થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ બતાવ્યું તે રીતે આ જીવ પ્રથમ ભદ્રકભાવવાળો થાય છે ત્યારે ભગવાનનું શાસન ગમે છે, ધર્માનુષ્ઠાનો ગમે છે, શાસ્ત્રોના પદાર્થોને સૂક્ષ્મ જાણવાની જિજ્ઞાસાવાળો બને છે, છતાં કોઈક ક્લિષ્ટકર્મનો ઉદય હોય તો વિસ્તારથી દેશના આદિ કોઈક નિમિત્તને પામીને ધર્મથી પરિભ્રષ્ટ પરિણામવાળો થાય છે.
કેવી રીતે ગરુ સ્વબુદ્ધિરૂપી શલાકામાં તેના પ્રતિબોધતા ઉપાયરૂપ અંજનને સ્થાપત કરે છે ? તે બતાવે છે. બહિર્ભુમિ આદિમાં ક્યારેક અકસ્માત જોયેલા તેને પ્રિય ભાષણ કરે છે. હિતબુદ્ધિ બતાવે છે. આંજસભાવને બતાવે છે–પોતે કોઈક સ્પૃહા વગરના છે તે પ્રકારનો બોધ થાય તે પ્રકારે તેને બોલાવે છે. અવિપ્રતારક પ્રત્યયને–પોતે ઠગનારા નથી એવા પ્રકારના વિશ્ર્વાસને, ઉત્પન્ન કરાવે છે. પુરુષવિશેષને તે જીવની પ્રકૃતિવિશેષને અને તેના ભાવને જાણીને કહે છે. શું કહે છે? તે બતાવે છે. “હે ભદ્ર ! કેમ સાધુના ઉપાશ્રયમાં આવતો નથી ? કેમ તારા વડે આત્મહિત કરાતું નથી ? કેમ મનુષ્યભવ વિફલ કરાય છે ? કેમ શુભાશુભ વિશેષ વિચારતું નથી=આત્મા માટે શું કૃત્ય શુભ છે, શું અશુભ છે તેને વિશેષ વિચારાતુ નથી. કેમ તારા વડે પશુભાવ અનુભવાય છે ? પશુઓની જેમ