________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૪૫ આત્મહિતની ઉપેક્ષા કરીને જીવન વ્યય કરાય છે. ? અને તને આ પથ્ય છે=સેવા માટે હિતકારી છે, એ પ્રમાણે ફરી ફરી કહીએ છીએ. તે આ સર્વ શલાકામાં અંજા સ્થાપન તુલ્ય જાણવું; કેમ કે સમ્યજ્ઞાનના હેતુપણાથી=આ વચનના શ્રવણની ક્રિયા એ જીવ માટે સમ્યજ્ઞાનનો હેતુ હોવાને કારણે, કારણમાં કાર્યનો ઉપચાર કરીને શલાકા ઉપર અંજા સ્થાપન તુલ્ય છે તેમ કહેવાય છે.
પૂર્વમાં કહ્યું એ રીતે વિસ્તારથી ધર્મદેશના આદિના નિમિત્તે કોઈક જીવનો પરિણામ ધર્મથી વિમુખ થયેલો હોય તેવા જીવને કેવલ માર્ગમાં લાવવાની એક બુદ્ધિથી મહાત્મા પ્રયત્ન કરતા ક્યારેક અકસ્માત રસ્તામાં તે સન્મુખ પ્રાપ્ત થાય ત્યારે તેની સાથે તે પ્રકારનું પ્રિય ભાષણ કરે છે. જેથી કંઈક સન્મુખભાવ તે જીવમાં પ્રગટ થાય. વળી, પોતે કેવલ તેના હિત અર્થે જ ઉપદેશ આપે છે તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે રીતે તેની સાથે સંભાષણ કરે છે. અને તે મહાત્માના વચનથી તેને વિશ્વાસ પેદા થાય કે આ મહાત્મા મને ઠગવા ઇચ્છતા નથી. પરંતુ કેવલ મારા હિતબુદ્ધિથી જ મારી સાથે સંભાષણ કરે છે. અને તે સંભાષણ દ્વારા જ્યારે તે મહાત્માને જણાયકઆ જીવને અમે ઠગનારા નથી તેવો પ્રામાણિક પરિણામ થયો છે એવું જણાય, ત્યારપછી તેને કહે છે કે ઉપાશ્રય કેમ આવતો નથી ? સર્વ કથન દ્વારા ફરી તે જીવમાં તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન
વો યત્ન તે મહાત્મા કરે છે. જે બદ્ધિરૂપી શલાકા ઉપર અંજન સ્થાપન તુલ્ય છે. જેમ તે ભિખારીને તે રસોઈયાએ તેની ડોકને પકડીને અંજન યત્ન કર્યો તેના પૂર્વે શલાકા ઉપર અંજન ગ્રહણ કર્યું. તેના જેવું આ સર્વ કૃત્ય મહાત્માનું છે; કેમ કે મહાત્માઓ પોતાની નિર્મળમતિથી તે જીવની યથાર્થ પ્રકૃતિ જાણીને કઈ રીતે તે જીવ ફરી જિજ્ઞાસાવાળો થાય તેને અનુરૂપ આ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. અને આ રીતે કર્યા પછી જ્યારે તે જીવ ફરી ઉપાશ્રયમાં આવતો થાય ત્યારે તેના ચક્ષુમાં તે મહાત્મા અંજન આંજશે. તેમ આગળ સાથે સંબંધ છે.
તે આ સર્વ સાંભળીને મહાત્માએ રસ્તામાં અકસ્માત મળેલા એવા તેને જે હિતકારી વચનો કહ્યાં તે આ સર્વ સાંભળીને, ત્યારપછી આ જીવ આઠ પ્રકારના ઉત્તરોની રચના કરતો આ પ્રમાણે બોલે છે, “હે મહાત્માઓ ! હું ગાઢ અક્ષણિક છું પ્રવૃત્તિવાળો છું, તમારા સમીપમાં આવતા મારું કાર્ય સરતું નથી=મારાં ગૃહકાર્ય પૂર્ણ થતાં નથી. હિં=જે કારણથી, તિવ્યપારવાળા જીવોને નિવૃત્ત થયેલા જીવોને, ધર્મચિંતા થાય છે, વળી અન્યત્ર ગયેલા મારા જેવાનું ધન-અર્જનને છોડીને ધર્મવ્યાપારમાં ગયેલા મારા જેવાનું, કુટુમ્બાદિ સીદાય છે. ગૃહતી ઈતિકર્તવ્યતાગૃહવિષયક ઉચિત કાર્યો પ્રવર્તતાં નથી. વાણિજ્ય વહન થતું નથી, રાજસેવા પ્રાપ્ત થતી નથી. કૃષિકર્મઆદિ વિસ્તાર પામતાં નથી=સમ્યમ્ થતાં નથી. અર્થાત્ જે જીવતી જે પ્રકારની ધન-અર્જનઆદિતી પ્રવૃત્તિ હોય તેને અનુરૂપ જુદા જુદા ઉત્તરો આપીને તે જીવ સંસાધુને ધર્મપ્રવૃત્તિમાં આગ્રહથી દૂર રાખવા યત્ન કરે છે. તે આ સર્વ શિરોધૂનન કહેવાય છે જેમ એ ભિખારી અંજન આંજવા માટે નિષેધ કરે છે તેમ આ જીવ પણ ધર્મ પ્રત્યે ઉપેક્ષાવાળો થવાથી મહાત્મા પાસે આવવાની ઉપેક્ષા કરે છે.
ઉત્તમપુરૂષો શિષ્યના મોહથી, ભક્તવર્ગની આશાથી કે અન્ય કોઈ પ્રયોજનથી માર્ગમાં રહેલા તેને ઉપાશ્રય આવવાનું કહેતા નથી. પરંતુ તત્ત્વસમ્મુખ થયા પછી પણ વિમુખ થયેલો જીવ જો આત્મહિત નહીં સાધે તો દુર્ગતિમાં જશે તેથી માત્ર તે જીવની કરુણાને સામે રાખીને કહે છે.