________________
૨૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
ઉપનય :
पुनर्बाधारम्भः ततस्तद्वचनमाकर्ण्य करुणापरीतहृदयाः सद्धर्मगुरवो यास्यत्येष वराकोऽकृतपुण्यकर्मा दुर्गतिमित्यतो नोपेक्षणीय इत्यालोच्येत्थमाचक्षीरन्-वत्स ! यद्यप्येवं तथापि मदनुरोधेन क्रियतां यदहं वच्मि तद्वचनमेकं, द्रष्टव्यास्त्वयाऽहोरात्रमध्येऽवश्यंतयोपाश्रयमागत्य सकृत्साधव इति गृह्यतामभिग्रहो, नान्यदहं किञ्चिदपि भवन्तं भणिष्यामि, ततोऽसौ का गतिः प्रतिप्रवेशे पतित इत्यालोच्य तमभिग्रहं गृह्णीयात्, तदिदं सद्गुरुवचनप्रतिपत्तिकरणं प्राग्वल्लोचनाञ्जनपातनतुल्यं बोद्धव्यं ततस्तत्प्रभृति तदुपाश्रयं गच्छतः प्रतिदिनं सुसाधुसंपर्केण तेषां निष्कृत्रिमानुष्ठानदर्शनेन निःस्पृहतादिगुणानालोकयतो निजपापपरमाणुदलनेन च तस्य या विवेककला संपद्यते सा नष्टा सती चेतना पुनरागता इत्यभिधीयते, यत्तु भूयो भूयो धर्मपदार्थजिज्ञासनं तन्नयनोन्मीलनकल्पं विज्ञेयं, यस्तु प्रतिक्षणमज्ञानविलयः स नेत्ररोगबाधोपशमतुल्यो मन्तव्यः, यः पुनर्बोधसद्भावे मनाक् चित्ततोषः स विस्मयकारोऽवगन्तव्यः। ઉપનયાર્થ :
આચાર્ય ભગવંત દ્વારા દ્રમકને પુનઃ પ્રતિબોધનો આરંભ તેથી તેનું વચન સાંભળીને માર્ગમાં રહેલા તે જીવનું વચન સાંભળીને, કરુણાથી યુક્ત હદયવાળા સદ્ધર્મગુરુઓ “આ રાંકડો અકૃત પુણ્યકર્મવાળો દુર્ગતિમાં જશે એથી ઉપેક્ષા કરવા યોગ્ય નથી” એ પ્રકારે આલોચન કરીને આ પ્રમાણે કહે છે
“હે વત્સ ! જોકે આ પ્રમાણે છે તને ગૃહકાર્ય અને ધન-અર્જનાદિ કાર્ય વિશેષથી છે તેથી સમયનો અવકાશ નથી એ રીતે છે, તો પણ મારા અનુરોધથી જે હું કહું છું તે એક વચન તું કર, તારા વડે અહોરાત્રિ મધ્યે અવશ્યપણાથી ઉપાશ્રય આવીને એક વાર સાધુનાં દર્શન કરવાં જોઈએ એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર, અવ્ય હું કંઈપણ તને કહીશ નહીં, તેથી આ જીવ પ્રતિપ્રવેશમાં પતિત એવા મારી શું ગતિ છે ? એ પ્રકારે આલોચન કરીને તે અભિગ્રહને ગ્રહણ કરે છે માર્ગમાં ગુરુ સાથે ભેગો થઈ ગયેલ છું તેથી જ્યારે તેઓ આ પ્રકારનો આગ્રહ કરે છે તે વખતે તેમના વચનને સ્વીકાર્યા વગર અન્ય શું ઉપાય છે? એ પ્રમાણે વિચારીને તે અભિગ્રહને ગ્રહણ કરે છે. તે આ સદ્ગુરુના વચનનો સ્વીકાર પૂર્વની જેમ લોચનમાં અંજનના પાતન તુલ્ય જાણવું=જેમ પૂર્વમાં ક્યારેક ક્યારેક ઉપાશ્રય આવતો હતો છતાં તત્ત્વજિજ્ઞાસા વગરનો હતો અને કોઈક નિમિત્તથી તત્વને અભિમુખ થાય છે ત્યારે તેના ચક્ષમાં ભગવાનના વચનરૂપ અંજનનો પાત થયેલ અને પાછળથી નષ્ટ ચેતનાવાળો થયો તેમ ગુરુના વચનના શ્રવણથી કંઈક તેમના વચનને અભિમુખ કરવાના પરિણામવાળો થયો તે તેના ચક્ષમાં ભગવાનનું વચન કંઈક સ્પર્શે તેવી ભૂમિકા સર્જન થઈ. જેમ વંકચૂલ રાજકુમાર પલ્લીપતિ