________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૩૯ વિધિપૂર્વક ભગવાનના વચનનું પારમાર્થિક સ્વરૂપે ભાવન કરીને તે વચનોના સ્વાદને ગ્રહણ કરે છે. જેથી સમ્યગ્દર્શન નિર્મળ-નિર્મળતર થાય છે. જેમ જેમ સમ્યગ્દર્શન નિર્મળ-નિર્મળતર થાય તેમ તેમ બધા રોગો અલ્પ થાય છે અને જિનવચન વીતરાગતા સાથે કઈ રીતે પ્રતિસંધાનવાળું છે તેનો સૂક્ષ્મબોધ થવાથી તે મહાત્માને ભગવાનના વચનના પરમાર્થને ગ્રહણ કરવાને અનુકૂળ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. અને વિશેષથી તત્ત્વ પ્રત્યેની પ્રીતિ થવાને કારણે મોહનો ઉન્માદ શાંત થાય છે જે સમ્યગ્દર્શનની પરિણતિસ્વરૂપ છે.
વળી, ત્રીજું કન્યા વડે અપાતું મહાકલ્યાણક નામનું આ જ પરમાત્ત છે. વળી, સમ્ય રીતે સેવાતું આ પરમાન્ન, બધા રોગોના શમનને મૂળથી નાશ કરવા પ્રવર્તે છે. અને આત્મારૂપી દેહની પુષ્ટિનું અંગ બને છે. શુતિને વધારે છે. બળને ઉજ્જવળ કરે છે યોગમાર્ગને અનુકૂળ દઢ યત્ન કરવા માટે સમર્થ એવા બળને અતિશય કરે છે. વર્ણનો ઉત્કર્ષ કરે છે આત્માના સ્વરૂપ રૂપ વર્ણનો ઉત્કર્ષ કરે છે. મતપ્રસાદનું સંપાદન કરે છે–પરમાત્તતા ભોજનથી ભાવમલ અલ્પ થવાને કારણે મનપ્રસાદની પ્રાપ્તિ થાય છે. વયસ્તંભ કરે છે=સુંદર ભોજન વૃદ્ધપણાની પ્રાપ્તિને અટકાવે છે, તેમ પરમાત્ર આત્માના કર્મજન્ય થતા જીર્ણ સ્વરૂપને અટકાવે છે, સવીર્યતાને કરે છે=સુંદર ભોજન દેહમાં જેમ સવીર્યતાને કરે છે તેમ મહાકલ્યાણ કરનાર પરમાત્રને જેઓ સેવન કરે છે તેઓમાં મોહતાશને અનુકૂળ વીર્યબળ સંચય થવાથી પરમાત્ત સવીર્યતાને કરે છે. જિત્યને વધારે છે–સુંદર ભોજન જેમ દેહની તેજસ્વિતાને કરે છે, તેમ પરમાત્ર આત્માની અંતરંગ તેજસ્વિતાને પ્રગટ કરે છે. વધારે શું કહેવું?–પરમાત્તના ગુણોને વધારે શું કહેવું? આ પરમાન્ન, નિઃસંદેહ અજરામરત્વને સવિધાપન કરે છે સર્વકર્મરહિત એવી મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરાવે છે, તે કારણથી=મારી પાસે આ ત્રણ ઔષધો છે તેનું સ્મરણ ધર્મબોધકરને થયું તે કારણથી, આ તપસ્વીને સમ્યમ્ ઉપક્રમ કરીને આ ત્રણ ઔષધ દ્વારા વ્યાધિથી હું છોડાવું એ પ્રમાણે એમના વડે ધર્મબોધકર વડે, મનમાં સિદ્ધાંત સ્થાપન કરાયું, તે આ સર્વ=જે પ્રમાણે તે મહાસતિયુક્ત તે દ્રમક વિશે વિચાર કર્યો તે આ સર્વ, સદ્ધર્માચાર્ય પણ જીવ વિષયક સમસ્ત વિચારે છે, તે આ પ્રમાણે જ્યારે તેમના વડે સદ્ધર્માચાર્ય વડે, પ્રાણપ્રવૃત્તિના દર્શનથી=ભગવાનના શાસનને જોઈને કંઈક જિજ્ઞાસાથી તત્વને જાણવાને સન્મુખ થયેલા જીવની પ્રવૃત્તિના દર્શનથી, નિશ્ચય કરાયો, જે પ્રમાણે આ ભવ્યજીવ છે–તત્વને પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ સાધી શકે તેવી યોગ્યતાવાળો આ જીવ છે, કેવલ પ્રબળ કર્મકલાથી આકુલચિત્તવાળો સન્માર્ગથી પરિભ્રષ્ટ થયેલો છે જ્યારે સદ્ધર્માચાર્યે ચાર પ્રકારના ધર્મનું વર્ણન કર્યું ત્યારે મારી સમૃદ્ધિનો આ સદ્ધર્માચાર્ય દાનમાં વ્યય કરાવશે એ પ્રકારની પૂર્વના અનુભવતા બળથી જ્યારે તે જીવને શંકા થાય છે, ત્યારે પ્રબળકર્મકલાથી આકુલિત થયેલો એવો તે સન્માર્ગથી પરિભ્રષ્ટ થયેલો છે. ત્યારે ગુરુને આ અભિપ્રાય થાય છે. જે આ પ્રમાણે – આ રોગ સ્થાનીય કર્મજાલથી આ જીવ વળી કેવી રીતે મોક્ષ પામશે ? તત્વને અભિમુખ થયા પછી દાનધર્મને સાંભળીને ધર્મથી વિમુખ થયેલા જીવતે જોઈને તે સદ્ધર્માચાર્યને વિચાર આવે છે કે વિપર્યાસ કરાવનારા એવા આ કર્મના જાલાથી આ જીવ કેવી રીતે મોક્ષ પામશે. અને પર્યાલોચન કરતા તેના રોગના નિવારણના ઉપાયનું પર્યાલોચન કરતા, તાત્પર્યના