________________
૨૩૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
દુઈલકલ્પપણું હોવાને કારણે જે દલને દળી ન શકાય તેવું હોવાને કારણે, સદ્ધર્મચિત્તવાળા જીવોને પરિકર્મ કરવા યોગ્ય નથી=જે જીવોને ઉપદેશ દ્વારા વીતરાગતાને અભિમુખ ઘડી શકાય તેવા સુઈલકલ્પ છે અને જેઓ ઘડી શકાય તેવા નથી તેવા દઈલકલ્પ છે અને તેવું સ્વરૂપ હોવાને કારણે સદ્ધર્મચિત્તવાળા જીવોએ તેઓને ભગવાનના વચનથી ઘડવા માટે પ્રયત્ન કરવો ઉચિત નથી. તેથી આ મોહઉપહતવાળા ચિત્તમાં મારો પરિશ્રમ વિફલ છે. આ પ્રકારનો ભાવ સદ્ધર્માચાર્યને થયો અને
જ્યારે વળી, વિચાર કરતા તે રસવતી પતિ દ્વારાકતે આચાર્ય વડે, નિર્ણય કરાયો. શું નિર્ણય કરાયો ? તે “વત્તથી કહે છે - આ રાંકડાનો દોષ નથી, જે કારણથી બાહ્ય અને આંતર રોગચાળથી આ જીવ પરિવેષ્ટિત છે જેથી કરીને વેદના વિવલ કંઈ જાણતો નથી=બાહ્ય વિપરીત પ્રવૃત્તિઓ કરે છે એ રૂપ બાહ્ય રોગચાળથી પરિવેષ્ટિત છે, અંતરંગ કુવિકલ્પો કરે છે, એથી એ રૂ૫ રોગજાળથી પરિવેષ્ટિત છે જેથી કરીને વેદનાથી વિહ્વલ એવો આ જીવ તત્વના વિષયમાં કંઈ વિચારણા કરતો નથી.
બાહ્યપ્રવૃત્તિઓ કરવાની મનોવૃત્તિરૂપ રોગ લાગેલો છે અને અંતરંગ મિથ્યાત્વાદિ કષાયોનો રોગ લાગેલો છે. તેથી કરીને બાહ્યપ્રવૃત્તિઓની વ્યાકુળતા રૂપ વેદના અને અંતરંગ કષાયોની વેદનાથી વિહ્વળ થયેલો આત્માની નિરાકુળતાના સુખને જાણતો નથી.
જો વળી, આ જીવ નીરોગી થાય=બાહ્ય અને અંતરંગ રોગથી કંઈક આરોગ્યવાળો થાય, તો જે આ કદના લવના લાભથી પણ તોષ પામે છે, તે અમૃતના આસ્વાદ જેવા અપાતા એવા પરમારને કેમ ગ્રહણ ન કરે ?
જો વિપર્યાસ આપાદક રોગ જાય તો જે જીવ બાહ્ય ભોગસામગ્રીની લેશ પ્રાપ્તિમાં આનંદનો અનુભવ કરતો હોય તે અવશ્ય કષાયોના ઉપશમના કારણભૂત અમૃતના આસ્વાદ જેવા પરમાત્રને ગ્રહણ કરવા અત્યંત તત્પર થાય; કેમ કે વિવેક ચક્ષુવાળા જીવને દેખાય છે કે પરમાન્નરૂપ ઉત્તમ ધર્મના સેવનથી વર્તમાનમાં ભાવઆરોગ્યનું સુખ મળે છે અને મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બાહ્ય ભોગસામગ્રી પણ ઘણી શ્રેષ્ઠ મળે છે. તેથી બાહ્ય સામગ્રીમાં તોષવાળા અને નિર્મળદૃષ્ટિવાળા જીવો ઉત્તમધર્મને ગ્રહણ કરવા માટે અવશ્ય અત્યંત તત્પર હોય છે.
તે આ પૂર્વમાં જે કથાનકમાં કહ્યું તે આ, પર્યાલોચન કરતા એવા આચાર્યના પણ મનમાં વર્તે છે. શું વર્તે છે? તે ‘કુરથી સ્પષ્ટ કરે છે – આ જીવ વિષયોમાં જે ગૃદ્ધિ પામે છે, કુમાર્ગ વડે જાય છે. અપાતા પણ સઉપદેશને ગ્રહણ કરતો નથી. અર્થાત્ વિવેકસંપન્ન ગુરુદ્વારા ક્લેશનાશ કરનાર અને ગુણવૃદ્ધિ કરનાર એવા માર્ગાનુસારી અપાતા ઉપદેશને જીવ ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરતો નથી આ જીવતો એ દોષ નથી. તો શું છે ? એથી કહે છે મિથ્યાત્વાદિ ભાવરોગોનો દોષ છે અર્થાત્ બાહ્યપદાર્થોમાં સુખ નથી, કષાયોની અવાકુળતામાં સુખ છે તે જોવામાં બાધક વિપર્યાયબુદ્ધિ રૂપ મિથ્યાત્વાદિ ભાવોરોગોનો દોષ છે. તેઓથી–મિથ્યાત્વાદિ ભાવ રોગોથી, વિસંસ્થલચેતતાવાળો આ