________________
૨૩૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
सद्गुरोश्चिन्ता यथा च तेन महानसनियुक्तकेन तत्तथाभूतमसंभाव्यं व्यतिकरमवलोक्य चिन्तितं यदुत-किं पुनरेष रोरो दीयमानमादरेणेदं परमानं न गृह्णाति, नूनमयमस्य पापोपहतात्मतया न योग्य इति तदत्रापि तुल्यं विज्ञेयं, तथाहि-सद्गुरूणामपि तं तथाविधं विस्तरधर्मोपदेशनयाऽन्यथा वा विनष्टभद्रकभावं विपरीतचारिणं जीवमुपलभ्य भवत्येवम्भूतो भावो यदुत-न भाजनमेषोऽकल्याणभाजनतया भगवद्धर्मस्य, नोचितः कुगतिगामितया सुगतिगमनस्य, न परिकर्मणीयो दुर्दलकल्पतया सद्धर्मचेतसां, ततोऽत्र मोहोपहतचेतसि विफलो मे परिश्रम इति यथा च पुनर्विमृशता तेन रसवतीपतिना निश्चितं यदुत-नास्य वराकस्यायं दोषः, यतो बहिरन्तश्चायं रोगजालेन परिवेष्टित इति कृत्वा वेदनाविह्वलो न किञ्चिच्चेतयते, यदि पुनरेष नीरोगः स्यात् ततो योऽयं कदन्नलवलाभेनापि तुष्यति सोऽमृतास्वादमे-तत्परमानं दीयमानं कथं न गृह्णीयादिति तदेतदाचार्यस्यापि पर्यालोचयतो मनसि वर्त्तत एवेति, यदुत-यदेष जीवो गृध्यति विषयादिषु, गच्छति कुमार्गेण, नादत्ते दीयमानं सदुपदेशं, नैषोऽस्य वराकस्य दोषः, किं तर्हि ? मिथ्यात्वादीनां भावरोगाणां, तैर्विसंस्थुलचेतनोऽयं न किञ्चिज्जानीते, यदि पुनरेष तद्विकलः स्यात् तत्कथमात्मनो हितं विमुच्याऽऽत्माऽहिते प्रवर्तेत।
સગુરુની ચિંતા અને જે પ્રમાણે તે મહાનસનિયુક્ત વડે તે તેવા પ્રકારનો અસંભાવ્ય વ્યતિકરને જોઈને=ભૂખ્યા એવા તે રાંકડાને, તથા નામની પુત્રી ઉત્તમ ભોજન આપવાનું કહે છે ત્યારે તે શંકડો ભોજન ગ્રહણ કરવાને બદલે કાષ્ઠના ખીલાની જેમ ત્યાં જ ઊભો રહે છે તે તેવા પ્રકારના અસંભાવ્ય વ્યતિકરતે જોઈને, વિચારાયું. શું વિચારાયું? તે “દુતથી બતાવે છે – આદરથી અપાતું આ પરમાત્ત કેમ વળી આ રાંકડો ગ્રહણ કરતો નથી ? ખરેખર આ=આ જીવ, પાપ ઉપહત સ્વરૂપ હોવાને કારણે આને= પરમાત્રને, યોગ્ય નથી તે=કથાનકમાં મહાસે વિચાર્યું એમ જે કહેવાયું છે, અહીં પણ જીવતા વિષયમાં પણ, તુલ્ય જાણવું. તે આ પ્રમાણે સદ્દગુરુઓને પણ વિસ્તારથી ધર્મદેશના વડે કે અવ્યથા વિકષ્ટભદ્રકભાવવાળા તથાવિધિ એવા તે વિપરીત આચરણ કરનારા જીવને પ્રાપ્ત કરીને આવા પ્રકારનો ભાવ થાય છે. શું ભાવ થાય છે ? તે “વહુતીથી બતાવે છે – આ=આ જીવ, અકલ્યાણનું ભાજનપણું હોવાને કારણે ભગવાનના ધર્મનું ભાજન નથી=ભગવાને બતાવેલ ધર્મ પરિણમન પામે તેવી યોગ્યતાવાળો નથી. કુગતિગામીપણું હોવાને કારણે સુગતિના ગમનને ઉચિત નથી=જ્યારે જીવ યોગ્ય ઉપદેશક દ્વારા તત્વને બોધ કરાવવા માટે યત્ન કરાવાય છે, ત્યારે પણ તત્વના પરમાર્થને જાણવા માટે જે જીવ યત્ન કરતો નથી, પરંતુ સ્વવિકલ્પથી ધર્માચાર્ય વિષયક કુવિકલ્પો કરે છે તે જીવો કુગતિગામિક હોવાને કારણે સંસારના ઉચ્છેદના કારણભૂત એવા સુગતિ ગમતને યોગ્ય નથી.