________________
૨૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
સદ્ધર્મનિરતજનોની અવગણના કરે છે પૂર્વમાં ધર્મમાં રક્ત જનોને જોઈને જે પ્રીતિ થતી હતી તેના બદલે તેના પ્રત્યે ઉપેક્ષાનો ભાવ થાય છે; કેમ કે ધર્મની પ્રવૃત્તિ જ સારરૂપ છે કે નહીં તેમાં શંકિત માનસવાળો છે. નિર્વિચારક લોકને બહુ માને છે=જગતમાં તત્ત્વની વ્યવસ્થાને છોડીને મૂઢની જેમ ભોગવિલાસમાં રક્ત એવા લોકો જ વિચારક છે તેમ માને છે. પૂર્વમાં પ્રવૃત્ત સત્કર્તવ્યલેશનો પ્રસાદ કરે છે ચાર પ્રકારના ધર્મ વખતે દાનધર્મનું વર્ણન કર્યું તેના પૂર્વે સુસાધુ પાસે આવીને ધર્મશ્રવણ માટે જે યત્ન કરતો હતો, પોતાની ભૂમિકાનુસાર સદ્ધર્મની પ્રવૃત્તિ લેશ કરતો હતો, તે કરવા પ્રત્યે તે જીવ પ્રમાદવાળો થાય છે. ભદ્રકભાવનો ત્યાગ કરે છે પૂર્વમાં ધર્મશ્રવણથી તત્ત્વને અભિમુખ થયેલો જે ભદ્રકભાવ હતો તેનો ત્યાગ કરે છે, વિષયોમાં અત્યંત રાગ કરે છે, તેના વિષયોના, સાધન એવા ધત-કનકાદિને તત્વબુદ્ધિથી જુએ છે ધન, સુવર્ણાદિ સુખનાં સાધનો છે તે પ્રકારે જુએ છે. તે પ્રકારના ઉપદેશ આપતા ગુરુનેત્રદાન, શીલાદિ ધર્મના સ્વરૂપને બતાવતા ગુરુને, વંચકબુદ્ધિથી ગ્રહણ કરે છે ઠગનારા છે એ પ્રકારની બુદ્ધિથી ગ્રહણ કરે છે. તેમના વચનને સાંભળતો નથી. ધર્મના અવર્ણવાદને બોલે છે અર્થાત્ ધર્મ લોકોને ઠગીને નિરર્થક કૃત્યમાં ધનના વ્યય સ્વરૂપ છે એ પ્રકારે બોલે છે. ધર્મગુરુઓના મર્મસ્થાનને પ્રગટ કરે છે તેમની કોઈક આચરણા પોતે જોયેલી હોય તો આચરણાને સ્વબુદ્ધિથી યોજત કરીને તેઓની હીનતા દેખાય તે રીતે લોકોની આગળ કહે છે. ફૂટવાદ દ્વારા વિરુદ્ધ કરે છે=ધર્મનાં અનુષ્ઠાનો ફૂટવાદ દ્વારા યથા તથા સેવે છે, પદે પદે સ્થાને સ્થાને, ગુરુ વડે નિરાકરણ કરાય છે–તેની અનુચિત પ્રવૃત્તિ જોઈને ગુરુ દરેક સ્થાને તેને સમજાવે છે કે આ રીતે કરવું ઉચિત નથી. તેથી આ જીવ વિચારે છે – સુરચિત ગ્રંથના વિસ્તારવાળા આ સાધુઓ મારા જેવા વડે નિરાકરણ કરવા શક્ય નથી. તેથી ખોટા વિકલ્પ જાળ વડે ઠગીને માયાવીપણાથી આગ સાધુઓ, મને પોતાનું ભક્ષ્યસ્થાન કરશે, આથી દૂરથી જ મારા વડે આ વર્જનીય છે, સ્વગૃહથી વારણીય છે ગોચરી આદિ અર્થે આવેલા હોય ત્યારે તેમને વારણ કરવા જોઈએ. જોયેલા પણ તેમની સાથે સંભાષણ કરવું જોઈએ નહીં. તેમનું નામ પણ સાંભળવું જોઈએ નહીં. આ પ્રમાણે કદત્ત જેવા ધન, વિષય, કલત્રાદિમાં મૂચ્છિત હૃદયવાળો આ જીવ તેના સંરક્ષણમાં પ્રવણ ધનના રક્ષણાદિમાં તત્પર, મહામોહને વશ થયેલો, સઉપદેશ દેનારા ગુરુઓને વંચકપણાથી કલ્પના કરતો, રૌદ્રધ્યાનને પૂરે છે. તેથી નષ્ટવિવેકચેતનાવાળો તે સદ્ધર્માચાર્યો વડે ઊધ્વકારવાળા ખોદાયેલા કાષ્ઠના ખીલા જેવો દેખાય છે. અને આથી જ તેમના સંબંધી દયા વડે સદ્ધર્માચાર્યના સંબંધી દયા વડે, ત્યારે સુંદર પરમાત્ર જેવા અપાતા સઅનુષ્ઠાતના ઉપદેશને વરાક એવો જીવ જાણતો નથી. અને આનાથી તત્ત્વને અભિમુખ થયેલો પણ જીવ કોઈક નિમિત્તથી કાષ્ઠખીલાની જેમ મૂઢ જેવો દેખાય છે એનાથી અન્ય વિવેકપુરુષોને અત્યંત વિસ્મયકર નથી. જે કારણથી મહારકતા ગર્તના પાતનો હેતુ એવા ધનવિષયાદિમાં વૃદ્ધસ્વરૂપવાળો આ જીવ સદ્ગુરુની દયાથી અપાતું અનંત સુખરૂપ મોક્ષના આક્ષેપતા કારણ એવા સઅનુષ્ઠાનની અવગણના કરે છે. એનાથી અન્ય વિવેકીજીવોને અત્યંત વિસ્મયકર નથી એમ અવય છે.