________________
૨૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
નથી ક્રોડો રૂપિયા ધર્મમાં ખર્ચતારા એવા ઉદાર પરમેશ્વર અને સંપત્તિ હોવા છતાં ધન ખરચવામાં કૃપણ એવા મનુષ્યોમાં ઉદાર પ્રત્યે આદર અને કૃપણ પ્રત્યે અનાદર કરતા નથી. આ લોકોના ચિત્તમાં મહાત્માઓના ચિત્તમાં, પરમેશ્વર્ય બાહ્ય વૈભવ, દારિત્ર્યની સાથે સમાન વર્તે છે, મહારત્નના ઢગલાઓ જરઠપાષાણના સમૂહ જેવા ભાસે છે. ઉત્તપ્ત=દેદીપ્યમાન, સુવર્ણતા કૂટો ઢેફાના સમૂહની સદશ વર્તે છે. હિરણ્યતા સમૂહો ચાંદીના સમૂહો, ધૂલના પુંજની સરખા તેઓના ચિત્તમાં વર્તે છે. ધાન્યનો સમૂહ ક્ષારરાશિના જેવો તેઓના ચિત્તમાં વર્તે છે. ચતુષ્પદ, કુપ્યાદિ=ગાય તાંબુ વગેરે, નિઃસાર કચરાથી તુલ્ય તેઓના ચિતમાં વર્તે છે. જીતી લીધું છે રતિના રૂપને એવી પણ સુંદર સ્ત્રીઓ સાથે જીર્ણ તથા કાષ્ઠના સ્તંભોનો વિશેષ નથી=સુંદર સ્ત્રીઓ પણ પુદ્ગલોના સમૂહ સ્વરૂપ છે અને જીર્ણ થયેલા કાષ્ઠના સ્તંભો પણ પુદ્ગલોના સમૂહ સ્વરૂપ છે એ સ્વરૂપે જેઓને બધું સમાન દેખાય છે. તેથી લેશ પણ કોઈ પ્રકારના બાહ્ય વૈભવને ઈચ્છતા નથી એવા ઉપદેશકનું સ્વરૂપ આ જીવ જાણતો નથી. અને આ પ્રમાણે સ્થિત હોતે છતે ધર્માચાર્ય તત્ત્વના ભાવનને કારણે જગતના સર્વ ભાવો પ્રત્યે સમાનભાવવાળા છે એ પ્રકારે સ્થિત હોતે છતે, સઉપદેશદાનમાં પ્રવર્તમાન એવા આમને=ધર્માચાર્યોને, પરહિતકરણ એક વ્યસવિતાને છોડીને યોગ્ય જીવોને તત્વમાર્ગની પ્રાપ્તિ થાય એ રૂપ પરહિત કરવાના એક સ્વભાવતાને છોડીને, અન્ય કારણ ઉપલબ્ધ થતું નથી=સદ્ઉપદેશ દાનમાં અન્ય કોઈ કારણ ઉપલબ્ધ થતું નથી, જે કારણથી સ્વાધ્યાય ધ્યાન, તપ અને ચારિત્ર કરણાદિ રૂપ દ્વારાંતથી જ ઉપદેશ વગર અન્ય દ્વારોથી જ, સ્વાર્થસંપાદન પણ=ધર્માચાર્યને પોતાના આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવા રૂપ સ્વાર્થસંપાદન પણ, પરમાર્થથી થાય જ છે. તેના માટે પણ પોતાના સ્વાર્થસંપાદન માટે પણ, આમને ધર્માચાર્યને આમાં સઉપદેશ દાનમાં, પ્રવૃત્તિ નથી. લાભારિરૂપ શેષ આકાંક્ષા દુરાપાસ્ત અવકાશવાળી છે.
ધર્માચાર્યો તત્ત્વને જોનારા હોવાથી તેઓને કર્મોનો નાશ કરવો એ જ એક સ્વાર્થ દેખાય છે અને તેનું સંપાદન પણ ઉપદેશની પ્રવૃત્તિ વગર સ્વાધ્યાયાદિથી તેઓ પ્રાપ્ત કરી શકે એમ છે તેથી પોતાના કલ્યાણ માટે પણ તેઓની ઉપદેશમાં પ્રવૃત્તિ નથી. તેથી દાનધર્મનું વર્ણન કરીને પોતાને ધનાદિનો લાભ થશે, તેવા પ્રકારની લાભાદિની આકાંક્ષા તેઓને થાય તે તદ્દન અસંભવિત છે.
અને આ=ધર્માચાર્ય આવા ઉત્તમચિતવાળા છે એ, આધ્યથી અન્ધીભૂત બુદ્ધિવાળો આ જીવ જાણતો નથી=જેમ સંસારી જીવો કોઈના ગુસ્સાને જોઈને આ ક્રોધી છે તેમ જાણી શકે છે તેમ ધર્માચાર્યના સંવેગપૂર્વકનાં વચનોના બળથી ધર્માચાર્યોના નિઃસ્પૃહચિત્તનો બોધ થઈ શકે છે છતાં સંવેગપૂર્વક ધર્માચાર્યોનાં વચનોથી તેમના ચિત્તને જાણવા માટે અંધાપો વર્તી રહ્યો છે તેવી બુદ્ધિવાળો કોઈક રીતે માર્ગ અભિમુખ થયેલો છતાં પૂર્વના કુત્સિત અનુભવોના બળથી હિતકારી ધર્માચાર્યના વિષયમાં પણ કુવિકલ્પો કરનાર આ શંકડો ધર્માચાર્યના ઉત્તમચિત્તને જાણતો નથી. તેથી આવ્યથી અંધીભૂતબુદ્ધિવાળો આ જીવ ધર્માચાર્યને જાણતો નથી તેથી, અવગત સદ્ગુરુના ઉદાર આશયવાળો આ જીવ અત્યંત તુચ્છ સ્વચિરની દુષ્ટતાને કારણે, અનુમાનથી તેમનું ચિત્ત પણ મહામોહના વશથી