________________
૨૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ नास्त्यत्र सन्देहः, ततो मयाऽधुनाऽनेन श्रमणेन प्रारब्धेन सता किं विधेयमित्यालोचयामि, किमदत्तप्रतिवचनः समुत्थाय गच्छामि? उत नास्त्येव धर्मानुष्ठानकरणे मम शक्तिरिति दीपयामि? आहोस्विच्चौरहरणादिभिः प्रलीनं मे द्रव्यजातं नास्त्येवाधुना किञ्चिद्यत् दीयते पात्रेभ्य इत्येवं प्रत्युत्तरयामि? उताहो न कार्यं मे तावकधर्मानुष्ठानेन न पुनर्मां किञ्चिद् भवता कथनीयमित्येवमेनं श्रमणं निराकरोमि? किं वा अकाण्डकथनजनितक्रोधसूचिकां भृकुटी जनयामीति? न जाने कथमेष श्रमणो मद्वञ्चनप्रवणमना निवास्माद् दुरध्यवसायान्मम मोक्षं दास्यति? इति ।
ઉપનયાર્થ :
મિથ્યાદષ્ટિત્વના વિકલ્પો તે કારણથી-આ શ્રમણ મને અત્યંત આદરથી બોલાવે છે તે કારણથી, અહીં આ શ્રમણના ઉપદેશની પ્રવૃત્તિમાં, તત્ત્વ આઆગળમાં બતાવે છે એ છે. ત્યાં સુધી આ સાધુઓ સુંદર છે જ્યાં સુધી પ્રાપ્ત થતા નથી પોતાને તેઓનો પરિચય થતો નથી, અને જ્યાં સુધી આમ શ્રમણોને, વશવર્તી અમારા વડે થવાતું નથી, ત્યાં સુધી આ સાધુઓ સુંદર છે. વળી, વશવર્તી મુગ્ધજનને શ્રદ્ધાળુ જાણીને આ શ્રોતા પોતાનામાં શ્રદ્ધાળુ છે એ પ્રમાણે જાણીને, આ સાધુઓ જુદા જુદા પ્રકારના વચનની રચનાથી ઠગીને મારું સર્વસ્વ હરણ કરે છે. આમાં-આ સાધુઓ મારું ધત અપહરણ કરે છે એમાં, સંદેહ નથી. તેથી હવે આ શ્રમણો વડે પ્રારંભ કરાય છd=મને ઠગવાનો પ્રારંભ કરાયે છતે, મારા વડે શું કરવું જોઈએ એ પ્રમાણે આલોચન કરે છે. અને વિચારે છે કે શું ઉત્તર આપ્યા વગરનો એવો હું ઊઠીને ચાલ્યો જાઉં? અથવા ધર્માનુષ્ઠાન કરવામાં મારી શક્તિ નથી જ એ પ્રમાણે પ્રગટ કરું? અથવા ચોરહરણાદિ દ્વારા મારું ધન નાશ પામેલું છે. હમણાં કંઈ નથી જે પાત્રને આપી શકાય એ પ્રમાણે હું પ્રત્યુત્તર આપું? અથવા મને તમારા ધર્માનુષ્ઠાન વડે કામ નથી. વળી, મને તમારા વડે કંઈ કથતીય નથી. એ પ્રમાણે આ સાધુને હું નિરાકરણ કરું. એ પ્રમાણે ધર્મને અભિમુખ થયેલો જીવ કોઈક રીતે વિપરીત બુદ્ધિ હોવાથી મનમાં વિચારે છે. અથવા શું હું અકાંડ જ કથતજવિત ક્રોધને સૂચવનારી ભૃકુટીને બતાવું?
હું ધર્મ સાંભળવા આવ્યો છું તે વખતે દાન આપવાનું કથન અપ્રસ્તુત છે. તેનાથી જનિત ક્રોધને સૂચવનાર એવી ભ્રકુટી મહાત્માને બતાવું.
મને ઠગવામાં તત્પર મનવાળા એવા આ શ્રમણ દુરધ્યવસાયથી તિવર્તન પામીને મારા પાસેથી ધન વ્યય કરાવવા રૂપ દુરધ્યવસાયથી તિવર્તન પામીને, કેવી રીતે મને મોક્ષ આપશે એ હું જાણતો નથી.
આ પ્રકારે જુદા જુદા જીવો જુદા જુદા વિકલ્પો કરીને દાનધર્મ સાંભળીને તે મહાત્માથી દૂર રહેવાનો સંકલ્પ કરે છે.