________________
૨૨૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ભાજનમાં રહેલું ભોજન હું ખાઈ લઉં? અથવા મને ભિક્ષા વડે કામ નથી ? એ પ્રમાણે પ્રતિષેધ કરીને પદ-પગલું પણ હું ચાલું નહીં, ભિક્ષા ગ્રહણ કરવાને માટે સન્મુખ જાઉ નહીં ? અથવા આ પુરુષને ઠગીને સત્વર ક્યાંક પ્રવેશ કરું ? કઈ રીતે કરતાં મને આનાથી મોક્ષ થશે ? એ પ્રમાણે હું જાણતો નથી. જ્યાં સુધી આ પ્રમાણે ચિંતવન કરતો વિકલ્પમાલાથી આકુલચિત્તવાળો એ ભિખારી ચિંતવન કરે છે. ત્યાં સુધી તેને પ્રબળ ભય પ્રવર્તે છે. તૃષ્ણા વૃદ્ધિ પામે છે. હદય શોષ પામે છે. અંતર આત્મા વિહ્વળ થાય છે=પોતાની ભિક્ષા આ મહાત્મા ગ્રહણ કરશે એવા ભયથી વિહ્વળ થાય છે. મૂચ્છના અતિરેકને કારણે અભિભૂત થયેલા ચિત્તવૃત્તિથી સંરક્ષણાનુબંધી મહારૌદ્રધ્યાન પ્રાદુર્ભાવ થાય છે. વિરુદ્ધ કરણગ્રામ પ્રસરવાળો છે=ઈન્દ્રિયોનો સમૂહ વિરોધ પામ્યો, બે ચક્ષુઓ બંધ કરે છે. ચેતના નાશ પામીતત્વને જાણવાને અભિમુખ ચેતના નાશ પામી, હું ક્યાં લઈ જવાયો છું તે જાણતો નથી અથવા ક્યાં હું રહેલો છું તે જાણતો નથી. કેવલ ખોસાયેલા ખીલા જેવો ઊડ્વકાર તે દ્રમક રહેલો છે. વળી, તે તદયા ધર્માચાર્યની દયા, આ ભોજન ગ્રહણ કર એ પ્રમાણે વારંવાર સમાકુલ થયેલી દ્રમુકને ભિક્ષા આપવા માટે તત્પર થયેલી, બોલતી હતી, તોપણ તે નિપુણ્યક એવો દ્રમક સર્વરોગ કરનાર તુચ્છ જે પોતાનું કદશન=બાહ્યસમૃદ્ધિ રૂપ અશન, તેના સંરક્ષણ અનુબંધને કારણે નષ્ટ આત્મા તત્વની વિચારણા કરવા માટે જડ એવો તે આત્મા, વરાક સમસ્ત રોગના હરણને માટે અમૃતના આસ્વાદન જેવા પરમાણના દાન માટે બોલાવતી તે કન્યાને ધર્માચાર્યની તદ્દયા નામની કન્યાને જાણતો નથી. તે આ સમસ્ત જીવમાં પણ સમાન જાણવું.
ધર્મને સાંભળવા માટે સન્મુખ થયેલો જીવ ધર્માચાર્યની યુક્તિયુક્ત વાત સાંભળીને કંઈક સન્મુખભાવવાળો થાય છે. ત્યારપછી ધર્માચાર્ય ધર્મ જ પિતાતુલ્ય છે, માતાતુલ્ય છે, ઇત્યાદિ કહીને ધર્મના પરમાર્થને જાણવા માટે તે અભિમુખ થાય એ પ્રકારે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ તે જીવને બતાવે છે. તે સાંભળીને ધર્મને અત્યંત અભિમુખ થયેલ તે જીવને જાણીને ધર્માચાર્ય જ્યારે દાન-શીલાદિ ચાર પ્રકારનો ધર્મ કહે છે ત્યારે તેને ભય થાય છે કે મારી પાસે વિપુલ ધન છે માટે આ ધર્માચાર્ય આ રીતે દાનધર્મનો ઉપદેશ આપીને મારું ભરાયેલું પાત્ર છે તેમાંથી રહેલ ભોજનને ઝૂંટવી લેશે. વસ્તતુ: ધર્માચાર્યને ધન, ભોગ, સંપત્તિ વગેરે કદન્ન તુલ્ય ભાસે છે તેથી, વિવેકી ધર્માચાર્ય ક્યારેય પણ તેના તુચ્છ ધનની ઇચ્છા કરતા નથી. પરંતુ જે ધન તે જીવને રાગાદિની વૃદ્ધિ કરીને ભાવરોગની વૃદ્ધિને કરનારું છે તેથી કદન્ન છે, તેનો ત્યાગ કરાવીને તેની પાસે રહેલ જે સંપત્તિ છે તેના દ્વારા તીર્થકરો આદિ ગુણવાન પુરુષોની ભક્તિ કરીને રાગાદિ ક્ષીણ કરે તેવા જ માત્ર આશયથી વિવેકપૂર્વક દાનધર્મનું મહત્ત્વ બતાવે છે. આથી જ સુવિહિતસાધુ તું આ દાન કર ઇત્યાદિ સાક્ષાત્ કહે નહીં એટલું જ નહીં પણ સંસારી જીવો પ્રસ્તુત ધર્મક્ષેત્રમાં દાન કરે તેવો અભિલાષ માત્ર પણ કરે નહીં. પરંતુ એ અભિલાષ કરે કે આ ધનથી રોગવૃદ્ધિને કરીને આ જીવ દુરંત સંસારમાં ભટકશે માટે તેના જે ભાવરોગના નાશના ઉપાયરૂપે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ છે. તેનું સ્વરૂપ સાંભળીને શ્રોતા સ્વતઃ ભાવરોગના નાશના ઉપાયરૂપે વિવેકપૂર્વકના દાનાદિમાં પ્રવર્તે તે આશયથી જ ઉપદેશ આપે છે. પરંતુ ધન પ્રત્યેની મૂર્છાને કારણે અને તે પ્રકારના અન્યદર્શનના સંન્યાસીઓના કે ભગવાનના શાસનમાં રહેલા પાસત્યાદિ સાધુઓના દાન માટેના ઉપદેશના દર્શનને કારણે જીવ સ્વભાવે સુસાધુ માટે પણ તે પ્રકારની શંકા કરે છે