________________
૨૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના પણ કષાયની અનાકુળતાનું સુખ પાપપ્રકૃતિઓના તિરોધાતજવ્ય સુખ પુણ્યપ્રકૃતિઓના ઉદીરણાકૃત સુખ પ્રાપ્ત થશે અને ઉત્તમ ધર્મના બળથી બંધાયેલું પુણ્ય ધર્મને કારણે પરલોકમાં પણ કલ્યાણની પ્રાપ્તિ થશે તે કારણથી, આના દ્વારા=ગ્રંથકારશ્રી દ્વારા, કથાનકમાં જે તે કહેવાયેલું હતું, શું કહેવાયેલું હતું ? તે “રા'થી બતાવે છે – “મહાતસનિયુક્ત તે રાંકડાને બોલાવીને ભિક્ષાચરના ઉચિત ભૂમિભાગમાં સ્થાપ્યો, ત્યારપછી તેને ભિક્ષા દેવા માટે પરિજનને આદેશ કર્યો, ત્યારપછી તેમની થા=સુગુરુની દયા, નામની પુત્રી છે તે અતિસુંદર એવા પરમાણને ગ્રહણ કરીને ત્વરાથી તેના દાન માટે ઉપસ્થિત રહી. એ પ્રમાણે કથાનકમાં કહેવાયું તે સર્વ યોજિત જાણવું-પૂર્વના કથનથી યોજન કરાયેલું જાણવું.
કથામાં કહેવાયેલા ભિખારીને ઉચિત સ્થાનમાં બેસાડીને તે રસોઈયાએ પોતાના પરિજનને આદેશ આપ્યો તેનાથી એ પ્રાપ્ત થાય કે ગુણવાન ગુરુએ સંસારના વાસ્તવિક સ્વરૂપને બતાવીને ધર્મ જ તેના કલ્યાણનું એક કારણ છે તે માતા-પિતાદિની ઉપમા દ્વારા જે બતાવ્યું તેનાથી તે જીવને પરમાન્નને આપવા અનુકૂળ ઉચિતભૂમિમાં સ્થાપન કર્યો. અને ગુરુમાં શિષ્ય કરવાની લાલસા કે, પર્ષદા કરવાની લાલસા ન હતી. પરંતુ ભગવાનના વચનથી અત્યંત ભાવિત હોવાને કારણે જેમ દુરંત સંસારથી પોતાના આત્માને કાઢવા માટે ઇચ્છે છે તેમ જે જીવો ભગવાનના શાસનને સ્પર્શી શકે તેવા છે તે જીવોને કઈ રીતે તેમનો નિસાર થાય તે પ્રકારે બોધ કરાવવા અર્થે દાન-શીલ-તપાદિનું જે વર્ણન કરે છે તે તેમને પરમાત્ર આપવા માટે ઉપસ્થિત થયેલ છે અર્થાત્ ગુરુની દયા તે રાંકડાને પરમાન્ન આપીને સમૃદ્ધ કરવા તત્પર થયેલ છે. પરંતુ અન્ય કોઈ તુચ્છફળની આશંસાથી ગુરુ તેને ધર્મ સમજાવવા માટે ઉપસ્થિત થયેલ નથી. આ પ્રમાણે પૂર્વમાં યોજિત જાણવું.
વળી, તે યોજન જ ‘તથાદિ'થી સ્પષ્ટ કરે છે. અહીં પૂર્વના કથનમાં, ધર્મગુણનું વર્ણન જીવને ભિક્ષા આપવા માટે બોલાવવા જેવું જાણવું. તેના ચિત્તનો આક્ષેપ ધર્મગુણોના વર્ણનથી તેના ચિત્તનો આક્ષેપ, ભિક્ષાચર ઉચિત ભૂમિભાગ સ્થાપન તુલ્ય જાણવું. અને ધર્મભેદનું વર્ણન પરિજનના આદેશ સમાન જાણવું દાનાદિ ચાર પ્રકારના ધર્મભેદનું વર્ણન એ ગુરુના પરિજનરૂ૫ દયાને પરમાત્ર આપવાના આદેશ કરવા તુલ્ય જાણવું અને તે ગુરુની જીવ ઉપર જે કૃપા=આ જીવ ભગવાનના શાસનના પરમાર્થને પામીને શીધ્ર સંસારના પારને પામે એવા આશયરૂપ કૃપા, તે જ તયા નામની પુત્રી જાણવી. ચાર પ્રકારના ધર્માનુષ્ઠાનનું કરાવવું જીવની યોગ્યતા અનુસાર તે ચાર પ્રકારના ધર્મનું અનુષ્ઠાન વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે વિવેકપૂર્વક કરાવવું, તે સુંદર પરમાત્ર ગ્રહણ કરાવવા સમાન જાણવું અને સદ્ધર્માચાર્યની અનુકંપાથી જ જીવ પ્રત્યે તે ધર્મઅનુષ્ઠાન કરાવવારૂપ પરમાણ, ઉપઢોકત કરાવે છે તદ્દયા વડે જીવને અપાવાય છે. અપર હેતુ નથી=સદ્ધર્માચાર્યની અનુકંપાથી અપર હેતુ નથી. એ પ્રમાણે જાણવું.