________________
૧૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
તથા પ્રકારના ઘણા ભવોના અભ્યાસને કારણે વેદના ઉદયથી વિકાર થાય છે ત્યારે તે પ્રકારની પ્રવૃત્તિ કરવાનો ઉલ્લાસ પણ થાય છે. તોપણ સંસારી અન્ય જીવોની જેમ સમ્યગ્દષ્ટિ જીવોને તેમાં સાર બુદ્ધિ ક્યારેય થતી નથી. આથી જ, ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચારેય ગતિમાં રહેલા શ્રાવકો ભાવથી સર્વજ્ઞ શાસનને છોડીને અન્ય કંઈ જોતા નથી; કેમ કે તેમને સર્વશનું શાસન એકાંત જીવનું હિત કરનાર છે તેવું દેખાય છે. અન્ય સર્વ જીવની વિહ્વળતા સ્વરૂપ દેખાય છે. આથી જ, જ્યારે જ્યારે વિકારોના ઉપદ્રવો થાય છે ત્યારે ત્યારે વિવેકપૂર્વક તેને શાંત કરવા યત્ન કરે છે અને ભગવાનનાં વચનોને સાંભળે છે, જાણવા યત્ન કરે છે અને તેના પ્રત્યે અત્યંત રુચિને ધારણ કરે છે. આ સર્વ ભાવો નારકીમાં પણ સર્વકાળમાં અવશ્ય હોય છે અને પશુઓમાં પણ સમ્યક્ત કે દેશવિરતિ ભાવથી પ્રાપ્ત થયેલ હોય ત્યારે અવશ્ય હોય છે. તેથી જેઓને આત્મસાક્ષીએ ભગવાનનું શાસન સર્વ કલ્યાણનું કારણ છે તેમ જણાતું હોય તેઓને ભગવાનના શાસનમાં ભાવથી વર્તનારા તીર્થકરો, ભાવાચાર્યો, પરમાર્થને જાણનારા ઉપાધ્યાયો આદિ સર્વ પ્રત્યે સદા અત્યંત ભક્તિ વર્તે છે. આથી જ, ચારેય ગતિમાં રહેલા સમ્યગ્દષ્ટિથી માંડીને આચાર્ય સુધીના સર્વ જીવો એક મહાકુટુંબિક જેવા પરસ્પર એકબીજાના હિતને કરે તે રીતે વર્તનારા હોય છે અને જેઓને ભગવાનના શાસનને તે રીતે જોવાની અંતરચક્ષુ પ્રગટી નથી તેઓ જન્મથી જૈનકુળમાં જન્મેલા હોય, બાહ્યથી ભગવાનની પૂજાદિ કરતા હોય તોપણ ભગવાનના શાસનના વાસ્તવિક સ્વરૂપને જોનારા નહીં હોવાથી રાગ-દ્વેષમોહરૂપ દ્વારપાળો દ્વારા બહિરુ છાયાથી પ્રવેશ કરાયેલા છે. અને જેઓને સ્વકર્મવિવર નામપ્રવેશ કરાવેલો છે તેઓને ભગવાનનું શાસન સદા તેવું જ દેખાય છે. ક્યારેક વિષયોમાં ઉત્કટ ઇચ્છા થવાથી ભોગાદિમાં કે નાટક આદિમાં યત્ન કરતા હોય તો પણ પોતાની તે ઉપદ્રવવાળી અવસ્થાને સ્પષ્ટ જોઈ શકે છે. આથી જ તેઓની ભોગાદિની પ્રવૃત્તિ તખ્તલોહપદજાસતુલ્ય સંવેગસારા હોય છે. અર્થાત્ ભોગની ઇચ્છાને ક્ષીણ કરવાના અધ્યવસાયથી સંવલિત ભોગની પ્રવૃત્તિ હોય છે. જેમ ઉત્કટ ખણજ થાય ત્યારે પણ મટાડવાના અધ્યવસાયથી સંવલિત ખણજ ક્રિયા થાય છે. ભાવાર્થ -
ભગવાનનું શાસન બહિરંગ રીતે કેવું શોભાયમાન છે તે બતાવ્યું. ભગવાનના શાસનમાં આચાર્યો, ઉપાધ્યાય આદિ કયા સ્થાનવાળા છે અને કેવી ઉત્તમ પ્રકૃતિવાળા છે તે બતાવ્યું ત્યારપછી ભગવાનના શાસનમાં સાધ્વીઓ કયા સ્થાનમાં છે અને તેઓ સતત કઈ રીતે પોતાનું હિત સાધે છે અને શ્રાવિકાઓને સન્માર્ગમાં પ્રવર્તાવે છે. વળી, સાધ્વીઓમાં પણ પોતાની શિષ્યા આદિને સ્મારણ, વારણ વગેરે દ્વારા કઈ રીતે ઉન્માર્ગથી નિવારણ કરે છે. અને સતત વીતરાગગામિ ઉપયોગ થાય તે રીતે શિષ્યાઓને અને શ્રાવિકાઓને પ્રવર્તાવે છે. અને આ સર્વ પ્રવૃત્તિકાળમાં પણ તે સાધ્વીઓ સતત સંયમમાં, સ્વાધ્યાયમાં કઈ રીતે પ્રવર્તે છે, તેનું યથાર્થ સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. અને જે સમ્યગ્દષ્ટિ જીવો સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોયા પછી આત્મા માટે સર્વકલ્યાણનું કારણ અંતરંગ ગુણસમૃદ્ધિ છે એમ જોનારા છે તેઓને પરમાર્થથી નિર્લેપ ચિત્તવાળા જ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ભગવાનના શાસનમાં છે, તેવો સ્પષ્ટ બોધ થાય છે. તેથી માત્ર બાહ્ય આચારના બળથી ભગવાનના શાસનને જોનારા નથી. પરંતુ મોહનાશને અનુકૂળ