________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ संघातहितोद्यतचेतसश्च सकलकालं दृश्यन्ते, तस्मात्सुन्दरमिदमद्य मया विज्ञातं, न पूर्वं, विमर्शाभावात् । अन्यच्चायं जीवोऽनन्तरान् ग्रन्थिप्रदेशं यावत्प्राप्तो न चानेन तद्भेदद्वारेण क्वचिदपि सर्वज्ञशासनमवलोकितं, यतो रागद्वेषमोहादिभिः क्रूरद्वारपालकल्पैर्भूयो भूयो निरस्त इति एतावताऽशेनेदमुपदर्शितं, न पुनस्तस्यामवस्थायाममुं विभागमद्याप्ययं जीवो जानीते चिन्तयति वा ।
૨૦૨
ઉપનયાર્થ :
જીવની જિનમત સંબંધી જિજ્ઞાસા અને તેના દર્શનથી થયેલ આનંદ
ભગવાનના શાસનનું અત્યાર સુધી વર્ણન કર્યું. હવે તેનું નિગમન કરતાં ‘તવેવ’થી કહે છે. જે પ્રમાણે યાવત્ વિશેષણથી યુક્ત=પૂર્વમાં વર્ણન કર્યું તે સર્વ વિશેષણના સમૂહથી યુક્ત, તે રાજમંદિર તે કથાનક ઉક્ત એવા ભિખારી વડે અવલોકન કરાયું તે પ્રમાણે તેટલા વિશેષણના સમૂહથી યુક્ત જ આ જીવ વડે આ સર્વજ્ઞ શાસન રૂપી મહેલ અવલોકન કરાયો. એ પ્રમાણે સ્થિત છેફલિત છે, અને જે પ્રમાણે તે કથાનકમાં કહેવાયેલ એવો તે દ્રમક સતત આનંદવાળા તે રાજમહલને પ્રાપ્ત કરીને આ શું ? એ પ્રકારે વિસ્મિત થયેલો ચિંતવન કરે છે. અને આ ભિખારી ઉન્માદથી સહિતપણું હોવાને કારણે તેના વિશેષગુણોને=તે રાજમંદિરના વિશેષગુણોને, તત્ત્વથી જાણતો નથી એ પ્રમાણે કહેવાયું, તે પ્રમાણે આ પણ જીવ પ્રાપ્ત થયેલા કર્મવિવરવાળો કોઈક રીતે સર્વજ્ઞના શાસનને પામીને ‘વિક્ તવ્’=આ શું છે ? એ પ્રમાણે જિજ્ઞાસા કરે છે. અને આ=જીવ તે અવસ્થામાં, અનુવર્તમાન, ઉન્માદકલ્પ એવા મિથ્યાત્વના અંશો વડે આ જિનમતના જે વિશેષગુણો છે તેને તત્ત્વથી જાણતો
નથી.
આ જીવ સમ્યક્ત્વને સન્મુખ થયેલો છે તેથી ઉત્કટ મિથ્યાત્વના ક્ષયોપશમરૂપ કર્મવિવર નામના દ્વારપાળથી ભગવાનના શાસનમાં પ્રવેશ કરાવાયો છે તોપણ ભગવાનના શાસનનું વાસ્તવિક સ્વરૂપ પૂર્વમાં જેવું વર્ણન કર્યું તેવું આ જીવ જાણતો નથી. પરંતુ કંઈક વિશેષ છે એ પ્રકારે જોવાથી વિસ્મિત થઈને ભગવાનના શાસનને જોવાને અભિમુખ પરિણામવાળો થયો છે. તેથી ભાવથી ભગવાનના શાસનમાં પ્રવેશ નહીં હોવા છતાં, ભાવથી ભગવાનના શાસનમાં પ્રવેશવાના કારણીભૂત એવા દ્રવ્યથી ભગવાનના શાસનમાં પ્રવેશ પામેલ છે. અને જેઓને ભગવાનના શાસનના સ્વરૂપને જોઈને લેશ પણ જિજ્ઞાસા થતી નથી, તેઓ રાગાદિ દ્વારપાલો દ્વારા બહિર્છાયાથી ભગવાનના શાસનમાં હોવા છતાં, તત્ત્વથી ભગવાનના શાસનથી બહિર્ભૂત છે.
જે પ્રમાણે કથાનકમાં કહેવાયેલા તે દ્રમકને તાત્પર્યના વશથી=ભગવાનના શાસનના પરમાર્થને જાણવાની જિજ્ઞાસારૂપ તાત્પર્યતા વશથી, લબ્ધચિત્તવાળા છતાં=આત્મકલ્યાણને અનુકૂળ લબ્ધચિત્તવાળા છતાં, હૃદયાકૂત વડે=હૈયામાં થયેલા પરિણામ વડે, પરિસ્ફુરિત થાય છે.” શું પરિસ્ફુરિત થાય છે ? તે ‘યદ્યુત’થી બતાવે છે આ સ્વકર્મવિવર દ્વારપાળના પ્રસાદથી સકલ આશ્ચર્યધામવાળું, લગ્ન=લીન
-