________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
પડતી પરમેશ્વરની અવલોકનાને જોઈ. તે આ પ્રમાણે – સદ્બાનના બળથી વિમલીભૂત=વિમલરૂપ થયેલા, આત્માવાળા, પરહિતનિરત એક ચિત્તવાળા, છદ્મસ્થઅવસ્થામાં પણ રહેલા દત્તઉપયોગવાળા એવા તે ભગવાન યોગીઓ દેશકાલ વ્યવહિત એવા તે જીવોની ભગવદ્ અવલોકનાની યોગ્યતાને જુએ છે. વળી, પુરોવર્સી પ્રાણીઓની યોગ્યતાને ભગવાનના આગમપરિકર્મિત મતિવાળા પણ જુએ છે, વિશિષ્ટ જ્ઞાનવાળા દૂર રહો અને મારા સદ્ઉપદેશદાયી ભગવાન જે સૂરિ છે, તે વિશિષ્ટ જ્ઞાનવાળા જ છે, જે કારણથી કાલવ્યવહિત એવા તેઓ વડે=મારા કાલથી પૂર્વમાં થયેલા એવા તેઓ વડે, અનાગત જ સમસ્ત પણ મારો વૃત્તાંત જ્ઞાત છે. આ અમને સ્વસંવેદન સિદ્ધ છે.
૨૦૯
ગ્રંથકારશ્રી સિદ્ધર્ષિગણિ હરિભદ્ર સૂરીશ્વર પછી કંઈ કાળના વ્યવધાનથી થયેલા છે. અને ભગવાનના શાસનને પામીને દીક્ષા ગ્રહણ કરેલી, તત્ત્વના અર્થી હતા. તેથી તેઓ ઉપર ભગવાનની અવલોકના થયેલી, છતાં તેઓને કયા સ્થાને તત્ત્વના વિષયમાં મૂંઝવણ થશે તેના પરમાર્થને જ જાણે જાણનાર હોય તેવા હરિભદ્રસૂરિ છદ્મસ્થઅવસ્થામાં હતા તોપણ તેઓએ ઉપયોગ મૂક્યો કે ભાવિમાં જે યોગ્ય જીવો ઉપર ભગવદ્દ્ની અવલોકના થશે તે જીવોને વિશિષ્ટમાર્ગની પ્રાપ્તિ કરાવવા માટે શું કહેવું જોઈએ. તે પ્રમાણે જ તેમણે લલિતવિસ્તરામાં કહેલ છે. જે વાંચીને ગ્રંથકારશ્રીને સ્વસંવેદનથી જણાયું કે મારી જ ભાવિ અવસ્થાની મૂંઝવણને સામે રાખીને તે આચાર્યોએ તે પ્રકારે તે સ્થાનને સ્પષ્ટ લખેલ છે. જેથી મારા વૃત્તાંતને જાણીને મારા ઉપકાર અર્થે જ તે પદાર્થ એમણે સ્પષ્ટ કરેલ છે. જેથી ગ્રંથકારશ્રી ભગવાનના શાસનમાં સ્થિર શ્રદ્ધાવાળા થયા.
ઉપનય :
सद्धर्माचार्यस्य मनोव्यथा समाधिश्च
यत्पुनः तेन धर्म्मबोधकरेण साकूतमानसेन सता तदनन्तरं चिन्तितं यदुत - किमेतदाश्चर्यं मयाऽधुना दृश्यते ? यतोऽयं सुस्थितो महानरेन्द्रो यस्योपरि विशेषेण दृष्टिं पातयति, स पुरुषस्त्रिभुवनस्यापि द्रागेव प्रभुः सञ्जायत इति सुप्रसिद्धमेतत्, अयं पुनर्योऽधुनाऽस्य राज्ञो दृष्टेर्गोचरचारितामनुभवन्नुपलक्ष्यते सद्रमको दैन्योपहतो, रोगग्रस्तदेहोऽलक्ष्मीभाजनभूतो, मोहोपहतात्माऽतिबीभत्सदर्शनो, जगदुद्वेगहेतुस्तत्कथं समस्तदोषराशेरस्य परमेश्वरदृष्टिपातेन सार्द्धं सम्बन्धः ? पौर्वापर्येण विचार्यमाणो न युज्यते, न कदाचनापि दीर्घतरदौर्गत्यभाजिनां गेहेषु अनर्घेयरत्नवृष्टयो निपतितुमुत्सहन्ते तत्कथमेतदिति विस्मयातिरेकाकुलं नश्चेतः, तदिदं सर्वमत्रापि जीवविषयं सद्धर्म्माचार्यचेतसि वर्त्तमानं योजनीयं, तथाहि - यदाऽयं जीवो नितरां गुरुकर्मतया प्रागवस्थायां समाचरति समस्तपातकानि, भाषते निःशेषासभ्यालीकवचनानि, न मुच्यतेऽनवरतं रौद्रध्यानेन, स एव चाकाण्ड एव कुतश्चिन्निमित्ताच्छुभसमाचार इव सत्यप्रियंवद इव प्रशान्तचित्त इव पुनर्लक्ष्यते, तदा भवत्येव पौर्वापर्यपर्यालोचनचतुराणां विवेकिनां मनसि वितर्को, यदुत - न तावत्सुन्दरा मनोवाक्कायप्रवृत्तिः सद्धर्मसाधिका भगवदनुग्रहव्यतिरेकेण