________________
૨૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ભગવાન બને છે. જેથી સંસારરૂપી અટવીમાં રહેલા જીવો ભગવાનના વચનના બળથી સુખપૂર્વક તે અટવીને ઓળંગીને પૂર્ણસુખમય એવા મોક્ષમાર્ગમાં પ્રસ્થિત થાય છે.
કેમ ભગવાન સર્વજીવોને પરોપકાર કરવાના એકતાનવાળા છે ? તેથી કહે છે
દિ=જે કારણથી, સમસ્ત જગતના અનુગ્રહમાં તત્પર ભગવાનનું નિષ્કલરૂપ છે એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ. કેવલ તોપણ=ભગવાનનું સ્વરૂપ જગતના સર્વ જીવોના અનુગ્રહમાં પ્રવણ હોવા છતાં પણ, તે=ભગવાનનું નિષ્કલરૂપ, જીવની ભવ્યતાને અને કર્મ, કાલ, સ્વભાવ, નિયતિ આદિ સહકારી કારણના સમૂહની અપેક્ષા રાખીને જગતના અનુગ્રહમાં વ્યાપારવાળું થાય છે. તે કારણથી=ભગવાનનું નિષ્કલસ્વરૂપ જીવની ભવ્યતા અને સહકારી કારણની અપેક્ષાથી જગતના જીવોના અનુગ્રહ માટે વર્તે છે તે કારણથી, યોગપદ્યથી=એક સાથે, સમસ્ત જીવોનો સંસારથી ઉત્તાર નથી એ પ્રમાણે આ=ગ્રંથકારશ્રીએ કહ્યું એ, આગમ અનુસાર આલોચન કરવું જોઈએ. તે કારણથી ભાવિકલ્યાણવાળા ભદ્રકભાવમાં વર્તમાન આ જીવને=આ જીવ ઉપર, ભગવદવલોકના થાય છે.
ભગવાનની પ્રતિમાને જોઈને કે સાક્ષાત્ તીર્થંકરો આદિને જોઈને યોગ્ય જીવોને ભગવાનના પારમાર્થિક સ્વરૂપને કાંઈક સ્પર્શે તે પ્રકારે જે ભાવો થાય છે, તે ભાવો અનુસાર તે જીવને ભગવાનની અવલોકના પ્રાપ્ત થઈ છે તેમ ઉપચાર કરાય છે; કેમ કે ભગવાનની મૂર્તિના દર્શનથી કે સાક્ષાત્ પરમાત્માના શાંત મુદ્રાના દર્શનથી જે ભાવો તે જીવમાં પ્રગટ્યા છે તે ભગવદ્ અવલોકના સ્વરૂપ છે.
सूरिलक्षितजीवयोग्यता
यथा च तां महाराजदृष्टिं तत्र रोरे निपतन्तीं धर्मबोधकराभिधानो महानसनियुक्तो निरीक्षितवानित्युक्तं तथा परमेश्वरावलोकनां मज्जीवे भवन्तीं धर्मबोधकरणशीलो धर्मबोधकर इति, यथार्थाभिधानो मन्मार्गोपदेशकः सूरिः, स निरीक्षते स्म, तथाहि - सद्ध्यानबलेन विमलीभूतात्मानः परहितैकनिरतचित्ता भगवन्तो [ये. मु] योगिनः [ते. मु] पश्यन्त्येव देशकालव्यवहितानामपि जन्तूनां छद्मस्थावस्थायामपि वर्त्तमाना दत्तोपयोगा भगवदवलोकनाया योग्यतां, पुरोवर्त्तिनां पुनः प्राणिनां भगवदागमपरिकर्मितमतयोऽपि योग्यतां लक्षयन्ति तिष्ठन्तु विशिष्टज्ञाना इति, ये च मम सदुपदेशदायिनो भगवन्तः सूरयस्ते विशिष्टज्ञाना एव, यतः कालव्यवहितैरनागतमेव तैर्ज्ञातः समस्तोऽपि मदीयवृत्तान्तः, स्वसंवेदनसंसिद्धमेतदस्माकमिति ।
આચાર્ય દ્વારા નક્કી કરાયેલ જીવની યોગ્યતા
જે પ્રમાણે ધર્મબોધકર નામના મહાનસનિયુક્ત મહારાજની તે દૃષ્ટિને તે રાંકડા ઉપર પડતી જોઈ એ પ્રમાણે કહેવાયું=કથાનકમાં કહેવાયું, તે પ્રમાણે ‘ધર્મનો બોધ કરાવવાના સ્વભાવવાળા એ ધર્મબોધકર છે', એ પ્રકારના યથાર્થ નામવાળા મારા માર્ગના ઉપદેશક તે સૂરિએ મારા જીવ ઉપર