________________
૨૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तथाऽपि महानरेन्द्रावलोकनादेवोत्तरोत्तरक्रमेण संभवत्कल्याणपरम्परः कालान्तरेण वस्तुतत्त्वं प्रतिपत्स्यते खल्वेष, नास्त्यत्र सन्देह इति' तथा सद्धर्मगुरवोऽपि परमात्मावलोकनां जीवे विनिश्चित्य तस्य भविष्यद्भद्रतां विगतसन्देहाः स्वहृदये स्थापयन्त्येव। ઉપનયાર્થ: -
જે પ્રમાણે કથાનકમાં કહેવાયું, શું કહેવાયું ? તે સ્પષ્ટ કરે છે – તે મહાતસનિયુક્ત વડે ભગવાનના શાસનમાં રહેલા દ્રમક વિષયક આ ચિંતવન કરાયું તે આ પ્રમાણે – જો કે હમણાં આ દ્રમક ભિખારીના આકારને ધારણ કરે છે. અર્થાત્ આત્માના ગુણોના વિકાસને અનુકૂળ ગુણસંપત્તિ રહિત છે, તોપણ મહાતરેન્દ્રના અવલોકનથી જ ઉત્તરોત્તર ક્રમ વડે સંભવતી કલ્યાણપરંપરાવાળો કાલાન્તરથી આ જીવ વસ્તુતત્વને પામશે અર્થાત્ તત્વને અભિમુખ થયેલો છે માટે ભગવાનના શાસનના રહસ્યને અવશ્ય પ્રાપ્ત કરશે એમાં સંદેહ નથી.' તે પ્રમાણે=જે કથાનક કહ્યું તે પ્રમાણે, સદ્ધર્મ ગુરુઓ પરમાત્માની અવલોકતાને જીવમાં નિર્ણય કરીને સંદેહ વગરના એવા તે આચાર્યો તેની તે જીવની, ભવિષ્યમાં થનારી ભદ્રતાને, સ્વહદયમાં સ્થાપન કરે છે.
યોગ્ય જીવોને તત્ત્વને અભિમુખ થયેલા જાણીને તે જીવો હજી સંસારના ઉચ્છેદના કારણભૂત ધર્મના રહસ્યને જાણનારા નથી તોપણ ધર્મ પ્રત્યે આદરવાળા થયા છે. સંસારની નિર્ગુણ સ્થિતિ કંઈક જાણીને આત્મકલ્યાણના કંઈક અર્થી થયા છે. તેથી વિશેષ સામગ્રી મળશે તો અવશ્ય તે જીવો ભવિષ્યમાં કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરશે. તેમ સંદેહ રહિત ધર્મગુરુઓ જીવનાં બાહ્ય લિંગો દ્વારા નિર્ણય કરે છે.
જે પ્રમાણે કથાનકમાં કહેવાયું, શું કહેવાયું? તે સ્પષ્ટ કરે છે – આ મહાતસનિયુક્ત ધર્માચાર્ય, તે દ્રમકમાં મહાતરેન્દ્રની અવલોકવાનો નિર્ણય કરીને તેમની અનુવૃત્તિના વાશથી=મહાનરેન્દ્રના અનુસરણના વશથી, કરુણાપ્રવણ થયા=અત્યંત કરુણાવાળા થયા, તે પ્રમાણે=જે પ્રમાણે કથાનકમાં કહ્યું તે પ્રમાણે, જીવમાં પણ પરમાત્માની અવલોકતાને જાણીને સદ્ધર્મગુરુઓ તેમનું આરાધનાપરાયણપણું હોવાને કારણે જ=સદ્ધર્મગુરુઓમાં પરમાત્માની આરાધનામાં તત્પરતા હોવાને કારણે જ, કરુણામાં તત્પર માનસવાળા થાય છે, તેની અનુકંપાથી=ભગવાનની અવલોકનાવાળા જીવની અનુકંપાથી, તેઓ વડે પણ=સદ્ધર્મગુરુઓ વડે પણ, ભગવાન આરાધિત થાય છે, એ પ્રકારનો અર્થ છે.
જે જીવો દર્શનમોહનીયના મંદતાજન્ય ક્ષયોપશમભાવથી ભગવાનના શાસનને જોનારા છે, તેથી કંઈક ગુણના પક્ષપાતી થયા છે, તેઓને જોઈને તત્ત્વને જાણનારા ધર્મગુરુઓ તેઓનું અધિક-અધિક હિત કેમ થાય એ પ્રકારના કરુણાના પરિણામથી યુક્ત બને છે; કેમ કે યોગ્ય જીવોને સન્માર્ગ પ્રદાનકાળમાં વર્તતો તીવ્ર સંવેગ તે યોગ્ય જીવોના કલ્યાણનું કારણ બને છે, એટલું જ નહીં પણ તે ધર્માચાર્યોના પણ કલ્યાણનું કારણ બને છે. અને તે પ્રકારની ભગવાનની આરાધનાથી તે ધર્માચાર્યોને જન્મ-જન્માંતરમાં અવિચ્છિન્ન યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે માટે તે ધર્માચાર્યો વડે ભગવાન આરાધિત થાય છે, એ પ્રમાણેનો અર્થ થાય છે.