________________
૨૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
છે, તે કારણથી આ=પરમાત્માનું અવલોકન, પ્રાપ્ત થયેલા સંદેહના વિચ્છેદનું કારણ છે. આ શું આશ્ચર્ય છે એ પ્રકારના આક્તમાં અભિપ્રાયમાં અમારું મન ડોલાયમાન થાય છે.
અને જે પ્રમાણે તાત્પર્યથી પર્યાલોચન કરતા તે મહાનસનિયુક્ત વડે પાછળથી નિશ્ચિત કરાયું પ્રસ્તુત જીવતા ધર્મબોધકર આચાર્ય છે તેમના વડે પાછળથી નિશ્ચય કરાયો. શું નિશ્ચિત કરાયું ? તે “કુર'થી બતાવે છે – આ દ્રમકતા ઉપર મહાતરેન્દ્રની અવલોકતાનાં બે કારણો સંભવે છે. તે કારણથી યુક્તિયુક્ત જ પરમેશ્વરનો દષ્ટિપાત છે=ભગવાનનો આ જીવ પર જે દૃષ્ટિપાત દેખાય છે તે યુક્તિયુક્ત જ છે, ત્યાં=બે કારણોમાં, જે કારણથી આ જીવ આ ભવનમાં સુપરીક્ષિતકારી એવા સ્વકર્મવિવર એવા દ્વારપાલ વડે પ્રવેશિત કરાયો છે તે કારણથી આક્રમક, વિશેષદૃષ્ટિને ઉચિત જ છે એ પ્રમાણે એક કારણ છે. અને આ ભવન જોઈને જે મનુષ્યના મનમાં પ્રસાદ થાય છે=ભગવાનના શાસનની ઉચિત પ્રવૃત્તિઓ જોઈને મન પ્રમોદવાનું થાય છે, મહાવરેન્દ્રને તે મનુષ્ય અત્યંત વલ્લભ છેeતીર્થકરોને અત્યંત પ્રિય છે, એ પ્રમાણે એ પૂર્વમાં મારા વડે નિશ્ચય કરાયું છે. અને આજે આ દ્રમકને, મનપ્રસાદ થયેલો જણાય છે ભગવાનના શાસન પ્રત્યે કંઈક પ્રીતિ થયેલી જણાય છે. જે કારણથી નેત્રરોગની પીડાતા ભરાવાથી આક્રાન્ત પણ લોચન ભવનને જોવાની ઈચ્છાવાળાં હોઈ પ્રતિક્ષણ આ જીવ આંખનું ઉમૂલન કરે છે પરમાત્માના શાસનના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે બાધક એવા અંતરંગ નેત્ર મિથ્યાત્વના રોગથી પીડિત હોવા છતાં પણ ભગવાનના શાસનને પરમાર્થદૃષ્ટિથી જોવાની ઈચ્છાથી કંઈક મિથ્યાત્વની મંદતાના કારણે આ જીવ યત્ન કરે છે, તે કારણથી દર્શનથી બીભત્સદર્શનવાળો પણ આનું મુખ સહસા પ્રસાદની સંપત્તિથી ભગવાનના શાસનમાં અવલોકનથી થયેલા પ્રતિચિત્તની સંપત્તિથી, દર્શનીયતાને પ્રાપ્ત કરે છે અને ધૂળથી ધૂસર ખરડાયેલા, પણ આનાં સર્વ અંગોપાંગ પુલકાભેદભાંજિગરોમાંચિત, દેખાય છે. અને આ અંતર્વિવર્તતા હર્ષ વગર પ્રાપ્ત થતી નથી.
જીવને જ્યારે તત્ત્વને જોનારી કંઈક નિર્મળદૃષ્ટિ પ્રગટે છે ત્યાર ગુણના પક્ષપાતપૂર્વક ભગવાનના શાસનને જોનાર બને છે. તેથી મિથ્યાત્વને કારણે અંતર્થક્ષુ વિપર્યાસવાળી હોવા છતાં કંઈક તત્ત્વને અભિમુખ થયેલ છે. તેથી ભગવાનના શાસનમાં વાસ્તવિક સ્વરૂપને જોવાને અભિમુખ કંઈક ઊહ વર્તે છે તેથી તેનું મુખ દર્શનીયતાને પ્રાપ્ત કરે છે. વળી, તેનો આત્મા ચારિત્રમોહનીયની ધૂળથી ખરડાયેલો હોવા છતાં કંઈક ગુણને અભિમુખ વીર્ય પ્રવર્તતું હોવાથી ભગવાનના શાસનને જોઈને તે હર્ષિત થાય છે. તેથી તેનું ચારિત્રમોહનીય પણ કંઈક ક્ષીણ થયેલું છે જે અનંતાનુબંધી કષાયની મંદતાજન્ય જીવના પરિણામ સ્વરૂપ છે.
તે કારણથી આવે=આ દ્રમકતે, ભગવાનના શાસનના પક્ષપાતરૂપ આ પરમેશ્વરની અવલોકતાનું બીજું કારણ છે. અર્થાત્ કર્મવિવર દ્વારપાળે પ્રવેશ કરાવ્યો તે એક કારણ છે અને ભગવાનના શાસનને જોઈને ઊહ કરે છે અને હર્ષિત થાય છે એ બીજું કારણ છે. તે આ સર્વ સદ્ધર્માચાર્ય પણ જીવના વિષયમાં પર્યાલોચન કરતાં પરિકલ્પના કરે છે વિચારે છે, તે આ પ્રમાણે – હેતુઓથી જે જીવ જણાય છે=મુખતા આકાર, તત્ત્વવિષયક ઊહાપોહ આદિ હેતુઓથી જણાય છે. જે પ્રમાણે