________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૧૧ ઉપર ભગવાનની દૃષ્ટિ ઘટતી નથી. ક્યારેય પણ દીર્ઘતર દોર્ગત્ય ભજનારા જીવોના ઘરમાં અતÈય= અતિમૂલ્યવાન, રત્નોની વૃષ્ટિઓ પડવા માટે ઉત્સાહ કરતી નથી જે જીવો અતિદરિદ્ર અવસ્થામાં રહે તેવી પ્રકૃતિવાળા છે એવા જીવોના ઘરમાં અતિમૂલ્યવાન રત્નોની વૃષ્ટિ ક્યારેય પડે નહીં તેમ અતિ અયોગ્ય જીવમાં ભગવાનની દૃષ્ટિ ક્યારેય પડે નહીં. તે કારણથી આ કેમ છે?=અતિ દરિદ્ર એવા આ જીવ પર મૂલ્યવાન રત્નોની વૃષ્ટિ જેવી ભગવાનની દૃષ્ટિ કેમ પડી ? એ પ્રકારના વિસ્મયના અતિરેકથી આકુળ અમારું ચિત્ત છે=ધર્મબોધકરરૂપ મહાનસ વિચારે છે કે આ પ્રકારના અત્યંત અસંબદ્ધ ભાવો જોવાથી વિસ્મયથી આકુળ અમારું ચિત્ત છે. તે આ=ધર્મબોધકરરૂપ મહાવસ વિચારે છે તે આ, સર્વ આ પણ આ જીવના વિષયમાં સદ્ધર્માચાર્યના ચિત્તમાં વર્તતું યોજન કરવું. તે આ પ્રમાણે – જ્યારે આ જીવ અત્યંત ગુરુકર્મપણાને કારણે=ભારે કર્મપણાને કારણે, પૂર્વઅવસ્થામાંe રાજમંદિરના પ્રવેશની પૂર્વઅવસ્થામાં, સર્વ પાપો આચરે છે, બધા પ્રકારનાં અસભ્ય અને જૂઠાં વચનો બોલે છે, સતત રૌદ્રધ્યાનથી મુકાતો નથી. અને તે જ તે જ જીવ, અકાઇ જઅચાનક જ, કોઈ નિમિત્તથી શુભ સમાચારની જેમ, સત્ય અને પ્રિય બોલનારની જેમ, પ્રશાંત ચિત જેવો ફરી જણાય છે=રાજમંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે પરમાત્માના દર્શનને કારણે પરમાત્માના ગુણોથી રંજિતચિત્તવાળો ફરી જણાય છે. ત્યારે પૂર્વ-અપર પર્યાલોચનમાં ચતુર એવા વિવેકી જીવોના મનમાં વિતર્ક થાય છે. શું વિતર્ક થાય છે? તે “યતથી બતાવે છે – સદ્ધર્મ સાધનારી સુંદર મન-વચન-કાયાની પ્રવૃત્તિ ભગવાનના અનુગ્રહ વગર કોઈ જીવને પ્રાપ્ત થતી નથી. અને આ જીવ=પ્રસ્તુત જીવ, આ જ ભવમાં અતિક્લિષ્ટ મન-વચન-કાયાની પ્રવૃત્તિવાળો અમારા વડે જોવાયો તે કારણથી પૂર્વ-અપર વિરુદ્ધ જેવું આ=ભગવાનનું અવલોકન, અમને પ્રતિભાસે છે. જે કારણથી આવા પ્રકારના પાપથી હણાયેલા જીવમાં ભગવાનની અવલોકતા કેવી રીતે પ્રવર્તે ? અર્થાત્ સામાન્યથી અત્યંત ભદ્રકપ્રકૃતિવાળા ઉચિત આચાર કરનારા જીવમાં જ ભગવાનની અવલોકના સંભવે, જ્યારે અત્યંત પાપથી ઉપહત ચિત્તવાળા જીવમાં તે કેવી રીતે સંભવે ? દિકજે કારણથી, પ્રવર્તતી તે ભગવાનની અવલોકતા, જીવતા મોક્ષ સંપાદકપણાથી અલ્પકાળ વડે ત્રિભુવનના નાથપણાને ઉત્પન્ન કરે છે=જે જીવોનું ભગવાનને જોઈને, ભગવાનના વીતરાગભાવથી કંઈક ચિત્ત રંજિત થાય છે અને તેના કારણથી શાંત થયેલા સ્વાસ્થચિત્તવાળાને જે સ્વસ્થતાનું સુખ થાય છે, તેવા સુખના અર્થી તે જીવો સતત ભગવાનના વચનનું અવલંબન લઈને વિશેષ-વિશેષ પ્રકારે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જેથી તે ભવમાં કે પરિમિતભવમાં સંપૂર્ણ ક્લેશના ક્ષયરૂપ ત્રિભુવનના નાથપણાને પ્રાપ્ત કરે છે. તે કારણથી=અત્યંત અયોગ્યમાં ભગવાનની અવલોકના સંભવથી નથી તે કારણથી, અહીં=પ્રસ્તુત જીવમાં, તેનો સંભવ જણાતો નથી=ભગવાનની અવલોકવાનો સંભવ જણાતો નથી. અને જે કારણથી આવી=પ્રસ્તુત જીવતી સુંદર મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ લેશ દેખાય છે પૂર્વમાં ન હતો છતાં વર્તમાનમાં દેખાય છે. તેથી અન્યથા અનુપપતિને કારણે=ભગવાનની અવલોકના વગર સુંદર મન-વચન-કાયા પ્રવૃત્તિની અનુપપત્તિ હોવાને કારણે, ભગવાનની અવલોકતાનો સદ્ભાવ અહીં પ્રસ્તુત જીવમાં, નિશ્ચય કરાય