________________
૨૧૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
સેવવાની થોડીક બુદ્ધિ થઈ, અને વળી હજી પણ પાપકલા અનુવર્તન પામે છે=બાહ્યપદાર્થોમાં કંઈક સારબુદ્ધિ કરાવે એવી વિપર્યાસ બુદ્ધિ તે જીવમાં વર્તે છે. તે કારણથી આવા પ્રકારના ભદ્રકભાવમાં વર્તતા જીવને ભગવાનની અવલોકના થયે છતે, પ્રાદુર્ભત થયેલ તીવ્ર કરુણાના પરિણામવાળા સદ્ધર્માચાર્ય સન્માર્ગમાં આવવાની યોગ્યતાને નિશ્ચય કરીને ભાવથી અભિમુખ થાય છે. તે આ=ધર્મગુરુઓ ભાવથી અભિમુખ થાય છે તે આ, તેઓનું ધર્માચાર્યનું, તટ્સમીપ આગમન કહેવાય છે દ્રમુકને સમુખ તે રસોઈયો જાય છે એ પ્રમાણે કહેવાય છે અને સંજાતપ્રસાદવાળા એવા તે ધર્માચાર્યો તે દ્રમક ઉપર ભગવાનની અવલોકના જોઈને સંજાતપ્રસાદવાળા એવા તે ધર્માચાર્યો, તેને કહે છે, શું કહે છે? તે “કથા'થી બતાવે છે – ભદ્ર ! આ લોક અકુત્રિમ છે=જગતમાં જે દેખાય છે તેવું જ લોક સ્વરૂપ છે. અનાદિ-અનંતકાળ છે=અનાદિકાળથી આ લોક આ રીતે જ વર્તે છે અને અનંતકાળ સુધી આ રીતે જ જગતની વ્યવસ્થા ચાલશે, શાશ્વતરૂપ આ આત્મા છે=પોતાનો આત્મા સદા રહેનારો છે. આતો કર્યજનિત પ્રપંચ છે=પોતાના આત્માનો પોતાનાથી બંધાયેલા એવા કર્મજતિત ચારગતિના પરિભ્રમણરૂપ ભવનો પ્રપંચ છે. અને તે કર્મ, પ્રવાહથી અનાદિ સંબદ્ધ છે જીવની સાથે કર્મ તે તે ક્ષણમાં બંધાય છે તોપણ અનાદિથી કર્મવાળો જીવ છે, તેના કર્મના, મિથ્યાત્વ આદિ હેતુઓ છેઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ જીવની મલિન પરિણતિ કર્મબંધનો હેતુ છે, વળી, તે કર્મ, બે પ્રકારનું છે. કુશલરૂપ અને અકુશલરૂપ જીવને અનુકૂળતા ઉત્પન્ન કરે એવા ફળવાળું કુશલરૂપ અને જીવને પ્રતિકૂળતા ઉત્પન્ન કરે એવા ફળવાળું અકુશલરૂપ કર્મ છે. ત્યાં બે પ્રકારનાં કર્મોમાં, જે કુશલરૂપ કર્મ છે. તે પુણ્ય અને ધર્મ કહેવાય છે. અને જે વળી, અકુશલરૂપ કર્મ છે તે પાપ અને અધર્મ કહેવાય છે. પુણ્યોદયજતિત સુખનો અનુભવ છે. પાપના ઉદયથી સંપાદ્ય દુઃખતો અનુભવ છે. તે જ પુણ્ય-પાપના અનંતભેદથી ભિન્ન એવા તારતમ્યથી આ અધમ, મધ્યમ, ઉત્તમ આદિ અનંતભેદવર્તીપણાથી વિચિત્રરૂપ સંસારનો વિસ્તાર પ્રાપ્ત થાય છે.
ઉપનય :
નીવવુવિર્ધીવિનાશ: ततश्चैवंविधं सद्धर्माचार्यवचनमाकर्णयतोऽस्य जीवस्य ते पूर्वमनादिकुवासनाजनिताः कुविकल्पाः प्रवर्त्तन्ते स्म, यदुत-'अण्डसमुद्भूतमेतत्रिभुवनं, यदिवेश्वरनिर्मितं वा, ब्रह्मादिकृतं वा प्रकृतिविकारात्मकं वा, यदि वा प्रतिक्षणविनश्वरं वा, पञ्चस्कन्धात्मकोऽयं जीवः, पञ्चभूतात्मको वा विज्ञानमात्रं चेदं सर्वं शून्यरूपं वा न विद्यते वा कर्म, महेश्वरवशादिदं सर्वं नानारूपं वर्त्तते इत्यादयः', ते सर्वेऽपि भीममहायोधदर्शनात्संग्रामशिरसि प्रत्यनीककातरनरा इव निवर्तन्ते। ततश्चायं तदा जीवो मन्यते यदेते महात्मानो मह्यं कथयन्ति तत्सर्वमुपपद्यते, मत्तोऽधिकतरं परीक्षितुं वस्तुतत्त्वमेत एव जानन्ति ततश्च यदुक्तं कथानकं कथयता यदुत-'कदर्थनार्थमायाताः, पश्चाल्लग्नाः सुदारुणाः। दुर्दान्तडिम्भा