________________
૨૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ये तस्य, दृष्ट्वा तं ते पलायिताः।।१८५।। तदपि योजितं विज्ञेयं, यतः कुविकल्पा एव दुर्दान्तडिम्भाः, त एव जीवं कदर्थयन्ति, तत्रिवृत्तिश्च सुगुरुसम्पर्केणेति। ઉપનયાર્થ:
જીવના વિકલ્પોનો વિનાશ અને તેથી આવા પ્રકારના સદ્ધર્મચાર્યોનાં વચનો સાંભળતા એવા આ જીવના પૂર્વમાં અનાદિ કુવાસના જનિત જે કુવિકલ્પો પ્રવર્તતા હતા, તે સર્વ પણ સંગ્રામના મસ્તક ઉપર રહેલા ભયંકર એવા મહાયોધાના દર્શનથી શત્રુથી કાયર પુરુષની જેમ નિવર્તન પામે છે એમ આગળ અવય છે. પૂર્વમાં તે કુવિકલ્પો કેવા પ્રકારના હતા તે દુરથી સ્પષ્ટ કરે છે. અંડસમુદ્ભૂત આ ત્રણ ભુવન છે. અથવા ઈશ્વર નિર્મિત છે. અથવા બ્રહ્માદિકૃત છે. અથવા પ્રકૃતિના વિકારાત્મક છે અથવા પ્રતિક્ષણ વિનશ્વર છે અથવા પંચસ્કંધાત્મક આ જીવ છે. અથવા પંચભૂતાત્મક જીવ છે. અથવા વિજ્ઞાન માત્ર છે. અથવા આ સર્વ શૂન્ય છે. અથવા કર્મ વિદ્યમાન નથી. મહેશ્વરના વશથી આ સર્વ જુદા જુદા સ્વરૂપવાળું જગત વર્તે છે. ઈત્યાદિ' પૂર્વમાં કુવિકલ્પો વર્તતા હતા. તે સદ્ધર્મગુરુઓના ઉપદેશથી તિવર્તન પામે છે, એમ અવય છે.
તત્ત્વને અભિમુખ થયેલા જીવને સદ્ધર્મગુરુઓએ આ લોક અકૃત્રિમ છે ઇત્યાદિ જે સર્વ કહ્યું તે યુક્તિ અને અનુભવ અનુસાર યોગ્ય જીવને બુદ્ધિથી જણાય તે પ્રકારે નિપુણતાપૂર્વક કહે છે. જે વચનો યુક્તિ સંગત છે તેવો નિર્ણય જેના ચિત્તમાં થાય છે તે જીવનાં ચિત્તમાં અન્ય કોઈ દર્શનના મતાનુસાર આ જગત ઇંડામાંથી ઉત્પન્ન થાય છે ઇત્યાદિ વિકલ્પો પૂર્વમાં વર્તતા હોય જેના કારણે તે તે પ્રકારની નિરર્થક વિચારણા કરીને શાશ્વત એવા પોતાના આત્માની હિતની ચિંતા છોડીને અસંબદ્ધ રીતે જગતની વ્યવસ્થાના વિકલ્પો કરીને અને આત્માના સદ્વર્યનો નાશ કરીને કર્મના પ્રપંચથી થયેલા સંસારમાં પરિભ્રમણ તે જીવ કરતો હતો. હવે અનુભવ અનુસાર કર્મજન્ય પ્રપંચને જાણીને અને સંસારના કારણભૂત મિથ્યાત્વાદિ ભાવો છે તેવો નિર્ણય કરીને કર્મથી થનારા અનર્થોથી પોતાના રક્ષણ અર્થે અને આત્માના હિતકારી એવા પુણ્યબંધના સંચય અર્થે સમ્યક પ્રકારે તત્ત્વને ગ્રહણ કરવા માટે તે જીવ તત્પર થાય છે.
અને તેથી આ જીવ ત્યારે માને છે જે આ મહાત્મા મને કહે છે તે સર્વ ઘટે છે યુક્તિ અને અનુભવ અનુસાર સંસારની વ્યવસ્થા ઘટે છે. મારાથી અધિકતર વસ્તુતત્વની પરીક્ષા કરવા માટે આ મહાત્મા જાણે છે. એ પ્રકારે આ જીવ માને છે એમ અવય છે.
ધર્માચાર્યએ તે જીવની બુદ્ધિને સ્પર્શે તે રીતે યુક્તિ અને અનુભવ અનુસાર સંસારની વ્યવસ્થા કેવા પ્રકારની છે તે બતાવી તેથી તે મહાત્માને પણ તે વસ્તુ તે પ્રકારે પ્રતિભા સમાન થાય છે. તેથી ધર્માચાર્યના વચનાનુસાર પદાર્થની વ્યવસ્થા વિશેષ-વિશેષ જાણવા માટે અભિમુખ ભાવવાળો તે જીવ થાય છે.
અને ત્યારપછી કથાનકને કહેતા એવા ગ્રંથકારશ્રી વડે જે કહેવાયું, શું કહેવાયું ? તે “યત થી બતાવે છે. કદર્થના માટે આવેલા તે ભિખારીની કદર્થના કરવા માટે તેની પાસે આવેલા, અત્યંત