________________
૨૦૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
દમકને રાજાસ્વરૂપ તીર્થકરનું દર્શન ત્યારપછી હવે, બધા કલ્યાણના આક્ષેપના કારણભૂત પરમેશ્વરની અવલોકતાને પ્રાપ્ત કરતા આ જીવને જે પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ત્યાં જે કથાનકમાં કહેવાયેલો આ રાંકડો લબ્ધચેતનવાળો જ્યાં સુધી આ પ્રમાણે વિપ્રકીર્ણ ચિંતવન કરે છે પ્રસ્તુત રાજમંદિરને જોઈને આ રમ્ય રાજમંદિર છે એ પ્રકારે વિસ્તૃત ચિંતવન કરે છે, ત્યાં સુધી મહારાજના અવલોકન લક્ષણ અન્ય વૃત્તાન્તર આપતિત થાય છે=પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે અહીં પણ સંસારમાં પણ, જ્યારે આ જીવ પ્રાપ્ત થયેલા સ્વકર્મના લાધવપણાને કારણે સન્માર્ગને અભિમુખ ભદ્રકભાવમાં વર્તે છે, ત્યારે આવી=આ જીવની, યોગ્યતા હોવાને કારણે પરમાત્માના અવલોકન રૂ૫ બીજો વૃતાંત પ્રાપ્ત થાય છે,
તત્ર=પરમાત્માના અવલોકનના વિષયમાં, સુંદર પ્રાસાદના શિખર રૂપ સાતમા ભૂમિકાતલમાં, તિવિષ્ટમૂર્તિવાળા=રહેલા, નીચે વર્તતા તે અદષ્ટમૂલપર્યત નામનું સમસ્ત નગર સમસ્ત વ્યાપારકલાથી યુક્ત સકલકાલ ચારેય બાજુથી નિરીક્ષણ કરતા, તેનાથી બહિર પણ=અદષ્ટમૂલ નગરથી બહિર્ પણ, અલોકાકાશને પણ નિરીક્ષણ કરતા સર્વત્ર અપ્રતિહત દર્શનની શક્તિવાળા, સતત આનંદવાળા, લીલાથી આત્મસ્વરૂપમાં રમતા એવા જે આ મહાનરેન્દ્ર જોવાયા, તે અહીં નિષ્કલ અવસ્થામાં વર્તતા. પરમાત્મા ભગવાન સર્વજ્ઞ જાણવા=સંકલ્પવિકલ્પરૂપ મોહની સર્વકલાથી રહિત અવસ્થામાં રહેલા ભગવાન સર્વજ્ઞ જાણવા, જે કારણથી તે જગનિષ્કલ અવસ્થામાં વર્તતા પરમાત્મા જ, મર્યલોકની અપેક્ષાથી=મનુષ્યલોકની અપેક્ષાથી, ઉપર રહેનારા ભૂમિકા જેવા સાત રજૂઓ તદાત્મક જે લોકપ્રસાદ તેના શિખરમાં વર્તે છે, દિ=જે કારણથી, તે જ પરમેશ્વર એક સાથે આ સમસ્ત સંસારના વિસ્તારને, વિચિત્રનગરના વ્યાપારના આકાર અને લોકના બહિર્ભાગરૂપ અલોકાકાશને કેવલજ્ઞાનથી હાથમાં રહેલા આમળાના ચાયથી અવલોકન કરે છે અને તે જ પરમાત્મા અનંતવીર્ય અને સુખથી પરિપૂર્ણ હોવાને કારણે સતત આનંદવાળા લીલાથી સુખ ભોગવે છે, બીજા નહીં; કેમ કે ભવરૂપી ગર્તામાં પડેલા જીવોની લીલાથી રમવાની ક્રિયા પરમાર્થથી વિડંબના રૂપ છે.
ઉપનય :
भगवदनुग्रहः यथा च स कथानकोक्तः तेन महाराजेन महारोगभराक्रान्ततया गाढबीभत्सदर्शन इतिकृत्वा करुणया विशेषेणावलोकित इत्युक्तं तदत्रैवं द्रष्टव्यं-यदाऽयमात्मा निजभव्यत्वादिपरिपाकवशादेतावती कोटिमध्यारूढो भवति, तदाऽस्य भवत्येव भगवदनुग्रहः, न तद्व्यतिरेकेण यतो मार्गानुसारिता संपद्यते, तदनुग्रहेणैव भवति भावतो भगवति बहुमानो, नान्यथा, स्वकर्मक्षयोपशमादीनां शेषहेतूनामप्रधानत्वात्, ततोऽयमात्मा तस्यामवस्थायां वर्त्तमानोऽमुमर्थमाकलय्य भगवता विशेषेणावलोकित इत्युच्यते, स एव परमेश्वरोऽचिन्त्यशक्तियुक्ततया परमार्थकरणकतानतया चास्य जीवस्य मोक्षमार्गप्रवृत्तेः