________________
૨૦૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
થયેલું, એવું જે આ રાજમંદિર મારા વડે જોવાય છે, ખરેખર એ મારા વડે ક્યારે પણ પૂર્વમાં જોવાયું નથી. કેમ ન જોવાયું હતું ? તેથી કહે છે. રાજમંદિરના દ્વારદેશમાં પૂર્વે ઘણીવાર હું પ્રાપ્ત થયો હતો, કેવલ મારા મંદભાગ્યપણાને કારણે જે અન્ય પાપપ્રકૃતિરૂપ દ્વારપાળો છે. તેઓ વડે ત્યાં=રાજમંદિરના દ્વારમાં, પ્રાપ્ત એવો હું=ઘણી વખત પ્રાપ્ત થયેલો હું, કદર્થના કરી નિર્ઘાટન કરાયો. તે આ સર્વ જીવમાં સમાન છે. ‘તથાદિ’ તે આ પ્રમાણે – પ્રત્યાસન્ન ભવિષ્યદ્ ભદ્ર એવા ભવ્યજીવને=નજીકમાં કલ્યાણ થવાનું છે તેવા ભવ્યજીવને, કોઈક રીતે સર્વજ્ઞનું શાસન પ્રાપ્ત કરીને અવિદિતતગુણવિશેષવાળાને પણ=ભગવાનના શાસનના વિશેષ ગુણ જાણતા નથી એવા જીવોને પણ, માર્ગાનુસારીપણાથી આવા પ્રકારનો અભિપ્રાય થાય છે જે ‘યદ્યુત'થી બતાવે છે. અદ્ભુત આ અરિહંતનું દર્શન છે. જે કારણથી અહીં=ભગવાન શાસનમાં, જે લોકો રહેલા છે તે સર્વ પણ મિત્રની જેમ, બંધુઓની જેમ, એક પ્રયોજનવાળાની જેમ, સમર્પિત હૃદયવાળાની જેમ, એક આત્માવાળા હોય એની જેમ, પરસ્પર વર્તે છે. અને અમૃતથી તૃપ્ત થયેલાની જેમ ઉદ્વેગ વગરનાની જેમ, ઓત્સેક્ય વગરનાની જેમ, ઉત્સાહવાળા જીવોની જેમ, પરિપૂર્ણ મનોરથવાળાની જેમ અને સમસ્ત જીવોના સમૂહના હિતમાં ઉઘત ચિત્તવાળા સકલકાલ દેખાય છે. તે કારણથી સુંદર આ=ભગવાનનું શાસન, આજે મારા વડે જણાયું, પૂર્વમાં નહીં; કેમ કે વિમર્શનો અભાવ હતો. અને બીજું, આ જીવ અનંતી વખત ગ્રંથિપ્રદેશ સુધી પ્રાપ્ત થયો, અને આના દ્વારા=જીવ દ્વારા, તેના ભેદથી=ગ્રંથિના ભેદથી, ક્યારેય પણ સર્વજ્ઞ શાસન અવલોકન કરાયું નથી. જે કારણથી ક્રૂર દ્વારપાળ જેવા રાગ-દ્વેષ-મોહાદિ વડે ફરી ફરી પણ નિરાકરણ કરાયો=ભાવથી જિનમંદિરમાં પ્રવેશ કરાતાં નિવારણ કરાયો, એ પ્રમાણે આટલા અંશથી આ બતાવ્યું=જે રાજમંદિર પાસે તે આવ્યો છે તે રાજમંદિર કેવું છે તે બતાવ્યું. પરંતુ તે અવસ્થામાં=કર્મવિવર દ્વારાપાળ દ્વારા સ્થૂલથી પ્રવેશ કરાયો છે તે અવસ્થામાં, આ વિભાગને=ભગવાનના શાસનની સુંદરતા છે તે પ્રકારના વિભાગને, હજી પણ આ જીવ જાણતો નથી અને વિચારતો નથી.
ઉપનય ઃ
भद्रकभाववर्त्तमानजीवव्यतिकरः
यथा च तस्य कथानकोक्तस्य पर्यालोचनपरायणवृत्तेः सतः पुनरिदं परिस्फुरितं, यदुत येन मया पूर्वमिदं नयनानन्दकारि राजसदनं न दृष्टं, न चास्य दर्शनार्थं कश्चिदुपायः प्राग्विहितः सोऽहं सत्यं निष्पुण्यक एव, कीदृशं राजमन्दिरमिति जिज्ञासामात्रमपि ममाधमस्य कदाचिदपि पूर्वं नासीत्, येन चानेन महात्मना स्वकर्मविवरद्वारपालेन कृपापरीतचेतसा भाग्यकलाविकलस्यापि ममेदं दर्शितं सोऽयं मे परमबन्धुभूतो वर्त्तते, एते च धन्यतमा जना येऽत्र राजमन्दिरे सदा निःशेषद्वन्द्वरहिताः प्रमुदितचेतसोऽवतिष्ठन्ते तदेतदपि समस्तमत्र जीवे योजनीयं, तथाहि - शुभध्यानविशुध्यमानाध्यवसायस्यापि जीवस्य विवर्त्तते चेतसीदं सर्वं सर्वज्ञदर्शनगोचरं क्वचिदवसरे समवसरणदर्शनेन वा, जिनस्नात्रविलोकनेन