________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૦૧ સુંદર આશયને પ્રાપ્ત કરે છે અને પૂર્વમાં બંધાયેલાં પાપકર્મોને શિથિલ કરે છે. વળી વર્તમાનભવમાં જે પુણ્યાનુબંધી પુણ્ય મળ્યું છે તે પણ વિશુદ્ધ આશયને કારણે તેના કરતાં વિશિષ્ટ કોટિના પુણ્યાનુબંધી પુણ્યને બાંધે છે, જેથી દરેકભવોમાં ભવની નિર્ગુણતાનું જ્ઞાન અધિક-અધિક થાય છે તેથી ક્લેશ શમે છે અને અલ્પ પણ જે ભોગની ઇચ્છા છે તે ભોગથી શાંત થવાને કારણે ચિત્તના સ્વાચ્ય રૂપ સુખને પ્રાપ્ત કરે છે, અને અંતે સર્વ ક્લેશ રહિત મોક્ષની પ્રાપ્તિ કરે છે. માટે સુખના અર્થી જીવે અવિચ્છિન્ન સુખની પરંપરાની પ્રાપ્તિના ઉપાયભૂત ભગવાનના શાસનમાં સ્થિર થવા પ્રયત્ન કરવો જોઈએ અને ભગવાનના શાસનમાં સ્થિર થવા માટે જેવું સંસારનું સ્વરૂપ અત્યંત અસમંજસ ભગવાને બતાવ્યું છે તેને નિપુણપ્રજ્ઞાથી જાણીને ભાવન કરવું જોઈએ અને સર્વફ્લેશ રહિત મુક્ત અવસ્થા જ જીવની અત્યંત કુશલ અવસ્થા છે, તે ભગવાને કહ્યું છે તેનું સ્વરૂપ સૂક્ષ્મબોધપૂર્વક વારંવાર ભાવન કરવું જોઈએ. અને તેની પ્રાપ્તિનો એક ઉપાય દઢપ્રણિધાનપૂર્વક સ્વભૂમિકાનુસાર ભગવાનના શાસનમાં ઉચિત અનુષ્ઠાનો છે તેવો સ્થિર નિર્ણય કરીને જે અનુષ્ઠાનથી અંતરંગ મોહનાશને અનુકૂળ દૃઢ વીર્ય ઉલ્લસિત થાય તે અનુષ્ઠાન સેવવા માટે સદા યત્ન કરવો જોઈએ જેથી સુખપૂર્વક ભાવથી ભગવાનના શાસનમાં નિવાસ પ્રાપ્ત થાય.
उपनय:
जीवस्य जिनमतजिज्ञासा तद्दर्शनानन्दश्च तदेवं यथा यावद्विशेषणकलापयुक्तं तद्राजमन्दिरं तेन कथानकोक्तेनावलोकितं तथा तावद्विशेषणकलापोपेतमेवाऽनेनापि जीवेनेदं सर्वज्ञशासनसदनमवलोकितमिति स्थितम् यथा च स कथानकोक्तः सततानन्दं तद्राजभवनमुपलभ्य किमेतदिति विस्मितश्चिन्तयति, न चासौ सोन्मादतया तद्विशेषगुणांस्तत्त्वतो जानातीत्युक्तं तथाऽयमपि जीवः सर्वज्ञशासनं सञ्जातकर्मविवरः कथञ्चिदुपलभ्य किमेतदिति जीज्ञासते, न चायं मिथ्यात्वांशैरुन्मादकल्पैरनुवर्तमानैस्तस्यामवस्थायामस्य जिनमतस्य ये विशेषगुणास्तांस्तत्त्वतो जानीते।
यथा च तस्य कथानकोक्तस्य तात्पर्यवशेन लब्धचेतसः सतो हृदयाकृतैः परिस्फुरितं यदुतयदेतद्राजमन्दिरं सकलाश्चर्यधामाऽस्य स्वकर्मविवरद्वारपालस्य प्रसादेन मयाऽधुना दृश्यते लग्नं, नूनमतन्न मया कदाचिद् दृष्टपूर्वं, प्राप्तोऽहमस्य द्वारदेशे बहुशः पूर्वं, केवलं मम मन्दभाग्यतया येऽन्ये द्वारपालाः पापप्रकृतयस्तत्राभूवंस्तैरहं प्राप्तः प्राप्तःकदर्थयित्वा निर्धाटित इति, तदेतत्सर्वं जीवेऽपि समानं, तथाहि-भव्यस्य प्रत्यासन्नभविष्यद्भद्रस्य कथञ्चिदुपलभ्य सर्वज्ञशासनमविदिततद्गुणविशेषस्यापि मार्गानुसारितया भवत्येवंविधोऽभिप्रायः, यदुत-अत्यद्भुतमिदमर्हद्दर्शनं, यतोऽत्र तिष्ठन्ति ये लोकास्ते सर्वेऽपि सुहृद इव बान्धवा इवैकप्रयोजना इव समर्पितहदया इवैकात्मका इव परस्परं वर्त्तन्ते, तथाऽमृततृप्ता इव निरुद्वेगा इव निरौत्सुक्या इव सोत्साहा इव परिपूर्णमनोरथा इव समस्तजन्तु