________________
૨૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સુંદર પરિણામવાળા છે, તે જીવોનો સમૂહ નિયમથી ભગવાનના શાસનના મંદિરથી ઉક્ત ન્યાય વડે પૂર્વમાં ભગવાનના શાસનમાં રહેલા દેવોનું સ્વરૂપવર્ણન કર્યું એ દષ્ટાંત વડે, બહિર્ભત વર્તતા નથી-તે જીવો ભગવાનના શાસનથી બહિર્ભત વર્તતા નથી, તે કારણથીeભગવાનના શાસનમાં રહેલા જીવોને શબ્દાદિભોગો પણ હિતકારી છે – અહિતકારી નથી તે કારણથી, પ્રેક્ષાપૂર્વક કરનારા એવા બીજાઓ વડે પણ અર્થાત્ જેઓને ભગવાનનું શાસન મળ્યું નથી છતાં વિચારક હોવાથી ભાવથી ભગવાનના શાસનને પામી શકે તેવા બીજા જીવો વડે પણ, અક્ષેપથી મોક્ષપ્રાપક વિલંબ વિના મોક્ષપ્રાપક, એવા આ ભગવાનના મંદિરમાં ભાવથી રહેવું જોઈએ. અહીં રહેલા જીવોને અનુષંગથી જ તે પણ સુંદરતર ભોગાદિ પ્રાપ્ત થાય છે અને તેઓનો પણ સુંદર ભોગાદિઓનો પણ, સંપાદક અન્ય હેતુ= ભગવાનના શાસનની પ્રાપ્તિથી અન્ય હેતુ, નથી એ પ્રમાણે કહેવાયેલું થાય છે.
સુખના અર્થી જીવે સદા સૂક્ષ્મબુદ્ધિથી ભગવાનનું સ્વરૂપ, ભગવાને બતાવેલા માર્ગનું સ્વરૂપ, ભગવાને બતાવેલા માર્ગમાં વર્તતા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓનું જે ઉત્તમકોટિનું ચિત્ત છે અને તેના કારણે જ ભગવાનના શાસનમાં વર્તતા શ્રાવક, શ્રાવિકાઓ જે ભોગ કરે છે, તેનાથી પણ ભોગની લિપ્સા કેમ વધતી નથી તેનું પારમાર્થિક સ્વરૂપ સદા જાણવા યત્ન કરવો જોઈએ અને કઈ રીતે ભગવાનનું શાસન જીવોને ઉત્તમભોગોને આપીને પણ અંતે સર્વ ઉપદ્રવ રહિત પૂર્ણસુખમય મોક્ષઅવસ્થામાં પર્યવસાન પામે છે તેનો પરમાર્થ સદા સૂક્ષ્મબુદ્ધિથી જાણવા યત્ન કરવો જોઈએ, અને તેને જ પુનઃ પુનઃ ભાવન કરવું જોઈએ. જેથી ભગવાનના શાસનમાં અંતર્વર્તી સર્વ સુંદરતાના પક્ષપાતને કારણે પોતાને પણ ભાવથી ભગવાનના શાસનનું સ્થાન પ્રાપ્ત થાય.
અને આથી જ ભગવાનના શાસનમાં રહેલા જીવોને મુખ્ય રૂપે તો કષાયની અલ્પ-અલ્પતારૂપ સુખની પ્રાપ્તિ થાય છે અને આનુષંગિકરૂપે સુંદરતર ભોગાદિ પ્રાપ્ત થાય છે આથી જ, આ પરમેશ્વરના દર્શનરૂપ મંદિર અપ્રતિપાતિ સુખપરંપરાના કારણપણાથી સતત ઉત્સવવાનું છે એમ કહેવાય છે. ભાવાર્થ :
ભગવાનના શાસનમાં સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર આદિ સર્વ મહાત્માઓ વર્તે છે. તેમાં અવિરત સમ્યગ્દષ્ટિ દેવો પણ પૂર્વના ભવમાં ભગવાનના શાસનનું સેવન કરીને સુદેવત્વને પામેલા છે. તેથી પૂર્વભવમાં સેવેલા ભગવાનના પારમાર્થિક સ્વરૂપના બોધને કારણે સર્વકલ્યાણના એક કારણભૂત ભગવાનના શાસન પ્રત્યે અનહદ ભક્તિને ધારણ કરે છે અને અવિરતિના ઉદયથી ભોગો ભોગવે છે, તોપણ તે ભોગની પ્રાપ્તિના કારણભૂત પૂર્વભવમાં સેવાયેલ સંયમ છે. તેથી સંયમના પરિણામના રાગથી સંવલિત દેવભવમાં તેઓ ભોગો કરે છે, ત્યારે પણ સંયમ પ્રત્યેનો બદ્ધરાગ હોવાથી ભોગની નિઃસારતાનો સ્પષ્ટબોધ છે. તેથી તેઓને ભોગો પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળેલા હોવાને કારણે ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન કરતા નથી, પરંતુ ભોગ પ્રત્યેની જે થોડી લાલસા છે તે પણ ભોગથી ક્ષીણ થાય છે. તેથી ભોગ કરીને પણ તેઓ