________________
૧૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કારણરૂપે ભોગો પ્રાપ્ત થતા નથી, કોઈક રીતે સંપ્રાપ્ત પણ તે ભોગો ભોગવાતા ક્લિષ્ટ આશયને ઉત્પન્ન કરે છે. અને તેથી-પાપાનુબંધી પુણ્યથી મળેલા ભોગો ક્લિષ્ટ આશયને ઉત્પન્ન કરે છે તેથી, તુચ્છઅભિપ્રાયવાળો આ પુરુષ અંધીભૂતબુદ્ધિવાળોકભોગો પ્રત્યે ગાઢ લિપ્સાને કારણે થતી કષાયોની વ્યાકુળતાને જોવામાં અંધરૂપે થયેલી બુદ્ધિવાળો જીવ, તેઓમાંપ્રાપ્ત થયેલા ભોગોમાં, અત્યંત પ્રતિબંધને ધારણ કરે છે. તેથી=બાહ્ય તુચ્છ ભોગોમાં ગાઢ પ્રતિબંધ હોવાથી, કેટલાક દિવસ રહેનારા તે ભોગોને, ભોગવતો તેના સંપાદક=તે ભોગોને પ્રાપ્ત કરાવનાર, પૂર્વમાં બંધાયેલું પુણ્યલ વ્યય કરે છે. અને વળી, અત્યંત ગુરુતર પાપના ભારને આત્મામાં આધાર કરે છે ક્લિષ્ટ આશયપૂર્વક ભોગોને ભોગવીને નરકાદિ પાતના કારણભૂત પાપના સમૂહને આત્મામાં આધાર કરે છે, અને તેથી પાપાનુબંધી પુણ્યથી મળેલા ભોગોને ભોગવીને આત્મામાં પાપનું આધાર કરે છે તેથી, ઉદયપ્રાપ્ત એવા તેના વડે ઉદયને પામેલા એવા પાપ વડે, અનંત દુઃખવાળા જલચરથી યુક્ત સંસારસાગરને અનંતકાલ સુધી તે જીવ પરાવર્તન કરે છે. તેથી, પાપાનુબંધી પુણ્યથી સંપાદ્ય એવા તે શબ્દાદિ વિષયો દારુણપરિણામવાળા છે એ પ્રમાણે કહેવાય છે.
જે જીવોને બાહ્યભોગોમાં જ સારબુદ્ધિ છે અથવા માનસન્માનાદિમાં જ સારબુદ્ધિ છે, કષાયોની વિહ્વળતાને આત્માની વિહ્વળતારૂપે જોવા અસમર્થ છે અને માત્ર બાહ્ય સુંદરભોગોની પ્રવૃત્તિથી જ પોતે સુખી છે અને તેના અભાવમાં પોતે દુઃખી છે તેવી વિપરીત બુદ્ધિ છે. અથવા કોઈક રીતે તપ ત્યાગાદિની બુદ્ધિ થયેલી હોવા છતાં ભગવાનના વચનથી વિપરીત અતત્ત્વમાં અનિવર્તનીય અસદ્ગહપૂર્વક તપ ત્યાગાદિ દ્વારા જે પુણ્ય બાંધે છે તે વખતે પણ તીવ્ર અસદ્ગહ છે. તેથી, ઉત્તરના ભવમાં પુણ્યના ઉદયથી ભોગોને પ્રાપ્ત કરે ત્યારે પણ તીવ્ર અસગ્રહના સંસ્કારને કારણે જે મૂઢતા પૂર્વભવમાં સેવી છે તે મૂઢતાને કારણે ભોગની પ્રાપ્તિમાં પણ મૂઢતા આવે છે જેનાથી પાપબાંધીને નરકાદિની પ્રાપ્તિ દ્વારા ઘણા ભવો સુધી સંસારની કદર્થનાઓ પામે છે. માટે પાપાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થનારા ભોગો દારુણપરિણામવાળા છે એમ કહેવાય છે.
अनुषङ्गतो भोगप्राप्तिः येषां तु संसारोदरविवरवर्त्तिनां जन्तुसंघातानामवश्यतया ये शब्दादिविषयोपभोगाः सुन्दरपरिणामास्ते नियमतो भगवच्छासनमन्दिरादुक्तन्यायेन न बहिर्भूता वर्तन्ते, तस्मादन्यैरपि प्रेक्षापूर्वकारिभिरक्षेपेण मोक्षप्रापकेऽत्र भगवन्मन्दिरे भावतः स्थेयं, अत्र स्थितानामनुषङ्गत एव तेऽपि सुन्दरतरा भोगादयः संपद्यन्ते, न तेषामपि सम्पादकोऽन्यो हेतुरित्युक्तं भवति, अत एव चेदं परमेश्वरदर्शनसदनमप्रतिपातिसुखपरम्पराकारणतया सततोत्सवमभिधीयते।
અનુષંગથી ભોગોની પ્રાપ્તિ વળી, સંસાર ઉદર વિવરવર્તી જે જીવોના સમૂહને જે શબ્દાદિ વિષયોના ઉપભોગો અવશ્યપણાથી