________________
૧૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
समूहा द्रष्टव्याः, यतस्त एव समस्तमपीदं व्याप्नुवन्त्यतिप्रचुरतया, तथाहि-असंख्येया विद्यन्ते देवेषु, संख्येयाः सन्ति मनुजेषु, भूरिप्रकाराः सङ्गीतास्ते तिर्यक्षु, बहवः सन्ति नरकेष्विति। त एव च शौर्योदार्यगाम्भीर्ययोगितया भगवच्छासनप्रत्यनीकानां मिथ्यात्वामातसत्त्वरूपाणां योधसंघातानामुच्चाटनचातुर्यं बिभ्राणा निरुपचरितप्रवृत्तिनिमित्तं सुभटशब्दं स्वीकुर्वते यतश्चैते सदा ध्यायन्ति सर्वज्ञमहाराज, समाराधयन्ति सूरिराजवृन्दानि, समाचरन्त्युपाध्यायामात्योपदेशं, प्रवर्तन्ते गीतार्थवृषभमहायोधवचनेन सर्वधर्मकार्येषु, वितरन्ति विधिना सदात्माऽनुग्रहधिया नियुक्तस्थानीयेभ्यः साधुवर्गोपग्रहनिरतेभ्यो गणचिन्तकेभ्यो वस्त्रपात्रभक्तपानभेषजासनसंस्तारकवसत्यादिकम्, नमस्कुर्वन्ति विशुद्धमनोवाक्कायैस्तलवर्गिककल्पमद्यदीक्षितादिभेदभिन्नं सकलमपि सामान्यसाधुजनं, वन्दन्ते भक्तिभरनिर्भरहदयाः स्थविराजन-स्थानीयमार्यालोकं, प्रोत्साहयन्ति समस्तधर्मकार्येषु विलासिनीसार्थस्थानीयं श्राविकाजनं, अनुशीलयन्ति सकलकालं जिनजन्माभिषेकनन्दीश्वरवरद्वीपजिनयात्रामर्त्यलोकपर्वस्नात्रादिलक्षणानि तत्र जिनशासनसदने नित्यनैमित्तिकानि, किम् बहुनोक्तेन? ते हि भावतः सर्वज्ञशासनं विमुच्य नान्यत्किञ्चित्पश्यन्ति, नाकर्णयन्ति, न जानन्ति, न श्रद्दधते, न रोचयन्ति, नानुपालयन्ति, किन्तर्हि ? तदेव सकलकल्याणकारणं मन्यन्ते इति। अतोऽतिभक्ततया सर्वज्ञमहाराजादीनामभिप्रेता इति कृत्वा तस्यैव मन्दिरस्य मध्यवासिनो विनीतमहद्धिकमहाकुटुम्बिककल्पास्ते द्रष्टव्याः, अन्यादृशां कुतस्तत्र भवने वास इति?।
શ્રમણોપાસકોને સુભટોની ઉપમા અને જે કહેવાયું કથાનકમાં કહેવાયું. “સુભટના સમૂહથી આકીર્ણ તે રાજભુવન છે. તે સુભટનો સમૂહ અહીં ભગવાનના શાસનના શ્રાવકનો સમૂહ જાણવો. જે કારણથી તેઓ જ=શ્રાવકનો સમૂહ જ, અતિ પ્રચુરપણાને કારણે સમસ્ત પણ આ=ભગવાનનું શાસન વ્યાપ્ત થાય છે. તે આ પ્રમાણે – અસંખ્યાતા દેવભવમાં વિદ્યમાન છે શ્રાવકો વિદ્યમાન છે. મનુષ્યમાં સંખ્યાતા શ્રાવકો વિદ્યમાન છે. વળી, તિર્યંચોમાં ઘણા પ્રકારના શ્રાવકો કહેવાયા છે. વળી, નરકોમાં પણ ઘણા શ્રાવકો છે. અને તેઓ જ ચારેય ગતિમાં રહેલા શ્રાવકો જ, શૌર્ય, ઔદાર્ય, ગાંભીર્યના યોગિપણાથી, મિથ્યાત્વથી આબાત જીવોરૂપ યોદ્ધાઓના સમૂહ એવા ભગવાનના શાસનના પ્રત્યેનીકોના ઉચ્ચાટનમાં ચાતુર્યને ધારણ કરતા નિરુપચરિત પ્રવૃત્તિ નિમિત્ત એવા સુભટ શબ્દને સ્વીકારે છે. જે કારણથી એઓ=ભગવાનના શાસનમાં રહેલા શ્રાવકો, હંમેશાં સર્વજ્ઞ મહારાજનું ધ્યાન કરે છેeતીર્થકરોની ભક્તિ કરીને તેઓના ગુણમાં તન્મય થવા યત્ન કરે છે, સૂરિરાજવૃદોનું સમારાધન કરે છે=ભગવાનના શાસનમાં વર્તતા સર્વ ભાવાચાર્યોના ગુણોનું સ્મરણ કરીને એમના તુલ્ય થવા માટે તેમના ગુણોથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે, ઉપાધ્યાયરૂપ અમાત્યના ઉપદેશનું આચરણ કરે છે ઉપાધ્યાય ભગવાનના વચનનો જે જે રહસ્યો બતાવીને પોતાની ભૂમિકા અનુસાર ઉચિત કૃત્યો કરવાનો ઉપદેશ આપે છે