________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વિલાસિનીના સમુદાયવાળું તે નૃપતિગૃહ છે” તે અહીં પણ ભગવાનના દર્શનમાં બતાવવું જોઈએ. ‘તંત્ર' એ વાક્ય પ્રસ્તાવમાં છે. વિલાસ કરતી સ્ત્રીઓનો સમુદાય અહીં=ભગવાનના શાસનમાં, સમ્યગ્દર્શન અણુવ્રતનું આચરણ, જિનસાધુની ભક્તિકરણમાં પરાયણપણું હોવાને કારણે વિલાસવાળી શ્રાવિકાલોકનો સમૂહ જાણવું.
૧૯૪
જેમ, સંસા૨માં સ્ત્રીઓ ભોગાદિમાં વિલાસ કરનારી હોય છે તેમ શ્રાવિકાઓ હંમેશાં ભગવાનના વચનના સૂક્ષ્મ તત્ત્વને જાણવા દ્વારા સમ્યગ્દર્શનમાં વિલાસ કરનારી હોય છે. પોતાની શક્તિ અનુસાર અણુવ્રતોની આચરણામાં વિલાસ કરનારી હોય છે, તેમ બતાવેલ છે.
અને જે કારણથી તે પણ શ્રમણોપાસિકા શ્રાવકોની જેમ સર્વજ્ઞ મહારાજા આદિની આરાધનામાં પ્રવણ અંતઃકરણવાળી સદા આજ્ઞાના અભ્યાસને સત્ય કરે છે=ભગવાનની આજ્ઞાનું તે રીતે અભ્યાસ કરે છે, જેથી ઉત્તર-ઉત્તર ભૂમિકાની પ્રાપ્તિ દ્વારા ભાવસાધુપણાની પ્રાપ્તિ થાય, દર્શનથી દૃઢતર આત્માને વાસિત કરે છે=ભગવાનના શાસનનાં સૂક્ષ્મ રહસ્યોને અવધારણ કરીને તે ભાવો પોતાને તે રૂપે જ સતત પ્રતિભાસમાન થાય તે રીતે આત્માને વાસિત કરે છે. જેમ સંસારની રોદ્રતા, મોક્ષની સારભૂતતા અને તેની પ્રાપ્તિનો એક ઉપાય દૃઢ પ્રણિધાનપૂર્વક વીતરાગતાને અનુકૂળ વીર્ય ઉલ્લસિત થાય તે પ્રકારની ઉચિત ક્રિયા કરે છે, તે પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરીને આત્માને વાસિત કરે છે, અણુવ્રતોને ધારણ કરે છે. ગુણવ્રતોને ગ્રહણ કરે છે. શિક્ષાપદોનો અભ્યાસ કરે છે અર્થાત્ પોતાની ભૂમિકા અનુસાર અણુવ્રતોનું સમ્યક્ પાલન કરે છે. અણુવ્રતોના અતિશય કરવા અર્થે વિશેષ પ્રકારના ગુણવ્રતોને ગ્રહણ કરે છે અને સર્વવિરતિને અનુકૂળ અસંગભાવવાળું ચિત્ત બને તે પ્રકારે શિક્ષાવ્રતનો અભ્યાસ કરે છે. વળી, શ્રાવિકા અત્યંતર અને બાહ્ય તપવિશેષને આચરણ કરે છે. સ્વાધ્યાયમાં રમે છે=ભગવાનના શાસનમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યોને જાણવા અને જાણીને સ્થિર કરવા માટે યત્ન કરે છે. સાધુવર્ગને સ્વ-અનુગ્રહને કરનાર એવા ઉપગ્રહદાનને કરે છે=પોતાને સંયમનો રાગ વૃદ્ધિ પામે તે પ્રકારે સાધુના ગુણોનું સ્મરણપૂર્વક સાધુના સંયમને ઉપકાર કરનાર એવાં વસ્ત્ર, પાત્રાદિ ઉચિત વસ્તુઓનું દાન કરે છે, ગુરુના પાદવંદન દ્વારા હર્ષિત થાય છે=શીલાંગધારી એવા ગુણવાન ગુરુના ગુણોથી આવર્જિત થઈને તેઓને તે રીતે વંદન કરે છે, જેથી તેમનું ચિત્ત તેવા ગુણોને અભિમુખ અતિશય-અતિશયતર થાય છે. સુસાધુઓના નમસ્કારથી તોષ પામે છે=મોહની સામે સુભટની જેમ યુદ્ધ કરનારા સુસાધુને નમસ્કાર કરીને તેઓના તુલ્ય થવાને અનુકૂળ બળ સંચય કરે છે. સાધ્વીજનની ધર્મકથામાં આનંદિત થાય છે=શ્રાવિકાઓ ગુણસંપન્ન એવાં સાધ્વીઓ પાસે શાસ્ત્રના સૂક્ષ્મપદાર્થોને જાણવા યત્ન કરીને તેનાથી આનંદિત થાય છે. સ્વબંધુવર્ગથી અધિકતર સાધર્મિક જનને જુવે છે=તત્ત્વને જાણનાર એવી શ્રાવિકાઓ ગુણસંપન્ન એવા સાધર્મિક જનોને જોઈને પોતાના બંધુઓ જોઈને જે પ્રીતિ થાય છે તેનાથી તે સાધર્મિકો પ્રત્યે અધિક પ્રીતિવાળી થાય છે; કેમ કે ગુણો જ જેમને પ્રિય છે તેવા જીવોને ગુણસંપન્ન જીવોને જોવાથી અત્યંત પ્રીતિ ઉલ્લસિત થાય છે. સાધર્મિક વિકલ એવા દેશમાં વસવાથી ઉદ્વેગ પામે છે=સાધર્મિકો સાથે તત્ત્વની વિચારણા