________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
કરીને સદા ગુણોની વૃદ્ધિનો જેઓને અનુભવ છે તેવી શ્રાવિકાઓને કોઈક કારણે તેવા સમાનગુણવાળા કે વિશેષગુણવાળા સાધર્મિક વિકલ દેશમાં વસવાનો પ્રસંગ આવે ત્યારે સદા ઉદ્વેગ થાય છે; કેમ કે ગુણવૃદ્ધિમાં મહાઅંતરાયભૂત તે વાસ છે. વળી, અસંવિભાગિત ભોગથી તેઓને પ્રીતિ થતી નથી. અર્થાત્ તેઓને પુણ્યના ઉદયથી મળેલી ભોગસામગ્રીનું સાફલ્ય પણ ગુણવાનની ભક્તિ કરવામાં જ દેખાય છે તેથી પોતાની ભૂમિકાનુસાર મળેલી ભોગસામગ્રીનો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની ભક્તિ કર્યા વગર તેના ઉપભોગમાં પ્રીતિ થતી નથી. ભગવદ્ધર્મના આસેવનને કારણે સંસારસાગરથી ઉત્તીર્ણ પ્રાયઃ આત્માને માને છે=ભગવાનના શાસનને પામ્યા પછી નિર્મળદ્રુષ્ટિવાળી શ્રાવિકાઓને સતત સંસારનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ-સ્પષ્ટતર દેખાય છે અને તેના નિસ્તારનો ઉપાય ભગવાને કહેલો સુવિશુદ્ધ ધર્મ છે, તેવી સ્થિરબુદ્ધિ છે. તેથી સ્વશક્તિનું આલોચન કરીને ભગવાને કહેલા ધર્મનું આસેવન કરે છે. તેથી પોતે ભગવાનની આજ્ઞાને પરતંત્ર છે તેવો સ્થિર વિશ્વાસ છે અને ભગવાનની આજ્ઞાને પરતંત્ર જીવો અલ્પકાળમાં જ સંસારસાગરથી પારને પામે છે. માટે ભગવદ્ધર્મના આસેવનને કારણે પોતે સંસારસાગરથી ઉત્તીર્ણ પ્રાયઃ છે તેમ ભગવાનના શાસનમાં રહેલી શ્રાવિકાઓ માને છે. તે કારણથી તેઓ પણ=શ્રાવિકાઓ પણ મૌનીન્દ્ર પ્રવચનમંદિરની મધ્યમાં પૂજા ઉપકરણના આકારવાળી, તે શ્રાવકોને પ્રતિબદ્ધ=સંસારના સંબંધથી જોડાયેલી અથવા મુત્કલ=શ્રાવકોની સાથે સંસારના સંબંધથી નહીં જોડાયેલી, વસે છે. જે વળી આવા પ્રકારની નથી=પૂર્વમાં વર્ણન કર્યું તેવા પ્રકારની, શ્રાવિકાઓ નથી, તેઓ જોકે કોઈક રીતે=કર્મવિવર દ્વારપાળથી નહીં પ્રવેશ કરાયેલી હોવા છતાં કોઈક રીતે, મધ્યમાં રહેનારી દેખાય=મૌનીન્દ્ર પ્રવચનની મધ્યમાં રહેનારી દેખાય તોપણ પરમાર્થથી બહિર્મૂત જ જાણવી. =િજે કારણથી, આ ભગવાનના શાસનનું ભવન, ભાવગ્રાહી છે, અહીં=જૈનશાસનમાં બહિર્છાયાથી પ્રવિષ્ટ પરમાર્થથી પ્રવિષ્ટ નથી એ પ્રમાણે જાણવું.
૧૯૫
ભાવાર્થ:
ભગવાનના શાસનમાં જેમ સાધુ, સાધ્વી, વર્તે છે, તેમ શ્રાવકો પણ ભગવાનના શાસનમાં રહેલા કેવા સ્વરૂપવાળા છે તે પૂર્વમાં બતાવ્યું. તેમના જેવી શ્રાવિકાઓ પણ ભગવાનના શાસનમાં રહેલી છે અને તેઓ પણ હંમેશાં પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રનો અભ્યાસ કરે છે. ભગવાનના વચનના સૂક્ષ્મ રહસ્યને જાણવા યત્ન કરે છે. શક્તિ અનુસાર દેશિવરતિના અને સર્વવિરતિના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે સતત યત્ન કરે છે, અને ભાવથી સર્વવિરતિના બળથી જ જીવ અસંગભાવને પ્રાપ્ત કરે છે. અસંગભાવથી જ વીતરાગતાની પ્રાપ્તિ છે, તેવો સ્થિર નિર્ણય હોવાથી ભગવાનના શાસનમાં રહેલી શ્રાવિકાઓ ભગવાનનાં દર્શન કરીને વીતરાગતા, અસંગતા વગેરે ગુણોનું સ્મરણ કરે છે અને તેની પ્રાપ્તિનો ઉપાય ત્રણગુપ્તિઓથી ગુપ્ત એવો મુનિભાવ છે તે પ્રકારે પ્રતિદિન ભાવન કરે છે. આથી સુસાધુઓને જોઈને હર્ષિત થાય છે; કેમ કે ત્રણગુપ્તિના બળથી તેઓ સદા અસંગ થવા યત્ન કરી રહ્યા છે, અને તેવા મહાત્માઓને સૂક્ષ્મપ્રજ્ઞાથી જોનારી શ્રાવિકા હોવાથી તેઓમાં નિર્મળ કોટીનું સમ્યગ્દર્શન વર્તે છે, આથી જ ભાવસાધુના પારમાર્થિક સ્વરૂપને જોનારી છે. અને સદા તેવું ભાવસાધુપણું પોતાને પ્રાપ્ત કરવું છે તેવી ઉત્કટ ઇચ્છા છે અને તેના