________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૯૩ જે જે અંશથી જેઓ પોતપોતાની ભૂમિકાનુસાર યત્ન કરે છે તેઓ જ ભગવાનના શાસનના અંતરવર્તી છે તેમ તેઓને જણાય છે. વિષમકાળના કારણે વર્તમાનમાં પ્રાયઃ બહુમૂંડા અલ્પશ્રમણો થશે તેમ ભગવાનનું વચન છે તેથી નિપુણપ્રજ્ઞાપૂર્વક ભાવસાધુઓનું સ્વરૂપ, સાધ્વીઓનું સ્વરૂપ, શ્રાવક-શ્રાવિકાઓનું સ્વરૂપ જાણીને સદા વિચારે છે કે આવા ભાવવાળા જે કોઈ છે તે વર્તમાનમાં પોતાના ક્ષેત્રમાં હોય, મહાવિદેહમાં હોય કે ચારગતિમાંથી નરક કે તિર્યંચમાં હોય અથવા દેવગતિમાં હોય તે સર્વને વારંવાર જોવા યત્ન કરે છે. અને તેઓ જ પ્રત્યે અત્યંત બહુમાનભાવ ધારણ કરે છે. અને તેવા જ જીવો સાથે પોતાનો કૌટુંબિક ભાવ છે એવી બુદ્ધિ ધારણ કરે છે. અને વારંવાર ભગવાનના શાસનમાં કઈ રીતે અસંખ્યાતા જીવો દેવભવમાં કે નારકીભવમાં કે તિર્યંચ કે મનુષ્યભવમાં છે. તેઓનું સ્મરણ કરીને તેઓ પ્રત્યે જ અત્યંત એક શાસનપણાના કારણે સ્વજનબુદ્ધિને ધારણ કરે છે; કેમ કે સંસારના સ્વજનો કલ્યાણનું કારણ નથી, બહારથી અનુકૂળતાનું કારણ બની શકે. પરંતુ ભગવાનના શાસનવર્તી સર્વ જીવો સાક્ષાત્ પાસે ન હોય તોપણ તેઓના ગુણોના સ્મરણ માત્રથી પણ કલ્યાણની પરંપરાનું કારણ છે. તેથી તેઓ જ પરમાર્થથી સ્વજન છે.
ઉપનય :
श्राविकाणां विलासिन्योपमा तथा यदुक्तं विलसद्विलासिनीसार्थं तन्नृपतिगृहम् इति तदत्रापि मौनीन्द्रदर्शने दर्शनीयं, तत्रेह विलसद्विलासिनीसार्थाः सम्यग्दर्शनधरणाणुव्रतचरणजिनसाधुभक्तिकरणपरायणतया विलासवत्यः श्राविकालोकसंघाता विज्ञेयाः, यतश्च ता अपि श्रमणोपासिकाः श्रमणोपासकवत् सर्वज्ञमहाराजाद्याराधनप्रवणान्तःकरणाः सत्यं कुर्वन्ति सदाऽऽज्ञाऽभ्यासं, वासयन्ति दृढतरमात्मानं दर्शनेन, धारयन्त्यणुव्रतानि, गृह्णन्ति गुणव्रतानि, अभ्यस्यन्ति शिक्षापदानि, समाचरन्ति तपोविशेषान्, रमन्ते स्वाध्यायकरणे, वितरन्ति साधुवर्गाय स्वानुग्रहकरमुपग्रहदानं, हृष्यन्ति गुरुपादवन्दनेन, तुष्यन्ति सुसाधुनमस्करणेन, मोदन्ते साध्वीधर्मकथासु, पश्यन्ति स्वबन्धुवर्गादधिकतरं साधर्मिकजनमुद्विजन्ते साधर्मिकविकलदेशवासेन, न प्रीयन्तेऽसंविभागितभोगेन संसारसागरादुत्तीर्णप्रायमात्मानं मन्यन्ते भगवद्धर्माऽऽसेवनेनेति, तस्मात्ता अपि तस्य मौनीन्द्रप्रवचनमन्दिरस्य मध्ये पूजोपकरणाकारास्तेषामेव श्रमणोपासकानां प्रतिबद्धा मुत्कला वा निवसन्ति, याः पुनरेवंविधा न स्युस्ता यद्यपि कथञ्चित्तन्मध्याध्यासिन्यो दृश्येरन् तथाऽपि परमार्थतो बहिर्भूता विज्ञेयाः, भावग्राह्य हीदं भागवतशासनभवनं, नात्र बहिश्छायया प्रविष्टः परमार्थतः प्रविष्टो भवति इति विज्ञेयम्। ઉપનયાર્થ :
શ્રાવિકાઓને વિલાસિનીઓની ઉપમા અને જે કહેવાયું પૂર્વમાં બતાવેલી કથામાં જે કહેવાયું, શું કહેવાયું તે બતાવે છે. “વિલાસ કરતી