________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૯૧ તેને જીવનમાં સભ્ય રીતે પ્રગટ કરવા યત્ન કરે છે. ગીતાર્થ વૃષભરૂપ મહાયોધાના વચનથી સર્વ ધર્મકાર્યમાં પ્રવર્તે છે ગીતાર્થ સાધુઓ તે તે શ્રાવકોને તે તે ભૂમિકાનુસાર કયાં કૃત્યો કઈ રીતે કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય તેનો ઉચિત ઉપદેશ આપે છે અને ભગવાનના શાસનમાં રહેલા શ્રાવકો તે ઉપદેશને યથાર્થ અવધારણ કરીને સર્વ ધર્મકાર્યમાં પ્રવર્તે છે, વિધિથી હંમેશાં આત્માની અનુગ્રહબુદ્ધિથી નિયુક્ત સ્થાનીય સાધવર્ગના ઉપગ્રહમાં તિરત એવા ગણચિંતકોને વસ્ત્ર, પાત્ર, ભક્તપાત, ઔષધ, આસન, સંથારો, વસતિ આદિનું દાન કરે છે વિવેકી શ્રાવકો દાન કરે છે. વિશુદ્ધ મનોવાક્કાય વડે તલવર્ગ જેવા અદ્ય દીક્ષિત આદિ ભેદથી ભિન્ન ભેટવાળા, સકલ પણ સામાન્ય સાધુજનને નમસ્કાર કરે છે. ભક્તિના ભરપૂર હૃદયવાળા એવા શ્રાવકો સ્થવિરા સ્થાનીય આર્યાલોકને વંદન કરે છે. સમસ્તધર્મકાર્યોમાં વિલાસિસમૂહના સ્થાનીય શ્રાવિકાજનને પ્રોત્સાહિત કરે છે. જિનજન્માભિષેક નંદીશ્વરવરદ્વીપ, જિનયાત્રા, મર્યલોકનાં પર્વોના સ્નાત્રાદિ લક્ષણરૂપ નિત્ય નૈમિત્તિક કૃત્યોને તે જિનશાસન રૂપ સદનમાંeભગવાનના શાસનરૂપ મહેલમાં, કૃત્યોને સકલકાલ અનુશીલ કરે છે. બહુ કહેવા વડે શું? તેઓ જ તે શ્રાવકો જ, ભાવથી=અંતઃકરણના પરિણામથી, સર્વજ્ઞતા શાસનને છોડીને અન્ય કંઈ જોતા નથી. અન્ય કંઈ સાંભળતા નથી, અન્ય કંઈ જાણતા નથી, અવ્ય કંઈની શ્રદ્ધા કરતા નથી. તો શું કરે છે? તે જ ભગવાનનું શાસન જ, સકલ કલ્યાણનું કારણ માને છે. આથી=ભગવાનના શાસન સિવાય અન્ય કંઈ જોતા નથી સાંભળતા નથી આથી, અતિભક્તિપણાને કારણે ભગવાનના શાસન પ્રત્યેના અતિભક્તિપણાને કારણે, સર્વજ્ઞ મહારાજા આદિને તીર્થંકર આદિને અભિપ્રેત છે તે શ્રાવકો ભગવાનના શાસનમાં રહે તે તીર્થકર આદિને અભિપ્રેત છે, જેથી કરીને જે જ મંદિરના મધ્યવાસી વિનીત, મહાઋદ્ધિવાળા, મહાકુટુંબિક જેવા તેઓ જાણવા. અન્ય પ્રકારના જીવોને ક્યાંથી તે ભવનમાં વાસ થાય ? અર્થાત્ થાય નહીં.
જોકે ચારેય ગતિમાં વર્તતા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ સર્વ જીવો ભગવાનના શાસનવર્તી છે અને તેઓ પોતાની શક્તિ અનુસાર મોહનાશ માટે યત્ન કરનારા છે, ઔદાર્ય આશયવાળા છે અને ગંભીરતાથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે; તોપણ ગ્રંથકારશ્રીએ જે પ્રકારે કહ્યું કે ભગવાનના શાસનના પ્રત્યેનીકોના ઉચ્ચાટનમાં ચાતુર્યને ધારણ કરનારા છે માટે તેઓ સુભટ જેવા છે તે કથન મનુષ્ય અને દેવોમાં સંભવે છે, નારકીમાં કે તિર્યચોમાં વ્યક્ત દેખાય નહીં; છતાં સમ્યક્ત પામ્યા પછી જીવો નારકીમાં હોય તોપણ પ્રસંગે પ્રસંગે તીર્થકરોનું સ્મરણ કરે છે અને જે પ્રકારે ગ્રંથકારશ્રીએ કહ્યું તે પ્રકારે જ આચાર્ય આદિની ભક્તિ કરવાના અભિલાષવાળા સમ્યગ્દષ્ટિ નારકીના જીવો છે. તેથી સાક્ષાત્ કૃત્યરૂપે તેવી પ્રવૃત્તિ નારકીના જીવોમાં નહીં હોવા છતાં ઉત્કટ ઇચ્છાના વિષયરૂપે અવશ્ય હોય છે, કેમ કે સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી જ્યાં સુધી સમ્યક્ત વિદ્યમાન હોય ત્યાં સુધી તે જીવોને અરિહંતદેવ, સુસાધુ ગુરુ અને સર્વજ્ઞપ્રણીત ધર્મ જ સાર જણાય છે, અન્ય કંઈ સાર જણાતું નથી. ધન, કંચન, ભોગ વગેરે સર્વ તેઓને પરમાર્થથી અસાર છે તેમ સ્પષ્ટ જણાય છે; છતાં અવિરતિ આપાદક કર્મની પ્રચુરતાને કારણે તે તે પ્રકારની ભોગની ઇચ્છા પણ થાય છે. વિવેકી જીવને અબ્રહ્મની ક્રિયા સ્પષ્ટ કુત્સિક ક્રિયા રૂપ છે તેમ જણાય છે; છતાં