________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૮૯ व्यावर्णिताः, एतच्चोभयमपि निरुपचरितमार्यालोकानामेव घटामाटीकते, यतस्त एव धर्मकार्येषु प्रमादपरतन्त्रतया सीदन्तं श्रमणोपासकललनालोकमात्मीयशिष्यकावर्गं च परोपकारकरणव्यसनितया भगवदागमाभिहितं महानिर्जराकारणं साधर्मिकवात्सल्यं चानुपालयन्तः स्मारणवारणचोदनादानद्वारेण कापथप्रस्थितमनवरतं निवारयन्ति, सन्मार्गे चावतारयन्ति, त एव च विदितविषयविषविषमविपाकतया विषयेभ्यो निवृत्तचित्ताः सन्तो रमन्ते संयमे, क्रीडन्ति तपोविशेषविधानः, रज्यन्तेऽनारतस्वाध्यायकरणे, न सेवन्ते प्रमादवृन्दं, समाचरन्ति निर्विचारमाचार्यादेशमिति। ઉપનયાર્થ :
સાધ્વીઓને સ્થવિરાની ઉપમા હવે જે કહેવાયું કથાનકમાં તે રાજમંદિર કેવું છે તેના વિષયમાં જે કહેવાયું, શું કહેવાયું? તે સ્પષ્ટ કરે છે. સ્થવિરાજતથી યુક્ત આ રાજમંદિર છે. તે અહીં પણ જિનસંઘ રૂપી રાજમંદિરમાં યોજત કરવું, કઈ રીતે યોજન કરવું ? તે સ્પષ્ટ કરે છે. તત્ર વાક્ય પ્રસ્તાવમાં છે. અહીંeભગવાનના શાસનમાં,
વિરા જતો આર્યાલોક જાણવા=સાધ્વીઓ જાણવી, તે આ પ્રમાણે – તેઓ ત્યાં=ભગવાનના શાસનમાં, પ્રમત સ્ત્રીલોકને શ્રાવિકાઓને, નિવારણમાં પરાયણ, નિવૃત વિષયોના સંગવાળી કહેવાઈ છે=ભગવાનના શાસનમાં રહેલી સાધ્વીઓ પ્રમાદી શ્રાવિકાઓને સન્માર્ગનો સૂક્ષ્મબોધ કરાવીને મોહતાશને અનુકૂળ ઉચિત દિશાઓ બતાવે છે અને સ્વયં સર્વત્ર અસંગ પરિણતિવાળાં હોય છે. અને આ બંને પણ વિશેષણો સાધ્વીઓને જ નિરુપચરિત ઘટે છે. જે કારણથી તેઓ જ=સાધ્વીઓ જ, ધર્મકાર્યમાં પ્રમાદના પરતંત્રપણાને કારણે સીદાતી શ્રમણોપાસિકારૂપ શ્રાવિકાના સમૂહને અને પોતાની શિષ્યાવર્ગને પરોપકાર કરવામાં વ્યસનીપણું હોવાને કારણે અને ભગવાનના આગમમાં કહેલ મહાનિર્જરાના કારણ એવા સાધર્મિક વાત્સલ્યનું અનુપાલન કરતી, સ્મારણ, વારણ, ચોદન કરવા દ્વારા કુત્સિતપથમાં પ્રસ્થિત એવા તેઓને સતત નિવારણ કરે છે. અને સન્માર્ગમાં અવતાર કરે છે. તેઓ જ=સાધ્વીઓ જ, વિષયરૂપી વિષનું વિષમ વિપાકપણું વિદિત હોવાને કારણે વિષયોથી નિવૃત્ત ચિત્તવાળી છતી સંયમમાં રમે છે-પાંચ ઇન્દ્રિયોના સંવરરૂપ સંયમમાં રમે છે. તપના વિશેષ વિધાનો વડે ક્રીડા કરે છે તપોવિશેષતા સેવન દ્વારા ચિત્તને અણહારી ભાવો આદિમાં રમાડે છે. સતત સ્વાધ્યાયકરણમાં રંજિત થાય છે ભગવાનના શ્રુતજ્ઞાનથી તે રીતે આત્માને વાસિત કરે છે જેથી તેઓનો રાગ મૃતથી નિયંત્રિત ઉચિતભાવોમાં જ વર્તે છે. પ્રમાદના સમૂહને સેવતી નથી. આચાર્યના આદેશને નિર્વિચાર આચરે છે–તેઓને સ્થિર વિશ્વાસ હોવાથી અર્થાત્ આચાર્યના આદેશ સર્વ કલ્યાણનું કારણ છે તેવો સ્વ-અનુભવ અનુસાર નિર્ણય હોવાથી વિકલ્પ વગર તેનું આચરણ કરે છે.
श्रमणोपासकानां सुभटोपमा यच्चोक्तम् ‘सुभटसंघाताकीर्णं तद्राजभवनम् इति' तेऽत्र भगवच्छासने सुभटसंघाताः श्रमणोपासक