________________
૧૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા નથી=ગણચિંતક સર્વ સાધુઓનું કેમ હિત થાય તેને અનુરૂપ ભક્તપાત આદિ સર્વ સામગ્રીનું સંપાદન કરે છે અને તેઓએ જે મર્યાદાઓ પોતાને કહેલ છે તે મર્યાદાને અનુસાર જ તે મહાત્માઓ પ્રયત્ન કરે છે, મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા નથી. વળી, તે સામાન્ય સાધુઓ, ગચ્છ, કુલ, ગણ, સંઘના પ્રયોજનમાં સ્વજીવિતના વ્યયથી પણ આત્માને નિયોજિત કરે છે. અર્થાત્ ગચ્છ, કુલ, ગણો, આદિના સર્વપ્રકારના ઉપદ્રવોને ટાળવા માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરે છે. તે ગચ્છાદિના જ અશિવ આદિ અપાયના વ્યતિકરોમાં નિર્વાહ કરે છે–ગચ્છ કુલ આદિતો નિર્વાહ કરે છે. આથી જ સુસાધુઓ તલવર્ગ જેવા છે આથી જ, તેઓ શૂરતા, ભક્તતા, વિનીતતા સ્વભાવથી અત્યંત તલવર્ગી શબ્દથી વાચ્ય છે. જે કારણથી આ મોતીન્દ્ર શાસનરૂપી ભવન સૂરિઓને અનુજ્ઞાત છે, સદ્ ઉપાધ્યાયોથી ચિંતા કરાય છે મોતીન્દ્રના શાસનની હિતચિંતા કરાય છે. ગીતાર્થો વૃષભો વડે રક્ષણ કરાય છે. ગણચિંતકો વડે પરિપુષ્ટિ કરાય છે. સામાન્ય સાધુઓ વડે કરાયેલા સમસ્ત નિશ્ચિત વ્યાપારવાળું કરાય છે. આથી તેઓથી અધિષ્ઠિત છે એ પ્રમાણે કહેવાય છે. ભાવાર્થ -
કથાનકમાં કહેવાયેલ ભિખારી જે રાજમંદિર પાસે આવે છે અને કર્મવિવર નામના દ્વારપાળની કૃપાથી અંદર પ્રવેશ પ્રાપ્ત કરે છે. તે રાજમહેલના સ્વરૂપનું પૂર્વમાં કંઈક વર્ણન કર્યું જેથી વિશિષ્ટ પ્રકારના રાજમહેલ તુલ્ય ભગવાનનું શાસન સુંદર શોભાયમાન છે, તેવો વિવેકી પુરુષને બોધ થાય છે. વળી, તે રાજમહેલમાં રાજા વગેરે કોણ છે. તેનું સ્વરૂપ પ્રસ્તુતમાં બતાવેલ છે. જેનાથી બોધ થાય કે ભગવાનના શાસનમાં રહેલા આચાર્ય માત્ર સૂરિપદવીને ધારણ કરનારા નથી. પરંતુ ભગવાનના શાસનના અંતરવર્તી સર્વજીવોની ઉચિત હિતની ચિંતા કરનારા છે. જેમ સુંદર રાજા હંમેશાં પ્રજાના હિતની ચિંતા કરે અને પ્રજાનું હિત થાય તે પ્રકારે સર્વ યત્ન કરે, તેમ ભગવાનના શાસનની સર્વ ઉચિત વ્યવસ્થા તીર્થકરોની ગેરહાજરીમાં તીર્થકરતુલ્ય ભાવાચાર્ય કરે છે. જેનાથી ભગવાનના શાસનને પામેલા જીવો સુખપૂર્વક ઉચિત આરાધના કરીને આત્મહિત સાધી શકે છે. વળી, મંત્રી આદિ પણ પોતપોતાનું ઉચિત કૃત્ય કરીને તે રાજ્યની સુવ્યવસ્થાને સુસ્થિર કરે છે, તેમ ઉપાધ્યાય આદિ સર્વ મહાત્માઓ પોતપોતાનું ઉચિત કૃત્ય કરીને શાસનમાં પ્રવેશ પામેલા જીવોને ક્લેશકારી વિશિષ્ટ કર્મો ઉદયમાં ન હોય તો સુખપૂર્વક ધર્મના પાલનમાં સ્થિર કરે છે. એટલું જ નહીં પણ આચાર્ય આદિના અવલંબનના બળથી સર્વ ઉપદ્રવો રહિત આત્માની અવસ્થાની પ્રાપ્તિ માટે દઢ યત્ન કરવા સમર્થ બને છે. જેથી ભાવસમૃદ્ધિને અધિક અધિક પ્રાપ્ત કરીને અંતે પૂર્ણસુખમય મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. ઉપનય :
आर्याणां स्थविरोपमा साम्प्रतं यदुक्तं 'स्थविराजनसनाथम् इति' तदत्रापि जिनसङ्घसदने योजनीयम्, तत्रेह स्थविरा जनाः खल्वार्यालोका मन्तव्याः, तथाहि ते तत्र प्रमत्तप्रमदालोकनिवारणपरायणा निवृत्तविषयासङ्गाश्च