________________
૧૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કોઈના પ્રત્યે દ્વેષ થાય તો મરતાં સુધી તે નિવર્તન પામતો નથી અને ઘણા ભવો સુધી તે જીવને જોવા માત્રથી તેના પ્રત્યે દ્વેષ થાય છે તેથી ધર્મની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીને પણ તેવો જ ઠેષ હતો, વળી અગ્નિ સાક્ષાત્ વસ્તુને બાળીને ભસ્મ કરે તેના કરતાં પણ અધિક ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીને ક્રોધ હતો, આથી તે તે નિમિત્તોને પામીને સાક્ષાત્ આત્માને બાળતો ક્રોધ પણ પોતાને ક્રોધરૂપે જણાતો ન હતો. પરંતુ ઇષ્ટ પ્રાપ્તિનું સાધન જણાતું હતું, વળી મોટા પર્વત કરતાં પણ અધિક માન હતું તેથી જે કોઈ પ્રવૃત્તિ કરે ત્યાં સર્વત્ર માનની જ આકાંક્ષા થયા કરે છે અને લેશ પણ માન ઘવાય તો સહન ન થાય તેવી પ્રકૃતિ હતી. વળી, માયા પણ અતિવક્ર સ્વભાવવાળી હતી જેથી અતિવક્ર એવી સાપણની ગતિ કરતાં પણ માયાની ગતિ અતિવક હતી. વળી, લોભ પણ સ્વયંભૂરમણ સમુદ્રને નાનો દેખાડે તેટલો વિશાળ હતો અને વિષયોનું લાપદ્ય એટલું અતિશય હતું કે ક્યારેય ઇચ્છાનું શમન થતું ન હતું, ફક્ત ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે તે ભવમાં તે તે કષાયો પ્રચુર હોવા છતાં તેવા પ્રકારના સંયોગને કારણે કોઈ ભવમાં ક્યારેક વ્યક્ત થતા ન હતા જેમ ભિખારીને માનકષાય ઘણો હોય છે તોપણ ભિખારી અવસ્થાને કારણે મોટા શ્રીમંતની જેમ માન અભિવ્યક્ત થતો નથી તે રીતે તે તે ભવમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પણ સંયોગને અનુરૂપ કષાયો અભિવ્યક્ત થાય છે. પરંતુ ભગવાનના શાસનની પ્રાપ્તિ નહીં હોવાથી લેશ પણ આત્માની અનાકુળ અવસ્થાને અભિમુખ જીવ થતો નથી. એ પ્રકારે ધર્મની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીના જીવમાં જે કષાયો હતા તે સ્વસંવેદન સિદ્ધ છે.
આથી કહે છે હું આ પ્રમાણે તર્ક કરું છું આવી ઉલ્બણદોષતાઃઉત્કટદોષપણું પ્રાયઃ અન્ય જીવોને તથી એ પ્રમાણે ગ્રંથકારશ્રી તર્ક કરે છે અને જે પ્રમાણે આ સંગત થાય છે, તે પ્રમાણે આગળમાં ત્યાં પ્રતિબોધતા અવસરમાં વિસ્તારથી ગ્રંથકારશ્રી કહેશે.
પોતાનામાં ઉત્કટ દોષો હતા આથી જ પ્રતિબોધની પ્રાપ્તિમાં વારંવાર સ્કૂલના થતી હતી તે સ્વયં ગ્રંથકારશ્રી વિસ્તારથી આગળ કહેશે. ઉપનય :
यत्तूक्तं यथाऽसौ रोरस्तत्रादृष्टमूलपर्यन्ते नगरे प्रतिभवनं भिक्षामटन्नेवं चिन्तयति, यदुत-अमुकस्य देवदत्तस्य बन्धुमित्रस्य जिनदत्तस्य च गृहेऽहं स्निग्धां मृष्टां बह्वीं सुसंस्कृतां भिक्षां लप्स्ये, तां चाहं तूर्णमादाय यथाऽन्ये द्रमका न पश्यन्ति तथैकान्ते यास्यामि, तत्र कियतीमपि भोक्ष्ये, शेषामन्यदिनार्थं स्थापयिष्यामि, ते तु द्रमकाः कदाचित्कुतश्चिनिमित्तान्मां लब्धलाभं ज्ञास्यन्ति, ततश्चागत्य याचमाना मामुपद्रवयिष्यन्ति, ततश्च म्रियमाणेनापि मया न दातव्या सा तेभ्यः, ततस्ते बलामोटिकया ग्रहीष्यन्ति, ततोऽहं तैः सह योद्धं प्रारप्स्ये, ततस्ते मां यष्टिमुष्टिलोष्टादिभिस्ताडयिष्यन्ति, ततोऽहं महामुद्गरमादाय तानेकैकं चूर्णयिष्यामि, क्व यान्ति दृष्टास्ते मया पापाः? इत्येवमलीकविकल्पजालमालाकुलीकृतमानसः केवलं प्रतिक्षणं रौद्रध्यानमापूरयति, न पुनरसौ वराकः प्रतिगृहमटाट्यमानोऽपि किञ्चिद्