________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૫૯ તો નિંદા કરે છે. તેઓની આગળ રાતદિવસ ફર્યા કરે છે. ખિન્ન દેહવાળો પણ તેઓના પગને દબાવે છે. મોટા માણસોના અશુચિનાં સ્થાનોને સાફ કરે છે. તેમના વચનથી=મોટા માણસોના વચનથી, સર્વ હલકાં કાર્યો કરે છે. વળી મોટા માણસોની મહેરબાની મેળવવા માટે મૃત્યુના મુખ જેવા રણસંગ્રામમાં પ્રવેશ કરે છે. તલવાર આદિના ઘાતોને સહન કરે છે. અને ધનની કામનાવાળો, નહીં પુરાયેલી ઈચ્છાવાળો રાંકડો મટે છે. અને ખેતી વગેરે કરે છે. દિવસ રાત ખેદ કરે છે, હળને વહન કરે છે, અટવીમાં પશુભાવને અનુભવે છે, અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે. વળી વરસાદના અભાવને કારણે પરિતાપ પામે છે, બીજતાશને કારણે દુઃખી થાય છે અને વિવિધ પ્રકારના વાણિજ્યને કરે છે. જૂઠું બોલે છે. વિશ્વસનીય એવા મુગ્ધ લોકોને લૂંટે છે. દેશાંતરમાં જાય છે. શીતવેદનાને સહન કરે છે. તાપના સંતાપને સહન કરે છે. ભૂખને સહન કરે છે. તૃષાને ગણતો નથી. ત્રાસને કરનારાં સેંકડો દુ:ખોને અનુભવે છે. મહારૌદ્ર રૂપી સમુદ્રમાં પ્રવેશ કરે છે. વહાણના ભંગથી મહાસમુદ્રમાં ડૂબે છે. જલચરોનો ભક્ષ્ય થાય છે. અને પર્વતો અને ગુફાઓમાં ભમે છે, દેવતાઓના વિવરોને પ્રાપ્ત કરે છે અર્થાત્ કોઈ-કોઈક દેવતાના આવાસોને પ્રાપ્ત કરીને તેના તરફથી ઉપદ્રવોને પ્રાપ્ત કરે છે. રસકૂપિકાને જુએ છે અને તેના આરક્ષક એવા રાક્ષસો વડે તેનું ભક્ષણ કરાય છે. અને મહાસાહસનું અવલંબત લે છે અર્થાત્ ધનાદિ પ્રાપ્તિ માટે જીવનના જોખમે પ્રયત્નો કરે છે. રાત્રિમાં શ્મશાનમાં જાય છે. મરેલાં ક્લેવરોને વહન કરે છે. મોટા માંસના ધંધાઓ કરે છે. વિકરાળ વેતાલને સાધે છે. અને તેના કોપથી નિપાતને પામે છે અર્થાત્ વિનાશને પામે છે. અને ધાતુવાદનો અભ્યાસ કરે છે. વિધાતનાં લક્ષણોનું નિરીક્ષણ કરે છે. વિધાનના દર્શનથી તોષ પામે છે, રાત્રિમાં વિધાનના ગ્રહણ માટે ભૂતને બલિ આપે છે અને વિધાનને બદલે અંગારાથી ભરાયેલા ભાજનને જોઈને દુભાય છે. અને ધાતુવાદને અનુસરણ કરે છે. રાજાઓના સમુદાયની સેવા કરે છે. તેમના ઉપદેશ=રાજાઓના ઉપદેશને, ગ્રહણ કરે છે. મૂળોના સમૂહને એકઠા કરે છે=જડીબુટ્ટીઓને એકઠી કરે છે. ધાતુની માટીને એકઠી કરે છે. પારાને બહાર કાઢે છેઃખાણમાંથી બહાર કાઢે છે. અને તેના=પારાવા, જારણ, ચારણ, મારણ કરણ દ્વારા ક્લેશને પામે છે. રાત-દિવસ ધન કમાવા માટે ધમધમે છે. પ્રતિક્ષણ પૂત્કારો કરે છે અર્થાત્ સતત આ કાર્ય કરું આ કાર્ય કર્યું જેથી ધન મળે એ પ્રકારે પોકાર કરે છે. પીતની ક્રિયાના અને શ્વેતક્રિયાના લેશની સિદ્ધિમાં=સુવર્ણ અને ચાંદીને પ્રાપ્ત કરવા વિષયક કોઈ ધાતુવાદની ક્રિયાની સિદ્ધિમાં, હર્ષિત થાય છે. વળી, હંમેશાં આશારૂપી લાડવાઓને ખાય છે, તેના માટે=ભવિષ્યની ધનની પ્રાપ્તિ માટે, શેષ પણ ધનલવતો પોતાની પાસે વિદ્યમાન ધનલવતો, વ્યય કરે છે. દુસાધિત કર્મના વિભ્રમથી મૃત્યુ પામે છે. અને વિષય ઉપભોગની સંપત્તિ માટે=વિષય ઉપભોગની સામગ્રી માટે, અને ધન માટે આ જીવ ચોરી કરે છે. જુગાર રમે છે. યક્ષિણીની આરાધના કરે છે. મંત્રોનો પરિજાપ કરે છે. જ્યોતિષીઓને ધનવિષયક પૃચ્છા કરે છે. નિમિત્તોને પ્રવર્તાવે છે=ધનપ્રાપ્તિનાં નિમિત્તોમાં યત્ન કરે છે. લોકહદયનું આવર્જન કરે છે. બધા પ્રકારની કલાઓના અભ્યાસ કરે છે. વધારે શું કહેવું ? તે નથી જે નથી કરતો=ધનપ્રાપ્તિ માટે ઉપભોગ પ્રાપ્તિ માટે જે જે શક્ય જણાય