________________
૧૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શું ? ગાઢતર તેની તૃષ્ણા વધે છે. તે આ પ્રમાણે કોઈક રીતે સો સોનામહોર મળે તો હજારની ઇચ્છા કરે છે, તેની પ્રાપ્તિ થાય તો લાખની ઇચ્છા કરે છે. લાખની પ્રાપ્તિમાં કોટિની ઇચ્છા કરે છે. કોટિ સોનામહોરની પ્રાપ્તિમાં રાજ્યની ઇચ્છા કરે છે. હવે રાજા થાય તો ચક્રવર્તીપણું ઇચ્છે છે. ચક્રવર્તીપણાના સંભવમાં દેવપણું ઇચ્છે છે. હવે દેવપણું પ્રાપ્ત કરે તો શક્રપણાને ઇચ્છે છે. હવે ઇન્દ્રપણાને પ્રાપ્ત કરે તોપણ ઉત્તરોત્તરના ઇન્દ્રપણાની પિપાસાથી અતૃપ્ત થયેલ ચિત્તવાળો આ જીવના મનોરથની પૂર્તિ નથી. જે પ્રમાણે ગાઢ ગ્રીષ્મમાં ચારેબાજુથી દવના દાહથી તાપિત શરીરવાળા અને તૃષાથી અભિભૂત થયેલા ચિત્તવાળા, મૂર્છાથી જમીન ઉપર પડેલા કોઈક પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં ઘણું પણ પ્રબળ કલ્લોલના માળાઓથી આકુલ મહાજળાશયોના સમૂહ પીધા છતાં પણ તૃષાનો થોડો પણ અપકર્ષ પ્રાપ્ત થતો નથી. તે પ્રમાણે આ જીવને પણ ધનવિષયાદિની તૃપ્તિ થતી નથી. તથાદિથી તેને સ્પષ્ટ કરે છે. અનાદિ સંસારના ચારે ગતિઓમાં પરાવર્તન પામતા એવા જીવ વડે દેવભવોમાં અનંતી વખત નિરુપચરિત શબ્દાદિ ઉપભોગો પૂર્વે પ્રાપ્ત કરાયા, અનંત બહુમૂલ્યવાળા રત્નના પર્વતો પ્રાપ્ત કરાયા, ખંડિત કરાયો છે રતિનો વિભ્રમ એવી રૂપસંપન્ન સ્ત્રીઓ સાથે વિલાસ કરાયું, ત્રણેય ભુવનમાં અતિશયવાળી એવી અનેક પ્રકારની ક્રીડાઓથી આનંદ-પ્રમોદ કરાયો, તોપણ આ જીવ ઘણી ખાવાની ઇચ્છાથી ક્ષીણ થયેલા ઉદરવાળાની જેમ શેષદિનોમાં ખાધેલા વૃત્તાંતને=પૂર્વના ભવોમાં ઉત્તમભોગોને ભોગવ્યા તે વૃત્તાંતને, કંઈક જાણતો નથી. કેવલ તેના અભિલાષથી શોષ પામે છે.
ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે દરેક જીવોએ પ્રાયઃ દેવાદિભવોમાં પણ અનંતી વખત શ્રેષ્ઠ ભોગો કર્યા હતા, તોપણ વિષયોની ભૂખ ક્યારેય શમન પામતી નથી. અને જેઓને ભગવાનના શાસનનો બોધ થાય છે. તેઓને સ્પષ્ટ નિર્ણય છે કે પોતાનો આત્મા શાશ્વત છે. અને અત્યાર સુધી ચારગતિઓમાં સતત ફર્યા કરે છે તેમાં નરક અને તિર્યંચમાં બહુલતાએ ભટકીને અનેક કદર્થના પામ્યો હોવા છતાં ક્યારેક ક્યારેક ભોગસામગ્રી આપાદક તુચ્છ પુણ્યના બળથી દેવાદિ ભવોને પામીને ભૂતકાળમાં અનંતી વખત ભોગો પણ કર્યા છતાં વિષયોની તૃષા ભોગથી ક્યારેય શમતી નથી. પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવની ભાવનાથી જ ભોગની તૃષા શમે છે. અને તેનાથી જ જીવને સુખ થાય છે. આથી જ ભગવાનના શાસનને પામીને વિવેકસંપન્ન જીવો સતત આત્માના અનાકુળ સ્વભાવની ભાવના અર્થે જ ભગવદ્ભક્તિ, સુસાધુની ભક્તિ સાસ્ત્રોનું શ્રવણ કરે છે અને શક્તિ અનુસાર ત્યાગાદિ કરીને આત્માના સ્વભાવને પ્રગટ કરવા યત્ન કરે છે. છતાં તેવા જીવોને પણ ક્યારેક ભોગાદિની ઇચ્છા થાય તે પણ વિવેકપૂર્વક કરે છે જેથી ભોગની ભૂખ વૃદ્ધિ પામે નહીં. પરંતુ ભોગની તૃષા શાંત થાય. જ્યારે ભગવાનની શાસનની પ્રાપ્તિ પૂર્વે સર્વ જીવો કદન્નતુલ્ય ભોગોને ભોગવવા છતાં ક્યારેય તૃપ્તિને પામતો નથી.
अर्थकामविकाराः
यत्तूक्तं-तत्कदन्नं तेन द्रमकेण लौल्येन भुक्तं जीर्यति, जीर्यमाणं पुनर्वातविसूचिकां विधाय रोरं पीडयति इति तदेवं योजनीयम् - यदा रागादिपरीतचित्तोऽयं जीवो धनविषयकलत्रादिकं कदन्नकल्पं