________________
૧૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
जीवस्तैर्निराक्रियते, यद्यपि क्वचिदवसरे तत्र तेऽपि प्रवेशयन्त्येनं तथापि तैः प्रवेशितो न परमार्थतः प्रवेशितो भवति, रागद्वेषमोहाद्याकुलितचित्ता यद्यपि यतिश्रावकादिचिह्नाः क्वचिद् भवन्ति, तथापि ते सर्वज्ञशासनभवनाद् बहिर्भूता द्रष्टव्या इत्युक्तं भवति ततश्चायं जीवस्तेन स्वकर्मविवरद्वारपालेन तावती भुवं प्राप्तो ग्रन्थिभेदद्वारेण तत्र सर्वज्ञशासनमन्दिरे प्रवेशित इति युक्तमभिधीयते। ઉપનયાર્થ -
સ્વકર્મવિવર નામનો દ્વારપાળ જે પ્રમાણે તે રાંકડો ભટકતો-સંસારરૂપી નગરમાં ભટકતો, તે મંદિરના દ્વારમાં કોઈક રીતે પ્રાપ્ત થયોસુસ્થિત મહારાજાના રાજમહેલના દ્વારને કોઈક રીતે પ્રાપ્ત થયો. અને ત્યાં-સુસ્થિત રાજાના મંદિરના દ્વારમાં, સ્વકર્મવિવર નામનો દ્વારપાળ રહેલો છે. અને તેના વડે સ્વકર્મવિવર નામના દ્વારપાળ વડે, કૃપાળુપણું હોવાથી તે રાજમહેલમાં પ્રવેશ કરાયો તે રાંકડો પ્રવેશ કરાયો. એ પ્રમાણે કથામાં કહેવાયું તે કથાનું તે કથન, આ રીતે=આગળમાં બતાવે છે એ રીતે, અહીં=સંસારી જીવમાં, યોજન કરવું. ત્યાં=સંસારપરિભ્રમણકાળમાં, જ્યારે આ જીવની અનાદિમાન એવા યથાપ્રવૃત્તિકરણ સંજ્ઞાવાળા કરણથી કોઈક રીતે ઘર્ષણપૂર્ણતન્યાયથી=નદીમાં પડેલો પથ્થર ઘસાઈ ઘસાઈને ગોળ થાય એ ન્યાયથી, આયુષ્યકર્મ વર્જિત સાત કર્મોની સ્થિતિની પર્યતવતિની એક કોટાકોટી સાગરોપમને છોડીને સમસ્ત પણ કોટાકોટી સાગરોપમ ક્ષયપણાને પામે છે. તેનું પણ એક સાગરોપમનું પણ, કેટલુંક માત્ર ક્ષીણ થાય છે ત્યારે આ જીવ તે રાજાના સંબંધી જે આચારાદિ દષ્ટિવાદપર્યત પરમ આગમરૂપ દ્વાદશાંગ અથવા તેના આધારભૂત ચાર વર્ણવાળા શ્રમણસંઘરૂપ મંદિર છે. તેના=મંદિરના, દ્વારમાં પ્રાપ્ત થયેલો કહેવાય છે અને ત્યાં પ્રવેશવામાં સમર્થ પોતાના કર્મ નામનો વિવર એ રૂપ સ્વકર્મવિવર, તે જ યથાર્થ રામવાળો દ્વારપાળ થવા માટે યોગ્ય છે. વળી, અન્ય રાગ-દ્વેષ-મોહાદિ ત્યાં દ્વારપાળો વિદ્યમાન છે. કેવલ તે દ્વારપાળો આ જીવને પ્રતિબંધક છે=ભગવાનના શાસનમાં પ્રવેશવામાં પ્રતિબંધક છે, પરંતુ ત્યાં=ભગવાનના શાસનરૂપી મંદિરમાં, પ્રવેશ કરાવનારા નથી. તે આ પ્રમાણે અનંતીવાર પ્રાપ્ત એવો આ જીવ ચારગતિમાં ભ્રમણ કરતાં કરતાં કોઈક વખતે ગ્રંથિદેશમાં અનેક વખત પ્રાપ્ત થયેલો આ જીવ, તેઓ વડે=રાગ-દ્વેષાદિ દ્વારપાળો વડે, ભગવાનના શાસનમાં પ્રવેશ કરતાં નિરાકરણ કરાય છે – જો કે ત્યાં=ભગવાનના શાસનમાં, કોઈક અવસરે તેઓ પણ રાગ-દ્વેષ-મોહતા પરિણામો પણ, આ જીવને પ્રવેશ કરાવે છે=ધર્મ સાંભળવાની કે ધર્મની ક્રિયા કરવાની કોઈક પ્રવૃત્તિઓ કરાવે છે, તોપણ તેઓ વડે પ્રવેશ કરાવાયેલો=રાગ-દ્વેષ-મોહથી ભગવાનના શાસનમાં પ્રવેશ કરાવાયેલો, આ જીવ પરમાર્થથી પ્રવેશ કરાયેલો નથી. જોકે રાગ-દ્વેષ-મોહાદિ આકુળ ચિત્તવાળા જીવો યતિ, શ્રાવકાદિ ચિહ્નોવાળા ક્યારેક થાય છે તો પણ તે સર્વશતા શાસનના ભવનથી બહિર્ભત જ જાણવા. એ પ્રમાણે કહેવાયું. અને તેથી આ જીવ તે સ્વકર્મવિવર નામના દ્વારપાળ વડે તેટલી ભૂમિને પામેલો ગ્રંથિભેદનું કારણ બને તેટલી ભૂમિને પામેલો, ગ્રંથિભેદ દ્વારા સર્વજ્ઞના શાસનમાં પ્રવેશિત કરાયો તે પ્રમાણે યુક્ત કહેવાયું છે.