________________
૧૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્રેષ્ઠ રત્નો અનેક પ્રકારના લાભને કરનારાં છે તેમ ભગવાનના શાસનમાં રહેલા જીવોમાં વર્તતું જ્ઞાન અનેક પ્રકારના જીવોના હિતને કરનારું હોવાથી કીમતી રત્ન જેવું છે અને જગતના સ્વરૂપને યથાર્થ પ્રકાશ કરનાર છે. તેથી, ભગવાનનું શાસન અનેક રત્નોથી વિવેકી જીવને પૂર્ણ દેખાય છે. વળી, ભગવાનના શાસનમાં રહેલા મુનિઓના શરીરની શોભાને કરનાર એવી આમર્શઔષધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેથી, જેમ રાજમહેલમાં વર્તતા લોકો સુંદર આભૂષણોને ધારણ કરનારા છે તેમ ભગવાનના શાસનમાં વર્તતા મુનિઓ સમભાવના પરિણામના પ્રકર્ષને કારણે અનેક લબ્ધિઓને પ્રાપ્ત કરે છે. જેથી તેઓનો આત્મા અત્યંત સુશોભિત જણાય છે. જે ઉત્તમ વસ્ત્રને ધારણ કરનારા રાજમંદિરના પુરુષો જેવા ભગવાનના શાસનમાં રહેલા મુનિઓ શોભાયમાન દેખાય છે; કેમ કે અંતરંગ ગુણસમૃદ્ધિને સમૃદ્ધિરૂપે જોવાની નિર્મળપ્રજ્ઞા ગ્રંથિભેદને કારણે જીવને પ્રાપ્ત થાય છે. વળી, ભગવાનના શાસનમાં ઘણા પ્રકારના તપવિશેષ છે, જેમ રાજમંદિર અનેક પ્રકારનાં સુંદર વસ્ત્રોથી સુશોભાયમાન હોય છે તેમ ભગવાનનું શાસન તે તપ-વિશેષથી શોભાયમાન થાય છે; કેમ કે મહાત્માઓ પોતાની ભૂમિકાનુસાર બાર પ્રકારનો તપ કરીને આત્માની નિર્લેપ પરિણતિને જ અતિશય કરતા હોય છે, તેથી ગ્રંથિભેદને કારણે તપ કરનારા જીવોની નિર્લેપ પરિણતિ જોઈને તે રાજમંદિર વિશેષ પ્રકારનાં વસ્ત્રોથી સુશોભિત છે તેવું રમ્ય જણાય છે. વળી, તે રાજમંદિરમાં રહેનારા મુનિઓ ભૂલોત્તરગુણવાળા હોવાથી અનેક મોતીઓથી ગૂંથાયેલા સુંદર, ચંદરવાથી સુશોભિત હોય તેવું તે રાજમંદિર જણાય છે; કેમ કે નિર્મળદષ્ટિવાળા જીવોને ચારિત્રની શ્રેષ્ઠ પરિણતિ જ અત્યંત રમ્ય જણાય છે, તેથી જ તેનાથી ભગવાનનું શાસન તેઓને અત્યંત સુશોભિત જણાય છે. વળી, રાજમંદિરમાં રહેનારા જીવો ઉત્તમ તાંબૂલ ખાનારા હોય છે, જેથી તેમના મુખમાંથી પણ સુગંધ આવતી હોય છે તેમ ભગવાનના શાસનમાં વર્તનારા મહાત્માઓ સત્યવચન બોલનારા હોય છે. તેથી વિવેકીને તેમનું સત્યવચન જોઈને તાંબૂલની સુગંધ આવતી હોય તેવું સુંદર મુખ જણાય છે. વળી, ભગવાનના શાસનમાં રહેતા મુનિઓ અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા છે જે રાજમંદિરમાં રહેલા સુગંધી પુષ્પોથી ગૂંથાયેલી માળા જેવા સુશોભિત દેખાય છે; કેમ કે ઉત્તમ રાજમહેલમાં સુગંધી પુષ્પોની સુવાસ તે માળાઓથી સદા વિસ્તારને પામે છે. તેમ મુનિઓ અઢાર હજાર શીલાંગ દ્વારા આત્માના સુવાસનો સદા વિસ્તાર કરે છે. વળી, રાજમહેલમાં રહેનારા જીવો ઉત્તમ ચંદન કસ્તૂરી આદિ સુગંધી પદાર્થોનો શરીર ઉપર લેપ કરે છે જેથી શીતલતાનો અનુભવ થાય છે તેમ ભગવાનના શાસનને પામેલા જીવો સમ્યગ્દર્શન દ્વારા મિથ્યાત્વ અને કષાયના તાપોને શાંત કરે છે. તેથી તેઓનું શરીર, અત્યંત શીતલતાને વંદન કરાવે તેવું અને સુગંધમય અર્થાત્ સમભાવના પરિણામરૂપ સુગંધમય જણાય છે. વળી, ભગવાનના શાસનમાં રહેલા જીવો પોતાની ભૂમિકા અનુસાર રત્નત્રયીનું સેવન કરીને નરકના પાતની સ્થિતિ સદા માટે બંધ કરે છે. તિર્યંચોના ભવોમાં જવાની સંભાવના દૂર કરે છે. વળી, કુમાનુષ્ય અને કુદેવપણું ન પ્રાપ્ત થાય તેવી નિર્મળ પરિણતિને પ્રાપ્ત કરે છે જેના કારણે આયુષ્ય પૂરું થાય તોપણ ઉત્તમ દેવભવ અને ઉત્તમ મનુષ્યભવને જ પ્રાપ્ત કરે છે. જેથી, ભગવાનના શાસનમાં વર્તતા જીવો સદા સુખી છે તેવું જ વિવેકી જીવોને દેખાય છે. વળી, ભગવાનના શાસનમાં રહેલા મહાત્માઓ મિથ્યાત્વ વૈતાલને