________________
૧૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ मईलसन्दोहान् वादयन्त्येव भगवतामवतरणजन्मदीक्षाज्ञाननिर्वाणलक्षणेषु पञ्चसु महाकल्याणककालेषु, तस्मादिदं मौनीन्द्रं प्रवचनं सततानन्दं प्रलीनाशेषचित्तसन्तापं, न चानेन जीवेन क्वचिदपीदं प्राप्तपूर्वं भावसारतया, भवभ्रमणसद्भावादेवेदं निश्चीयते, भावसारमेतल्लाभे हि प्रागेव मोक्षप्राप्तिः संपद्येत, तदनेन यत्तद्राजभवनस्य कथानकोक्तस्य विशेषणद्वयमकारि यदुत 'अदृष्टपूर्वमनन्तविभूतिसम्पन्नम् इति' तदस्यापि सर्वज्ञशासनमन्दिरस्य दर्शितम्।
| સર્વજ્ઞના શાસનમાં રહેલ જીવનું સ્વરૂપ જે કારણથી અહીં સર્વજ્ઞ વડે કહેવાયેલા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રધાન પ્રવચનમાં જે જીવો વર્તે છે તે મહાભાગ્યશાળી જીવો વડે નરકરૂપી અંધકૂવો સ્થગિત કરાયો, તિર્યંચગતિરૂપ કેદખાનું ભગ્ન કરાયું, કુમાનુષપણાનાં દુઃખો નાશ કરાયાં. કુદેવત્વના માનસસંતાપો વિમર્દન કરાયા, મિથ્યાત્વવેતાલ પ્રલયને પ્રાપ્ત કરાયો-મૃતપ્રાય કરાયો, રાગાદિ શત્રુઓ નિસ્પંદન કરાયા, કર્મચિયરૂપ અજીર્ણ જરિતપ્રાય કરાયું જીર્ણવસ્ત્ર જેવું કરાયું, જરાના વિકારો દૂર કરાયા. અર્થાત્ સંસાર પરિમિત થવાને કારણે પુનઃ પુનઃ જરાની પ્રાપ્તિ થવાની સંભાવના અલ્પ કરાઈ, મૃત્યુનો ભય દૂર કરાયો, સ્વર્ગ અને મોક્ષનાં સુખો હાથમાં સંપાદન કરાયાં, અથવા તે તે ભગવાનના મતમાં રહેલા જીવો વડે સાંસારિક સુખો અપમાનિત કરાયાં, સમસ્ત ભવપ્રપંચ હેચબુદ્ધિથી ગ્રહણ કરાયો. મોક્ષમાં એકતાનવાળું અંતઃકરણ કરાયું અને તેઓને=ભગવાનના શાસનને પામેલા જીવોને, પરમપદ એવા મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે વ્યભિચારતી આશંકા નથી. અર્થાતું મને પ્રાપ્ત થશે કે નહીં થાય તે પ્રકારની આશંકા નથી. કિજે કારણથી, ઉપાય ઉપેયનો વ્યભિચારી નથી=ભગવાનના શાસનને પામેલા જીવો જે રીતે વીતરાગતા આદિ ગુણોથી આત્માને ભાવિત કરે છે, તે રૂપ ઉપાય ઉપેય એવા મોક્ષની સાથે વ્યભિચારી નથી. અને પરમપદની પ્રાપ્તિનો ઉપાય અપ્રતિહત શક્તિવાળા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ માર્ગ છે, અને તે અમારા વડે પ્રાપ્ત કરાયું છે એવી વ્યભિચારની શંકા નથી એમ અવય છે. અને તેનો લાભ થયે છત=રત્નત્રયીનો લાભ થયે છતે, તેઓને=ભગવાનના શાસનમાં પામેલા જીવોને, આ પ્રકારે આગળમાં બતાવાયેલ એ પ્રકારે, નિશ્ચિત બુદ્ધિ છે. આનાથી પર=મોક્ષથી અન્ય, પ્રાપ્તવ્ય નથી. એ પ્રમાણે જાણીને પૂર્ણ મનોરથવાળું ચિત કરાયું છે. આથી જ ભગવાનના શાસનમાં રહેલા જીવોનું પૂર્ણ મનોરથવાળું ચિત છે આથી જ, પરમેશ્વરમતવર્તી એવા તે જીવોને શોક નથી જ. દીનતા નથી. સુક્ય પ્રલીન થયું નષ્ટપ્રાય: થયું, અરતિનો વિકાર દૂર થયો. જુગુપ્સા જુગુપ્સનીય થઈ. ચિત્તનો ઉદ્વેગ અસંભવી થયો, તૃષ્ણા અતિદૂરવર્તી થઈ, સંત્રાસને મૂલથી જ નષ્ટ કર્યો છે. તો શું છે? એથી કહે છે. તેઓના મનમાં ધીરતા વર્તે છે. ગંભીરતા આસ્પદ કરાઈ= હસ્તગત કરાઈ, ઔદાર્ય અતિપ્રબળ થયું, નિરતિશય અવખંભ છે=પ્રકર્ષવાળો વિશ્વાસ છે, અર્થાત્ હવે સંસાર ક્યાં છે એ પ્રકારનો અતિશય વિશ્વાસ છે. અને સ્વાભાવિક પ્રશમસુખના અમૃતના સતત આસ્વાદનથી જનિત ચિત્તતા ઉત્સવવાળા, પ્રબળ રાગાદિ કલાથી વિકલ પણ તેઓને ભગવાનના