________________
૧૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
તેથી તે રાજમંદિર સતત આનંદકલ્લોલવાળું ભિન્ન ગ્રંથિવાળા જીવોને દેખાય છે. અહીં ભગવાનના શાસનવર્તી મહામુનિઓને કોઈ શરીર ઉપર રંધો ચલાવતો હોય અને કોઈ ચંદનનો લેપ કરતો હોય તે બંને પ્રત્યે સમાન ચિત્ત વર્તે છે. તેઓને કોઈના દ્વારા શરીરના છેદન, ભેદનની ક્રિયા થતી હોય તો પણ આનંદનો વિચ્છેદ થતો નથી. આ પ્રકારે નિર્લેપચિત્તવાળા યોગીઓને તેવા પ્રકારનો શ્રેષ્ઠ આનંદ છે તેવું રહસ્ય ગ્રંથિભેદ કરનાર જીવને દેખાય છે. અને તેવા જિનશાસનમાં રહેલા સમ્યગ્દષ્ટિઆદિ જીવો પાંચ પ્રકારના સ્વાધ્યાય આદિ કરીને હંમેશાં પોતાના હર્ષના પ્રકર્ષની વૃદ્ધિ કરે છે; કેમ કે તે સ્વાધ્યાયથી જેમ જેમ તેઓનું ચિત્ત વાસિત થાય છે તેમ તેમ તેઓ મહામુનિઓના જેવા શ્રેષ્ઠ આનંદની નજીકની ભૂમિકાને સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વળી, આચાર્ય આદિ ઉત્તમપુરુષોની વૈયાવચ્ચ કરીને પણ તે પ્રકારની શક્તિનો સંચય કરતા હોય ત્યારે હર્ષથી તેઓ નાચી રહ્યા છે તેવું તે રાજમંદિર જણાય છે. વળી, ભગવાનના અભિષેક આદિ પ્રસંગોમાં હર્ષથી કૂદતા હોય તેવું જણાય છે; કેમ કે ઉત્તમપુરુષોના જન્મથી હર્ષિત થયેલું ચિત્ત ઉત્તમપુરુષોના તુલ્ય થવાને અભિમુખ બળનો સંચય થાય તે પ્રકારની ક્રિયા ભગવાનના શાસનને પામેલા જીવો કરે છે. વળી, ભગવાનના પ્રસંગો વખતે ચિત્તના આનંદની અભિવ્યક્તિ રૂપે ઉત્કૃષ્ટ સિંહનાદ આદિ કરે છે. અને ભગવાનના વચનના પરમાર્થને જાણનારા શ્રાવકો પ્રતિવાદીને નિરાકરણ કરીને અનેક જીવોને ધર્મપ્રાપ્તિનું કારણ બને તે રીતે સન્માર્ગની વૃદ્ધિ કરે છે. તેથી ભગવાનનું શાસન સતત આનંદવાળું, અશેષ ચિત્તસંતાપથી રહિત છે. અને આવું ભગવાનનું શાસન આ દ્રમક વડે ક્યારેય પણ પૂર્વમાં ભાવથી પ્રાપ્ત થયું નથી. આથી જ હજી સુધી ભવ-ભ્રમણ ચાલે છે. જેઓને ભાવથી આ ભગવાનનું શાસન પ્રાપ્ત થાય છે તેઓ પરિમિત ભવોમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉપનય :
आचार्योपाध्यायगीतार्थानां राजामात्यमहायोधोपमाः साम्प्रतं यदुक्तं 'राजामात्यमहायोधनियुक्तकतलवर्गिकैरधिष्ठितम् इति' तदस्यापि विशेषणं निदर्श्यते तत्रेह भगवच्छासनमन्दिरे राजानः सूरयो विज्ञेयाः, त एव हि यतोऽन्तर्व्वलता महातपस्तेजसा प्रलयीभूतरागादिशत्रुवर्गा बहिश्च प्रशान्तव्यापारतया जगदानन्दहेतवः, त एव च गुणरत्नपरिपूर्णलोकमध्ये प्रभुत्वयोगितया निरुपचरितराजशब्दवाच्याः। तथा मन्त्रिणोऽत्रोपाध्याया द्रष्टव्याः, यतस्ते विदितवीतरागागमसारतया साक्षाद्भूतसमस्तभुवनव्यापाराः, प्रज्ञयाऽवज्ञातरागादिवैरिकसवा, राहस्यिकग्रन्थेषु कौशलशालितया समस्तनीतिशास्त्रज्ञा इत्युच्यन्ते, त एव च सुबुद्धिविभवपरितुलितभुवनतया अविकलममात्यशब्दमुद्वहन्तो राजन्ते, तथा महायोधाः खल्वत्र गीतार्थवृषभा दृश्याः, यतस्ते सत्त्वभावनाभावितचित्ततया न क्षुभ्यन्ति दैविकाद्युपसर्गेषु, न बिभ्यति घोरपरीषहेभ्यः, किम् बहुना? वैवस्वतसङ्काशमपि परमुपद्रवकारिणं पुरोऽभिवीक्ष्य न त्रासमुपगच्छन्ति, अत एव ते गच्छकुलगणसवानां द्रव्यक्षेत्रकालापत्तिमग्नानां परं पराकरणद्वारेण निस्तारकारिण इति हेतोर्महायोधाः प्रोच्यन्ते।