________________
૧૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ स्यात् परपुरुषा वा बलात्तां समाक्रम्य गृह्णीयुः, ततोऽसौ महामोहविह्वलो यावज्जीवं हृदयदाहेन जीर्यते, प्राणैर्वा वियुज्यते दुःखासिकातिरेकेणेति। तदेवमेकैकवस्तुप्रतिबन्धबद्धहदयोऽयं जीवो दुःखपरम्परामासादयति, तथापि विपर्यस्ततया तद्रक्षणप्रवणमनाः सर्वथा शङ्कते ममेदमयं हरिष्यतीति। ઉપનયાર્થ:
વળી, સ્ત્રીના પ્રતિબંધના ગ્રહથી ગૃહીત વિગ્રહવાળો=શરીરવાળો, પણ ઈર્ષાશલ્યથી વિતવમાન માનસવાળો=વ્યાકુળ માનસવાળો, આ જીવ તેણીના પોતાની સ્ત્રીના, બીજા દ્વારા જોવાથી રક્ષણમાં અક્ષણિક તત્પર, છતો ઘરની બહાર જતો નથી. રાત્રિએ સૂતો નથી. માતા-પિતાનો ત્યાગ કરે છે. બંધુવર્ગોને શિથિલ કરે છે. પરમમિત્રોને પણ ઘરમાં આવવા દેતો નથી. ધર્મકાર્યોની અવગણના કરે છે. લોકની નિંદનીયતાને ગણતો નથી. કેવલ તેણીનું જ પોતાની સ્ત્રીનું જ, મુખ સતત જોતો અને યોગીઓ પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરે છે તેમ નિવૃત્ત થયેલા અશેષ વ્યાપારવાળો એવો તે પુરુષ તેણીનું પોતાની સ્ત્રીનું, સતત ધ્યાન કરતો જ રહે છે. અને તે સ્ત્રી જે જ કરે છે તે જ સુંદર માને છે. તે તેની સ્ત્રી, જે બોલે છે તે જ આનંદને કરનારું છે. તે જે વિચારે છે, તે જ ઇંગિતાકાર વડે જાણીને આ જીવ તેના સંપાદન યોગ્ય માને છે.
‘તસ્વ'ને સ્થાને ‘તસ્યા' જોઈએ અને તેનો સ્ત્રીના સર્વ કથનની સાથે સંબંધ છે. અને આ રીતે મોહવિલંબિત મન વડે જાણે છે. શું જાણે છે ? તે ‘દુત'થી બતાવે છે – મારામાં અનુરક્ત એવી આ સ્ત્રી હિતકારી છે. અને સૌંદર્ય, ઔદાર્ય, સૌભાગ્ય આદિ ગુણોના સમૂહથી કલિત અન્ય આવા પ્રકારની સ્ત્રી જગતમાં વિદ્યમાન નથી. હવે, કદાચિત પોતાની સ્ત્રીને આ માતા છે, આ બહેન છે, આ દેવતા છે એ રીતે પણ માનતો કોઈ પર જુએ છે, તેથી મંદબુદ્ધિવાળો એવો આ મોહથી જાણે ક્રોધવાળો થાય છે. જાણે વિહ્વળ થાય છે. જાણે મૂચ્છિત થાય છે. જાણે મરેલો હોય તેવો થાય છે. હું શું કરું? તે જાણતો નથી હવે, તે પોતાની સ્ત્રી, વિયોગ પામે અથવા મૃત્યુ પામે તો આ પણ જીવઃસ્ત્રી પ્રત્યેના અત્યંત રાગવાળો આ પણ જીવ, આક્રંદ કરે છે. વિલાપ કરે છે, અથવા મરે છે. તે સ્ત્રી કોઈક રીતે દુરશીલપણાને કારણે પરપરુષ સાથે સંબંધવાળી થાય અથવા પરપુરુષ બળાત્કારથી તેને આક્રમણ કરીને ગ્રહણ કરે ત્યારે મહામોહથી વિહ્વળ થયેલો એવો આ જીવ જિંદગી સુધી હદયતા દાહથી વિહ્વળ થાય છે. પ્રાણોથી દુઃખના અતિરેકને કારણે વિયોગવાળો થાય છે અર્થાત્ મૃત્યુ પામે છે. આ રીતે એક એક વસ્તુ પ્રત્યેના પ્રતિબંધથી બદ્ધ હૃદયવાળો આ જીવ જેમ
સ્ત્રી પ્રત્યે રાગવાળો છે તેમ અન્ય અન્ય કોઈ વસ્તુ પ્રત્યેના પ્રતિબંધથી બદ્ધ હદયવાળો આ જીવ, દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. તોપણ વિપર્યાસપણાને કારણે તેના રક્ષણમાં તત્પર મતવાળો સર્વથા શંકા કરે છે. મારી આ વસ્તુને આ પુરુષ હરણ કરશે.
સંસારવર્તી જીવોને ક્યારેક સ્ત્રી પ્રત્યેનો, ક્યારેક અન્ય કોઈ વસ્તુ પ્રત્યેનો રાગ અતિશય થાય છે, ત્યારે તે નિમિત્તે દિવસ દરમ્યાન તે જીવો કેવલ ક્લેશને પ્રાપ્ત કરે છે છતાં તત્ત્વને જોવામાં મૂઢ હોવાથી આત્માની