________________
૧૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
અર્થાત્ મેં ધન દાટેલું છે તેવું કોઈ ન જાણી શકે તે પ્રકારે અલક્ષ્યનું સંપાદન કરે છે. વળી, સ્વદેશ= દાટેલા સ્થાનને, હું ઓળખી ન શકું એમ નહીં તે માટે આજુબાજુની ભૂમિકામાં વિવિધ ચિહ્નો કરે છે=પોતે જે સ્થાને ધન દાઢ્યું છે તે સ્થાનને જાણવા માટે ચોક્કસ નિયત ભૂમિકા દૂર કોઈક વૃક્ષાદિ કે અન્ય સ્થાનોમાં તે પ્રકારનાં ચિહ્નો કરે છે, જેથી તે સ્થાનથી આ દિશામાં કેટલે દૂર પોતે ધન દાટ્યું છે. તેનો નિર્ણય કરી શકે. પ્રયોજતાંતરથી તે દેશથી પસાર થતા બીજા લોકોને વારંવાર જુએ છે. કોઈક રીતે તે દેશમાં પોતાના દાટેલા સ્થાનના દેશમાં, તે પુરુષની દૃષ્ટિએ જોઈને શંકા કરે છે. શું શંકા કરે છે ? તે બતાવે છે – ખરેખર આના વડેeતે દેશમાં જનારા પુરુષ વડે, જ્ઞાત છે=મારું દાટેલું ધન જણાયું છે, આથી મૂર્છાથી અત્યંત બળતા માનસવાળો-પોતાના દાટેલા ધન પ્રત્યેની મૂર્છાથી અત્યંત બળતા માનસવાળો, રાત્રિમાં વિદ્રાને પ્રાપ્ત કરતો નથી. વળી, ઊઠીને=રાત્રિમાં ઊઠીને, તે પ્રદેશથી તેને ખોદે છે અને પોતાનું દાટેલું ધન અન્ય સ્થાનમાં દાટે છે. વળી, બધી દિશાઓમાં ભયપૂર્વક ચક્ષને ફેરવતો જોયા કરે છે. શું જુએ છે ? તે કહે છે – મને કોઈ જુએ છે એ પ્રકારે જુએ છે. વળી, ધન દાટ્યા પછી અન્ય વ્યાપાર પણ તે કેવલ કાયાથી કરે છે. ચિત્ત તો તે ધનના રાગના બંધનથી બંધાયેલો છે. તેથી તે સ્થાનેથી અન્યત્ર પગ પણ ચાલતા નથી. હવે કોઈક રીતે તેવા પ્રકારના હજારો યત્નથી પણ તેના દ્વારા રક્ષણ કરાતું ધન બીજો જાણે અને ગ્રહણ કરી લે તો આ જીવ અચાનક વીજળીના પાતથી નિદલિત શરીરવાળાની જેમ છે તાત ! હે માત ! હે ભાઈ ! આ પ્રમાણે રડતો, મારું સર્વસ્વ હરણ થયું એ પ્રમાણે બૂમો પાડતો સકલ વિવેકી લોકોને કરુણાથી યુક્ત ચિત્તતાને પ્રાપ્ત કરાવે છે અથવા અતિ મૂર્છાથી વ્યાઘાત ચિત્તવાળો મરે છે. તે આ ધનલવ પ્રત્યે બદ્ધ ચિત્તવૃત્તિવાળા જીવોનું વિલસિત બતાવ્યું. ભાવાર્થ -
પૂર્વમાં કથાનકમાં કહ્યું કે ભિખારીને લોકો દ્વારા અવજ્ઞાથી અપાયેલું કદ મળેલું અને તેને પ્રાપ્ત કરીને તે ભિખારી શક્રાદિ જેવા મહાસંપત્તિવાળા જીવોથી પણ શંકા કરે છે કે આ લોકો મારું આ કદન્ન લઈ લેશે તેનો ઉપનય આ પ્રમાણે છે. ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે અત્યંત મોહથી યુક્ત જીવોને બાહ્યસંપત્તિ મોહધારાની વૃદ્ધિનું કારણ હોવાથી તેઓ માટે બાહ્યસંપત્તિ કદન્ન જેવી છે, કેમ કે તેવી સંપત્તિ તેઓ ફ્લેશ કરીને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત થયેલી સંપત્તિના રક્ષણ અર્થે સદા ફ્લેશ કરે છે તેથી ભાવરોગની વૃદ્ધિનું કારણ તે સંપત્તિ છે માટે કદન્ન છે. અને જેઓ ભગવાનના શાસનને પામેલા છે તેવા શ્રાવકો પોતાની ચિત્તની ભૂમિકાને અનુરૂપ ધનાર્જનાદિ કરે છે તોપણ તેઓને પ્રાપ્ત થયેલું ધનાદિ મૂથી વૃદ્ધિનું કારણ બનતું નથી. પરંતુ સંપૂર્ણ ક્લેશ વગરના ભગવાનની ભક્તિ કરનારા એવા તેઓ ધનનો વ્યય કરીને ભગવાનની ભક્તિ કરે છે અને તે ભક્તિ દ્વારા આત્માને વીતરાગ સ્વરૂપથી ભાવન કરે છે અને વિચારે છે કે વીતરાગના ગુણોથી આત્માને વાસિત કરવામાં વપરાયેલું ધન જ સાર્થક છે. વળી, સંસારના સર્વ ભાવો પ્રત્યે નિઃસ્પૃહી એવા મુનિઓની ભક્તિ કરીને મુનિઓ જેવા નિઃસ્પૃહી થવાનો યત્ન કરે છે. અને વિચારે છે કે આવા ઉત્તમ પુરુષોની ભક્તિમાં વપરાયેલું મારું ધન જ સફળ છે. વળી, પોતે પણ જીવનમાં ક્લેશ ન