________________
૧૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
एव धनविषयादिरूपकदन्नदुराशापाशवशीकृतः, कथञ्चित्तल्लेशलाभतुष्टोऽपि तेनाऽतृप्तचेतास्तदुपार्जनवर्द्धनसंरक्षणप्रतिबद्धान्तःकरणस्तद्वारेण च गृहीतनिबिडगुरुतराष्टप्रकारकर्मभाररूपाऽनिष्ठितापथ्यपाथेयस्तदुपभोगद्वारेण विवर्द्धमानरागादिरोगगणपीडितस्तथापि विपर्यस्तचित्ततया तदेवानवरतं भुञ्जानोऽप्राप्तसच्चारित्ररूपपरमानाऽऽस्वादोऽरघट्टघटीयन्त्रन्यायेनाऽनन्तपुद्गलपरावर्तान् समस्तयोनिस्थानास्कंदनद्वारेण पर्यटित इति। अधुना पुनरस्य यत्सम्पन्नं तदभिधीयते। ઉપનયાર્થ :
અચરમાવર્તમાં જીવનું સમગ્ર યોનિસ્થાનમાં પરિભ્રમણ જે વળી કહેવાયું પૂર્વની કથામાં કહેવાયું, શું કહેવાયું તે “કથા'થી બતાવે છે તે અદષ્ટમૂલપર્યત નગર છે. અને ઊંચા-નીચાં ઘરોમાં ત્રણરસ્તા, ચારરસ્તા રૂપ નાના પ્રકારની શેરીઓમાં ભટકતા સતત અઢાંતચિત્તવાળા એવા આ ભિખારી વડે અવંતીવાર તે વગર પરાવર્તન કરાયું, તે પણ સર્વ આ જીવમાં સમાન જાણવું. જે કારણથી કાલનું અતાદિપણું હોવાને કારણે ભમતા=ચારગતિમાં ભમતા, આ પણ જીવ વડે અનંતપુદ્ગલ પરાવર્તા પૂર્ણ કરાયા. અને જે પ્રમાણે તેને તે નગરમાં ભમતા ભિખારીને કેટલો કાળ પસાર થયો તે જણાતું નથી' એ પ્રમાણે કહેવાયું તે પ્રમાણે જીવતા ભવભ્રમણના કાલનું કલન પણ પ્રતીતિના વિષયપણાને પ્રાપ્ત નથી; કેમ કે નિરાદિપણું હોવાને કારણે=સંસારનું આધિરહિતપણું હોવાને કારણે, તેના પરિચ્છેદ=બોધને, કરવા માટે અશક્તિ છે. તે પ્રમાણે આ રીતે આ સંસારનગર ઉદરમાં કુવિકલ્પ કુતર્ક કુતીથિક લક્ષણ દુર્દાત બાળકોના સમૂહથી તત્વાભિમુખરૂપ શરીરના વિષયમાં વિપર્યાસ સંપાદન રૂ૫ તાડનથી પ્રતિક્ષણ તાડન કરાતો, મહામોહઆદિ રોગના સમૂહથી ગ્રસ્ત શરીરવાળો તેના વશથી=અંતરંગ રોગોના વશથી, તરકાદિ યાતનારૂપ સ્થાનોમાં મહાવેદનના ઉદયથી દલિત સ્વરૂપવાળો આ મારો જીવરૂપ રાંકડો છે આથી જ વિવેકથી વિમલીભૂતચિત્તવાળા મહાત્માઓને કૃપાનું સ્થાન છે. પૂર્વ-અપરના પર્યાલોચનથી વિકલ અંતઃકરણપણું હોવાથી તત્વતા અવબોધથી દૂર રહેલો છે. આથી જ પ્રાયઃ સર્વજીવોથી જઘન્યતમ છે. આથી જ=સર્વજીવોથી જઘન્યતમ છે આથી જ, ધનવિષયાદિરૂપ કદવાની દુરાશાના પાશથી વશ થયેલો કોઈક રીતે તેના લાભથી તુષ્ટ પણ ધનાદિના લાભથી તુષ્ટ પણ, તેનાથી અતૃપ્તચિત્તવાળો તેના ઉપાર્જત, વર્ધન, સંરક્ષણમાં પ્રતિબદ્ધ અંતઃકરણવાળો અને તેના દ્વારા=ધન, અર્જતાદિનાં કૃત્યો દ્વારા, ગ્રહણ કર્યા છે લિબિડગુરુતર અષ્ટપ્રકારના કર્મના ભારરૂપ અતિષ્ઠિતાને કરનાર એવા અપથ્ય પાથેયવાળો, તેના ઉપભોગ દ્વારા તે કુપથ્થતા ઉપભોગ દ્વારા, વધતા રાગાદિ રોગગણથી પીડાયેલો, તોપણ વિપર્યસ્ત ચિતપણું હોવાને કારણે તેને જ=તે કદલને જ, સતત ભોગવતો, અપ્રાપ્ત સત્યારિત્રરૂપ પરમાતના આસ્વાદવાળો, અને અરઘટ્ટઘટીયત્રવ્યાયથી અનંતપુદ્ગલપરાવર્તાને સમસ્ત યોનિસ્થાનની પ્રાપ્તિ દ્વારા ભટકે છે. હવે ફરી આને આ ભિખારીને, જે પ્રાપ્ત થાય છે તેને કહે છે.