________________
૧૬ર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ માત્ર ભોગમાં જ રત થઈને મનુષ્યભવ નિષ્ફળ કરે છે. તે જોઈને સંતપુરુષોને તેવા જીવો કદાચ બાહ્યથી સમૃદ્ધિવાળા હોય કે સમૃદ્ધિ વગરના હોય તોપણ દયાપાત્ર દેખાય છે. વળી, જેઓ ભગવાનના શાસનને પામીને મહાપરાક્રમ ફોરવી રહ્યા છે અને પોતાની સંયમપ્રાપ્તિને કારણે પોતાના પ્રત્યે કંઈક માન છે કે હું સદ્ભાગ્યવાળો છું જેથી તત્ત્વને જાણીને આત્મહિત સાધું છે તેવા સરાગસંયમી સાધુને સંસારની અંદર ભોગવિલાસમાં રત જીવ હાસ્યનું સ્થાન બને છે; કેમ કે તેઓ વિચારે છે કે મનુષ્યભવ પામીને પણ પોતાના હિત પ્રત્યે નિરપેક્ષ એવો આ જીવ પોતાનો જન્મ નિષ્ફળ કરે છે. વળી, અધિક પુણ્યવાળા જીવો અલ્પપુષ્યવાળા જીવોની ઠેકડી ઉડાડે છે તે પણ સામાન્ય જીવો પુન્યશાળી જીવો માટે હાસ્યનું સ્થાન છે. વળી મહાત્માઓ પાપનું ફળ સાક્ષાત્ શું છે તે બતાવવા માટે તુચ્છ પ્રકૃતિવાળા, ભોગ પાછળ મનુષ્યભવ નિષ્ફળ કરનારા અને પુણ્યહીન જીવો દૃષ્ટાંતરૂપે કહે છે. જેથી યોગ્ય જીવોને સંવેગ ઉત્પન્ન થાય છે. વળી, ગ્રંથકારશ્રીએ કહ્યું કે તે નગરમાં ઘણા ભિખારી હતા, પરંતુ પોતે તે સર્વમાં નિર્ભાગ્યશેખર હતો; કેમ કે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પોતાનામાં વર્તતા મૂઢ ભાવને કારણે જે પ્રકારે કષાયો પ્રકર્ષવાળા દેખાતા હતા તેને જોઈને ગ્રંથકારશ્રીને થયું કે મારા જેવા અન્ય પણ કષાયવાળા જીવો સંસારનગરમાં છે છતાં તેવા ઉત્કટ કષાયવાળા જીવોમાં પોતે હતા તેથી ભગવાનના શાસનની પ્રાપ્તિ પોતાને દુર્લભ થઈ હતી. માટે પોતાનો જીવ નિર્ભાગ્યશેખર હતો. વળી, ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પોતાનો જીવ કોઈક રાજકુળાદિમાં જન્મે છે ત્યારે મોટાં મોટાં રાજ્યોની પ્રાપ્તિ અને વિકાસોના વિચારો કરીને પોતાનો આત્મા સતત ઇચ્છાઓથી આકુળ થઈને દુઃખી થતો હતો. છતાં પોતે દુઃખી છે અને કષાયથી આકુળ છે ઇત્યાદિ વિચારણા ન થાય તેવી જ પોતાનામાં મૂઢતા હતી. તેથી તેવા વૈભવવાળા મનુષ્યભવ પણ પોતે વ્યર્થ પૂરા કર્યા. માટે પોતે નિર્ભાગ્યશેખર હતા. વળી, તે સિવાય મધ્યમકક્ષાના વૈભવવાળા ભવો પ્રાપ્ત થયા ત્યારે પણ દરેક ભવોમાં અધિક-અધિક ધનની, ભોગોની લાલસા કરીને કેવલ અંતસ્તાપને જ પ્રાપ્ત કરીને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પોતાના ભવોને પોતે નિષ્ફળ કર્યા, જેના ફળ રૂપે અનેક વખત નરકની અને તિર્યંચની અનેક કદર્થનાઓ પોતાને પ્રાપ્ત થઈ. તેથી જ્યાં સુધી ભગવાનના શાસનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી આ જીવ સદા વ્યાકુળ ચિત્તવાળો થઈને પોતાના જ હાથે પોતાનો વિનાશ કરનારો હતો. તેથી ધન મળે તો ગર્વથી ઉદ્ધત થઈને બધાને તુચ્છ ગણીને કષાયોની વૃદ્ધિ કરતો હતો. સંતાપની વૃદ્ધિ કરતો હતો અને ધનાદિ ન મળે ત્યારે દીનભાવથી મનુષ્યભવ નિષ્ફળ કરતો હતો માટે નિર્ભાગ્યશેખર હતો. વળી પશુ ભવમાં અને નરકમાં પોતાનો આત્મા અત્યંત દયાપાત્ર સ્થિતિમાં હતો. તેથી વિવેકી એવા મહાત્માઓને ચારે ગતિમાં વર્તતા ભગવાનના શાસનની પ્રાપ્તિ વગરના જીવો ભિખારીતુલ્ય જ જણાય છે; કેમ કે અંતરંગ ગુણસંપત્તિરૂપ ધનથી રહિત હોવાને કારણે તેઓના દરેક ભવો કેવલ ક્લેશવૃદ્ધિનું કારણ બને છે. ઉપનય :
यथा चासौ द्रमकः अवज्ञया जनैर्दत्तं तत्कदनं भुञ्जानः शक्रादपि शङ्कते, यदुत-अयं ममैतदुहालयिष्यति तथाऽयमपि जीवो महामोहोपहतः तद्रविणकलत्रादिकं कथञ्चित्तावता क्लेशजालेनोपार्जितं