________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૬૧
ઉપનયાર્થ :
જો વળી, કોઈક રીતે પૂર્વમાં કરાયેલા પુણ્યલવવાળો થાય=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વનો સંસારી જીવ પુષ્યલવવાળો થાય, તેથી આ જીવ તેના ઉદયથી તે પુણ્યના ઉદયથી, હજારાદિ સંખ્યામાં ધનાદિને પ્રાપ્ત કરે, પોતાની ઇચ્છિત એવી સ્ત્રીને પ્રાપ્ત કરે, સ્વશરીરના સૌંદર્યને પ્રાપ્ત કરે, વિનયવાળા પરિવારને પ્રાપ્ત કરે, અથવા ધાવ્યસંચયને પ્રાપ્ત કરે, કેટલાક ગામના સ્વામી થાય અથવા રાજ્યાદિકને પ્રાપ્ત કરે પણ અને તેથી જે પ્રમાણે આ ભિખારી કથામાં કહેવાયેલો ભિખારી, કદg લેશ માત્રના લાભથી તોષ પામેલો હતો તે પ્રમાણે આ પણ જીવ હદયમાં મદ કરે છે. અર્થાત્ હું સર્વ અન્ય કરતાં બુદ્ધિશાળી છું, સર્વ ઈષ્ટને પ્રાપ્ત કરવા સમર્થ છું ઈત્યાદિ મદ કરે છે. અને મદના સંનિપાતથી ગ્રસ્ત થયેલા હદયવાળો કોઈનાં સૂચનોને સાંભળતો નથી. બીજા લોકોને જોતો નથી. અર્થાત્ બીજા લોકોને તુચ્છ અને અસાર જુએ છે. કોઈને મસ્તક નમાવતો નથી. સુંદર વચનો વડે બોલતો નથી. અકાંડ જ ચક્ષુ બંધ કરે છે=કોઈનું વર્તન ઉચિત હોય છતાં પોતાને ન ગમે તો પોતાની અરુચિને અભિવ્યક્ત કરવા ચક્ષુ બંધ કરે છે, વડીલોના સંહતિ=સમૂહને પણ અપમાનિત કરે છે. આથી આવા પ્રકારના તુચ્છ અભિપ્રાયથી હણાયેલા સ્વરૂપવાળો આ જીવ=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેનો જીવ, જ્ઞાનાદિ રત્નના સમૂહથી પરિપૂર્ણ હોવાને કારણે પરમ એશ્વર્યવાળા ભગવાન મુનિપુંગવોને=મુનિઓને, શુદ્ર ભિખારીઓથી પણ અધમતમ કેમ પ્રતિભાસ ન થાય ? અર્થાત્ મહાત્માઓને આવા તુચ્છ અભિપ્રાયવાળા જીવો અતિ ભિખારીઓ જેવા જણાય છે.
વળી જ્યારે પશુભાવમાં વર્તે છે અથવા નરકમાં વર્તે છે, ત્યારે વિશેષથી આ જીવ ભિખારીની ઉપમાનનું ઉલ્લંઘન કરે છે. જે કારણથી વિવેકી ધનવાળા મહર્ષિઓને ખરેખર મહાન ઋષિવાળા મહાદ્યુતિવાળા, નિરુપચરિત શબ્દાદિ વિષયના ઉપભોગતા ભાજન, લાંબી સ્થિતિવાળા, જે આ શક્રાદિ દેવો છે, તેઓ પણ જો સમ્યગ્દર્શતરતથી વિકલ હોય તો મહાદારિદ્રના ભારથી આક્રાંતમૂર્તિવાળા= અંતરંગ ગુણસમૃદ્ધિની અપેક્ષાએ અત્યંત દરિદ્રમૂર્તિ, વિદ્યુલતાથી વિલસિત ચટુલ જીવિતવાળા= અનંતકાળની અપેક્ષાએ અલ્પજીવિતવાળા, પ્રતિભાસિત થાય છે. તો વળી શેષ સંસારઉદરવર્તી જીવોનું તો શું કહેવું? અર્થાત્ તેઓ તો અંતરંગ અને બહિરંગ સર્વ રીતે દરિદ્ર જ છે. ભાવાર્થ :
ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવ ચારગતિમાં કઈ રીતે પરાવર્તન પામે છે અને કઈ રીતે અનંતકાળ પસાર કરે છે તેનું વર્ણન કર્યું. આ પ્રકારે સંસારના પરિભ્રમણની સ્થિતિ હોતે છતે કથાનકમાં કહેવાયું કે તે ભિખારી અનેક પ્રકારના ઉપદ્રવોથી મહાઘોર નરકની વેદનાને અનુભવે છે. તે વસ્તુ સંસારી જીવમાં સમાન જાણવી; કેમ કે ચારગતિઓમાં કષાયોથી આકુળ થઈને જીવ સદા કદર્થના જ પામે છે. આથી જ તેવા જીવોને જોઈને કહ્યું કે સંતપુરુષોને આ જીવ કૃપાનું સ્થાન છે; કેમ કે સંતપુરુષો સંસારની વાસ્તવિક સ્થિતિને જોનારા છે. સંસારથી વિસ્તાર માટે મહાપરાક્રમ કરનારા છે અને આ સંસારી જીવ