________________
૧૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તે સર્વ કરે છે. તે વિદ્યમાન નથી જે બોલતો નથી=ધનપ્રાપ્તિ માટે અને ભોગાદિ માટે જે જે ઉચિત કે અનુચિત્ત બોલવું ઉપયોગી જણાય તે સર્વ બોલે છે. તે સંભવતું નથી, જે ચિંતવન કરતો નથી= ધનપ્રાપ્તિ માટે જે અને ભોગપ્રાપ્તિ માટે જે જે ઉપાયો વિષયક તેની ભૂમિકા હોય તે સર્વભૂમિકાના તે વિચારો કરે છે. અને તોપણ=મન, વચન, અને કાયાની દરેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે તોપણ, સતત તેના માટે ધનાદિ માટે આમતેમ ભમતો, પૂર્વમાં કરાયેલા પુણ્યથી શૂન્ય એવો તે જીવ, ઇચ્છિત અર્થના તલના ફોતરાના ત્રિભાગ માત્રને પ્રાપ્ત કરતો નથી. ફક્ત સ્વમતિના સંતાપને આર્ટરૌદ્રધ્યાનમાં પ્રવર્તતો ગુરુતર કર્મભારને અને તેના દ્વારા આત્માની દુર્ગતિની વૃદ્ધિ કરે છે.
ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે માત્ર બાહ્યભોગોમાં સુખને જોનારા અને તેના ઉપાયભૂત ધનાદિ સામગ્રીને જોનારા જીવોને આત્મામાં વર્તતા સંતાપનું કે આર્ટરૌદ્રધ્યાન પરિણામનો ક્યારેય વિચાર થતો નથી જ્યારે ભગવાનના શાસનને પામેલા જીવો ક્વચિત્ ભોગાદિના અર્થી હોય અને તેના માટે ધનાદિના પ્રાપ્તિના પણ વિચારો કરતા હોય તોપણ ચિત્તના અક્લેશભાવને જ સુખરૂપે જોનારા છે તેથી નિરર્થક સંતાપો કરીને કે આર્ટરૌદ્રધ્યાન કરીને ગુરુતર કર્મોના ભારને પ્રાપ્ત કરતા નથી. પરંતુ હંમેશાં ભગવાનના વચનથી ભાવિત થઈને શક્તિ અનુસાર ક્લેશના શમન માટે યત્ન કરે છે અને ભોગાદિની ઇચ્છા થાય છે, તેથી ભોગાદિમાં અને ધનાદિમાં પ્રવૃત્તિ કરે છે તોપણ વીતરાગભાવ જ આત્માની સ્વસ્થતારૂપ છે તેવો બોધ હોવાથી હંમેશાં શક્તિ અનુસાર તુચ્છ બાહ્ય પદાર્થોની ઇચ્છાને શાંત કરવા યત્ન કરે છે. જ્યારે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પુણ્ય ન હોય તોપણ જે કંઈ મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ ધનાદિ અર્થે જ કરે છે અને સતત આર્તરૌદ્રધ્યાન વધારીને દુર્ગતિઓમાં ભમે છે.
ઉપનય ઃ
यदि पुनः कथञ्चित्पूर्वविहितपुण्यलवः स्यात् ततोऽयं जीवस्तदुदयेन धनसहस्रादिकं वा, अभिमतभार्यां वा, स्वशरीरसौन्दर्यं वा, विनीतपरिजनं वा, धान्यसञ्चयं वा कतिचिद् ग्रामप्रभुत्वं वा, राज्यादिकं वा प्राप्नुयादपि ततश्च यथाऽसौ द्रमकः कदन्नलेशमात्रलाभात्तुष्टः, तथाऽयमपि जीवो माद्यति हृदये, मदसन्निपातग्रस्तहृदयश्च नाकर्णयति विज्ञापनानि, न पश्यति शेषलोकं, न नामयति ग्रीवां, न भाषते प्रगुणवचनैः, अकाण्ड एव निमीलयति चक्षुषी, अपमानयति गुरुसंहतिमपि । अतोऽयमेवंविधतुच्छाऽभिप्रायहतस्वरूपो जीवो ज्ञानादिरत्नभरपरिपूर्णतया परमेश्वराणां भगवतां मुनिपुङ्गवानां क्षुद्रद्रमकेभ्योऽप्यधमतमः कथं न प्रतिभासते ? यदा पशुभावे नरकेषु वा वर्ततेऽयं जीवस्तदा विशेषतो द्रमकोपमामतिलङ्घते, यतो विवेकधनानां महर्षीणां य एते किल शक्रादयो देवा महर्द्धयो महाद्युतयो निरुपचरितशब्दादिविषयोपभोगभाजनं द्राघीयः स्थितिकास्तेऽपि यदि सम्यग्दर्शनरत्नविकलाः स्युस्तदा महादारिद्र्यभराक्रान्तमूर्त्तयो विद्युल्लताविलसितचटुलजीविताश्च प्रतिभासन्ते, किं पुनः शेषाः संसारोदरविवरवर्त्तिनो जन्तवः ? इति ।