________________
૧૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ विकरालवेतालं, निपात्यते तेन कुपितेन। तथाऽभ्यस्यति खन्यवादं, निरीक्षते निधानलक्षणानि, तुष्यति तद्दर्शनेन, ददाति रात्रौ तद्ग्रहणार्थं भूतबलिं, दूयते तदङ्गारभृतभाजनवीक्षणेन। तथाऽनुशीलयति धातुवादं, समुपचरति नरेन्द्रवृन्दं, गृह्णाति तदुपदेशं, मीलयति मूलजातानि, समाहरति धातुमृत्तिकां, समुपढौकयति पारदं, क्लिश्यते तस्य जारणचारणमारणकरणेन, धमते रात्रिन्दिवं, पूत्करोति प्रतिक्षणं, हृष्यति पीतश्वेतक्रिययोर्लेशसिद्धौ, खादत्यहर्निशमाशामोदकान्, व्ययीकरोति तदर्थं शेषमपि धनलवं, मार्यते दुःसाधितकर्मविभ्रमेण। तथा विषयोपभोगसम्पत्तये धनार्थमेव चायं जीवः कुरुते चौर्य, रमते द्यूतमाराधयति यक्षिणी, परिजपति मन्त्रान्, गणयति ज्योतिषीं, प्रयुङ्क्ते निमित्तं, आवर्जयति लोकहृदयं, अभ्यस्यति सकलं कलाकलापं, किम् बहुना? तन्नास्ति यन्न करोति, तन्न विद्यते यन्न वदति, तन्न सम्भवति यन्न चिन्तयति, न च तथाप्ययमनवरतमितश्चेतश्च तदर्थं बंभ्रम्यमाणः प्राग्विहितपुण्यशून्यः समभिलषितार्थस्य तिलतुषत्रिभागमात्रमपि प्राप्नोति, केवलं स्वचित्तसन्तापमार्त्तरौद्रध्याने, गुरुतरकर्मभारं, तद्वारेण दुर्गतिं चात्मनोऽभिवर्द्धयतीति।
અર્થ-કામમાં આસક્ત જીવોની ચેષ્ટાઓ તથા સંકલ્પોની હારમાળા કઈ રીતે તે મહાત્માઓ શેષ જીવોને પણ યુદ્ધ દ્રમક જેવો જુએ છે તે “તથાદિથી સ્પષ્ટ કરે છે. દ્વિજાતિ, વણિક, આભીર, અન્ય જાતિ આદિ ભાવોમાં વર્તતો આ જીવ અદષ્ટતત્વમાર્ગવાળો વરાક તુચ્છ અભિપ્રાયને કારણે ક્યારેક બે, ત્રણ પણ શુદ્ધગામોના લાભને ચક્રવર્તિપણારૂપે માને છે. ક્યારેક ક્ષેત્રખંડમાત્રના પ્રભુત્વને પણ મહામંડલિકપણારૂપે જાણે છે. ક્યારેક જારકુલટા પણ=પરપુરુષમાં લંપટ એવી પણ, સ્ત્રીને અમરસુંદરી માને છે. ક્યારેક દેશથી વિરૂપ પણ પોતાને કામદેવ જેવો વિચારે છે. ક્યારે હરિજનના સમૂહના આકારવાળા પોતાના પરિજનને શક્રપરિવારની જેમ જુએ છે. ક્યારેક ધનના ત્રણ. ચાર હજાર, સેંકડો વીશ આદિ સંખ્યાવાળા રૂપિયાઓના લાભને કોટીશ્વરપણું જાણે છે. ક્યારેક ૫૦ પણ ધાવ્યદ્રોણની ઉત્પત્તિને કુબેરના વૈભવતુલ્ય જાણે છે. ક્યારેક પોતાના કુટુંબનું ભરણપોષણ પણ મહારાજ્યની જેમ જાણે છે. ક્યારેક દુઃખે કરીને પૂરી શકાય એવા પેટના ખાડાતા પૂરણને પણ મોટા ઉત્સવના સ્વરૂપને જાણે છે. ક્યારેક ભિક્ષાની પ્રાપ્તિ પણ જીવિતની પ્રાપ્તિ માટે છે. ક્યારેક શબ્દાદિ વિષયના ઉપભોગમાં તિરત એવા અન્ય રાજાદિને જોઈને, આ શક્ર છે, આ દેવ છે, આ વંદનને યોગ્ય છે, પુણ્યશાળી છે, આ મહાત્મા છે, જો મને પણ આ પ્રમાણે વિષયો થાય તો હું પણ આ રીતે વિલાસ કરું એ પ્રમાણે ચિંતવન કરતો પરિતાપને પામે છે. એવા પ્રકારના વિચારોથી વિડંબના પામેલો તેના માટે તે વિલાસો માટે, રાજાઓની સેવા કરે છે. તેઓની હંમેશાં પર્યાપાસના કરે છે. વિનય બતાવે છે, તેઓને અનુકૂળ બોલે છે, તેઓ હસે છતે શોકથી આક્રાંત પણ હસે છે. પોતાના પુત્રાદિની પ્રાપ્તિને કારણે પોતાને હર્ષનો પ્રકર્ષ વર્તતો હોય તોપણ તેઓ રડે છતે રડવા માંડે છે. તેઓને અભિમત પોતાના શત્રુની પણ સ્તુતિ કરે છે. પોતાનો પરમ મિત્ર પણ તેઓનો શત્રુ હોય